જીવો ત્યાં સુધી દવાખાને ન જાવું હોય તો કરી લ્યો આ શક્તિના ખજાનાનું સેવન, લોહી શુદ્ધ કરી, કબજિયાત અને નપુસંકતાથી જીવનભર છુટકારો

સુકામેવામા પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે જે આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે. જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે સ્વસ્થ અને સરળ નાસ્તો શોધી રહ્યા છો તો સૂકામેવો તમને મદદ કરી શકે છે. આજે આપણે જે સુકામેવાની વાત કરી રહ્યા છીએ તેને અંજીર કહેવામા આવે છે. ખૂબ ઓછી સ્ત્રીઓ જાણે છે કે બદામ પછી અંજીરને શ્રેષ્ઠ ડ્રાયફ્રૂટ માનવામા આવે છે.તે વજન ઘટાડવામા ડાયાબિટીઝને અંકુશમા રાખવા, હૃદયને સ્વસ્થ રાખવા, રોગપ્રતિકારક શક્તિ વધારવામા અને કેન્સરને રોકવામા મદદ કરે છે. ચાલો જાણીએ રોજ માત્ર ૨ પલાળેલા અંજીર ખાવાના ફાયદાઓ વિશે. મહિલાના સ્વાસ્થ્ય માટે અંજીર ખૂબ સારા છે. જો કે તેની તાસીર ગરમ હોવાને લીધે સ્ત્રીઓ તે ખાવાનુ ટાળે છે અને શિયાળામા જ તેને ખાય છે. પરંતુ મહિલાઓએ તેને દરેક સીઝનમા ખાવુ જોઈએ. જે મહિલાઓનુ શરીરનુ તાપમાન ગરમ હોય છે તે મહિલાઓએ પલાળેલા અંજીર ખાવા જોઈએ. આમ કરવાથી તેની અસર બદલાય છે.

પલાળેલા અંજીર ફાઇબરથી ભરપૂર હોય છે. અંજીર દ્રાવ્ય ફાઇબરનો સારો સ્રોત છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ હોય તેવુ લાગે છે અને કબજિયાતથી રાહત આપે છે. તે વિટામિન એ, બી ૧ અને બી ૨, મેંગેનીઝ અને પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન અને ફોસ્ફરસ જેવા આવશ્યક વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે.અંજીરમા વિટામિન-એ, વિટામિન-બી 1, બી 2, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ, ફાઇબર ભરપૂર હોય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફેનોલ્સ છે, જે એન્ટી-ઓક્સિડેન્ટ્સ છે જે તમને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. અંજીરમાં તાંબુ, સલ્ફર અને કલોરિનની પૂરતી માત્રા હોય છે. અંજીરમાં વિટામિન એ, બી અને સી હોય છે. સુગર અને આલ્કલી તાજા અંજીર કરતા સૂકા અંજીરમા ત્રણ ગણુ વધારે જોવા મળે છે.

પલાળેલ અંજીરને ફાઇબરનુ પાવરહાઉસ માનવામા આવે છે. આ પાચનક્રિયા યોગ્ય રાખે છે. તેને ખાવાથી ભૂખથી રાહત મળે છે, ભૂખ જલ્દી લગતી નથી અને વજન ઘટાડવામા ઘણી મદદ કરે છે. સતત 7 દિવસ સુધી અંજીર ખાવાથી કફની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ માટે રોજ રાત્રે સૂતાં પહેલાં અંજીર ખાવાં. તેને દૂધમાં ઉકાળીને પણ સેવન કરી શકાય છે.અંજીરને દૂધમાં ઉકાળી સવાર-સાંજ સેવન કરવાથી શારીરિક સુખની તાકાત પણ વધે છે.લોહી શુદ્ધ કરવા માટે આ ફ્રૂટ ના સેવન થી લોહી ક્ષુધિકરણ થાઈ છે. લોહીના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ સૂતા પહેલા ત્રણ નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ ના ૧૫ નંગ લઈ એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી થોડી વાર બાદ થોડું ઠંડુ થાય ત્યારે એ દૂધ ધીમે ધીમે પી જવું અને સાથે સાથે અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા.અંજીરમા કેલ્શિયમ જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

મોટી ઉમર થયા બાદ ઘણા લોકો ને શ્વાસ કે દમની સમસ્યા થતી હોય છે, આ માટે અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી દમના દર્દીઓ ખુબ લાભદાયક છે. અંજીર અને ગોરખ આમલી આશરે પાંચ ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી હૃદય પરનું દબાણ દૂર થાય છે અને શ્વાસ કે દમ બેસી જાય છે.જે લોકો ને બ્લડ પ્રેસર ની સમસ્યા છે તેના માટે પણ અંજીર બહુ લાભદાયી છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઉણપના લીધે જેમના હાથ-પગ સુન થઇ જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થશે.

અત્યારે મોટા ભાગના લોકો ની એક જ સમસ્યા છે કે વધતું જતું શરીર જો અંજીરનુ સેવન કરવામા આવે તો તે શરીરની વધારાની ચરબી દૂર કરીને શરીરનું સ્લિમ બનાવે છે. અંજીરમાં રહેલા ઉત્તમ તત્વો ફેટને ઘટાડવામા મદદરૂપ છે. રોજીંદી લાઈફમા અંજીરનો ઉપયોગ કરવામા આવે તો મોટાપો ઓછો થઇ જાય છે. વહેલી સવારે ઉઠ્યા બાદ ૨ અંજીર ખાવાથી અચૂક તેનુ પરિણામ મળે છે. જો ભૂખ લાગે તો ફાસ્ટફૂડ ની જગ્યાએ સુકા મેવા તરીકે થોડા અંજીર પણ લઇ શકે.ઘણી મહિલાઓ ને માસિક નો પ્રોબ્લેમ હોય છે જેમાં માસિક અનિયમિત આવતું હોય છે, બાળકની માતાનું દૂધ પણ અંજીરના સેવનથી વધે છે. સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. તાજા અંજીરની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *