પેટ ની દરેક સમસ્યા માટે રામબાણ છે આ ઉપાય, ગેસ, અપચો, કબજિયાત, પેટનો દુખાવો જેવી દરેક સમસ્યા માંથી મળી જશે છુટકારો….

બેઠાડું જીવન અને આધુનિક કામકાજના પ્રકારને લીધે અપચો કબજિયાત અને પેટમાં ગેસ થવાની સમસ્યાથી લગભગ ઘણા લોકો પીડાય છે. આ રોગો એવા છે કે તેનાથી થતાં શરીર ને નુકશાન વિષે આપણને તરત જ ખ્યાલ આવતો નથી પરંતુ લાંબા ગાળે તે અનેક બીજી બીમારીઓ ને નોતરે છે. જો તમને વારંવાર ગેસ થતો હોય તો સૌ પ્રથમ તો તમે જરૂર કરતાં અને ભૂખ લાગી હોય તેના કરતાં થોડું ઓછું ખાવ.આ ઉપરાંત વધુ પડતાં ભારે, ચીકણાં, ગળ્યાં, પદાર્થો જેમકે મેંદો, જંકફૂડ, ચાસણી વાળો ખોરાક વગેરેનું સેવન બંધ કરી દ્યો. વાયુ કરતા હોય તેવા અનાજ, કઠોળ કે શાકભાજી ન લેવાં. જ્યારે ગેસ થાય ત્યારે દળેલી હળદર અને મીઠું ગરમ પાણીમાં મેળવી તરત પીવું. જમવાની સાથે આદુ-લીંબુ અને મીઠું મેળવીને ખાવાથી ગેસ દૂર થાય છે.

જમ્યા પછી ગોળ અને ધાણાં ચાવીને ખાવાથી ગેસની તકલીફ થતી નથી. આ ઉપરાંત જમ્યા પછી તમે મુખવાસ માં સૂવાદાણા ખાવ તો તેનાથી પેટ ભારે થતું નથી, અને ગેસ નીકળી જાય છે.ભોજન બનાવટી વખતે હિંગ નો પૂરતી માત્ર માં ઉપયોગ કરવો કારણકે હીંગનો ભોજનમાં ઉપયોગકરવાથી ગેસ થતો નથી. હીંગને શેકીને ખાવાથી ગેસની તકલીફ દૂર થાય છે તેમજ હીંગને ગરમ પાણીમાં મેળવી નાભિની આસપાસ લગાવવાથી પણ ગેસ દૂર થાયછે. સામાન્ય રીતે નાના બાળકો ને અપચા ની સમસ્યા હોય ત્યારે ઘણી માતાઓ આ પ્રયોગ કરે છે.

ગેસ ન થાય તે માટે જમ્યા બાદ 40 મિનિટ પછી થોડું ચાલવાની ટેવ રાખો. મુખવાસ તરીકે અજમાનો ઉપયોગ કરો અથવા અજમાનો કોઈને કોઈ રીતે ખાવામાં ઉપયોગ કરો જેથી ગેસની તકલીફ ન થાય. ફુદીનાના રસમાં મધ મેળવીને પીવાથી પાચન બરાબર . થાય છે, પેટ સારું આવે છે અને ગેસ થતો નથી. ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.નિયમિત રીતે પેટની માલિશ અને વ્યાયામ કરવાથી પાચન સુધરે છે અને ગેસની તકલીફ થતી નથી. ૨ોજ ગ૨મ ખાવાની આદત પાડો. ધીરેધીરે ખાવું. તુલસીના પાન વાટી તેની ગોળીઓ બનાવી ખાવાથી ગેસ, અપચો વગેરેમાં તુરંત રાહત થાય છે. લીંબુનો રસ હુંફાળા પાણીમાં પીવાથી ખાટા ઓડકાર અને ગેસની તકલીફ દૂર થાય છે.

ગેસ થયો હોય ત્યારે કે પેટમાં દુઃખતું હોય ત્યારે એરંડાના પાનને ગરમ કરી પેટ પર શેક કરવાથી તુરંત લાભ થાય છે. ફુદીનાના અર્કમાં અજમો, કપૂર અને મરી નાંખી તે અર્કમાં ૩-૪ ટીપાં પીવાથી ગેસમાં રાહત થાય છે.ખાધેલું બરાબર પચેલું ન હોય કે પેટમાં દુઃખાવો થતો હોય તો અજમાના ૩-૪ પાન ચાવી જવાથી તરત લાભ મળે છે. 10 મિ.લી. આદુનો રસ અને 20 મિ.લી. લીંબુના રસમાં થોડી સાકર મેળવીને લેવાથી પેટનો દુઃખાવો મટે છે. નાગરવેલના પાનના રસમાં મધ મેળવીને પીવાથી ગેસ આફરો મટે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *