સમય પહેલા જ સફેદ થઈ ગયેલા વાળ મફતમાં જ થઈ જશે એકદમ કાળા, ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ… આજીવન વાળ નહિ થાય સફેદ….
મિત્રો આજે આપણે જોઈએ છીએ કે આજના યુવકો તેમજ યુવતીઓ ના વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે. જેનું એક કારણ છે આપણો ખોરાક. આજે અનહેલ્દી ફૂડ નું વધુ સેવન થવાથી આ સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. આથી જ જો તમે પોતાના ખોરાકમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમે અહી આપેલ વસ્તુઓનું ધ્યાન રાખીને અને કાળજી રાખીને આનાથી છુટકારો મેળવી શકો છો.
આજની ખરાબ જીવનશૈલીની ટેવ, ખોરાક અથવા તો હાર્મોનલ ના કારણે આ દિવસોમાં વાળનું સમયથી પહેલા સફેદ થવું તે સાવ સાધારણ વાત બની ગયી છે. તેમજ તમે તમારા સફેદ વાળને કલર કરીને કાળા કરી શકો છો પરંતુ તેના માટે સૌથી સારો ઉપાય ખોરાકમાં બદલાવ લાવવો તે છે.
સમયથી પહેલા વાળ સફેદ થવાના કારણો :
1) પોષકતત્વોની ઉણપ : શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપ થવાથી વાળ સફેદ થઇ શકે છે. એવું કહેવામા આવે છે કે સમયથી પહેલા વાળ સફેદ થવામાં જીવનશૈલીના પરિબળો સિવાય વિટામિન 12, ઝીંક, સેલેનિયમ, કોપર અને વિટામિન ડી જેવા પોષકતત્વોની ઉણપ પણ કારણરૂપ બને છે.
2) આનુવંશિકતા : ઇંડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી, વેનેરોલોજી એન્ડ લેપ્રોલોજી માં 2013 ના એક રીપોટ મુજબ, કોઈ પણ વ્યક્તિના વાળ સમયથી પહેલા સફેદ થવા પાછળ મોટા ભાગે આનુવંશિકતાથી જોડાયેલુ એક પરિબળ હોય છે.
3) ઓક્સિડેટિવ સ્ટ્રેસ : શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસના લીધે આવું થઈ શકે છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસ અસંતુલનનું કારણ બને છે જ્યારે એંન્ટીઓક્સિડેન્ટ મુક્ત કણોની હાનિકારક અસરનો સામનો કરવા માટે પર્યાપ્ત નથી હોતા. ત્યારે મુક્ત કણો અસ્થિર અણુઓ હોય છે જે કેશિકાઓને નુકશાન પહોચાડે છે. આમ ઓક્સીડેટીવ સ્ટ્રેસ પણ વાળને સફેદ કરી શકે છે.
4) કેટલીક તબીબી સ્થિતિઓ : ઓટો ઇમ્યુન બીમારીઓ સાથે કેટલીક તબીબી સ્થિતિ પણ વ્યક્તિના વાળ જલ્દી સફેદ થવાના જોખમને વધારે છે. 2008 માં પ્રકાશિત થયેલી એક શોધમાં વાળની અસામાન્યતાઓ અને થાઈરૉઈડ વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો.
5) ધૂમ્રપાન : ઇટાલિયન ડર્મેટોલોજી ઓનલાઇન જર્નલમાં 2013 ના એક અભ્યાસ પરથી જાણવા મળે છે કે ધૂમ્રપાન કરવા વાળા લોકોમાં ધૂમ્રપાન ન કરવા વાળા લોકોની સરખામણીમાં 30 વર્ષથી ઓછી ઉમરમાં અને 2.5 ગણા વાળ સફેદ થવાની સંભાવના રહેલી છે.
વાળને સફેદ થતાં અટકાવવા શું ખાવું જોઈએ :
1) સીવીડ : આ તમારા માટે બધા જ ખનીજો વિશેષ રૂપથી ઝીંક, મેગ્નેશિયમ, સેલેનિયમ, કોપર અને આયરનનો સારો એવો સ્ત્રોત છે.
2) કાળી વસ્તુઓ : કાળા તલ, કાળા બીજ, કલૌંજીના બીજ વગેરે જરૂરી પોષકતત્વોનો ભંડાર છે.
3) આંબળા : આંબળાનો રસ અદભૂત કામ કરે છે.
4) વ્હીટ્ગ્રાસ : લિવરને સાફ રાખવા માટે વ્હીટ્ગ્રાસ ઉપયોગી બને છે.
5) કેટલેસ યુક્ત ખાદ્ય પદાર્થ : શક્કરીયાં, ગાજર, લસણ, બ્રોકલી જેવા પદાર્થો ખાવા જોઈએ.
6) એંન્ટીઓક્સિડેન્ટ યુક્ત ખાદ્ય પદાર્થો : એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર આહાર ઓક્સિડેટિવ તણાવ કે ચિંતાને દૂર કરે છે.
આ સિવાય તાજા ફળો, શાકભાજી, ગ્રીન ટી, ઓલિવ ઓઇલ અને માછલી ખાવી જોઈએ.
વાળને સફેદ થતાં અટકાવવા શું ન ખાવું જોઈએ : તમારે ગળી, ડેરીની વસ્તુઓ, મેંદો, ડબ્બા પેક ખાદ્યપદાર્થ તેમજ વધારે પશુ પ્રોટીન જેવા દૂષિત પદાર્થોનું વધારે સેવન ન કરવું જોઈએ.
આમ વાળની સફેદી હવે સાધારણ વાત બની ગયી છે, પરંતુ છતા જો તમે તેનાથી બચવા માંગતા હોય તો તમારા આહાર અને તમારી જીવનશૈલીમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. જેથી તમે સમયથી પહેલા તમારા વાળને સફેદ થતાં અટકાવી શકો છો.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.