માત્ર કરી લ્યો આ શક્તિશાળી ધાનનું સેવન જીવો ત્યાં સુધી એકપણ રોગ નહીં આવે નજીક
આજે આપણે જે ખોરાક ફાસ્ટ ફૂડ ખાઇયે છે તેના કરતાં પણ વધુ આનંદ આપણાને આદિવાસી ધાન ખાઈને મળશે તો વાંચી લો શુ-શુ છે આદિવાસી ધાન ?રાગીનો લોટઃવજન ઉતારવાનો પ્રયત્ન કરનારા અને હેલ્થ કોન્શિયસ લોકોના મોઢે તમે રાગીનું નામ તો સાંભળ્યું જ હશે. ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીમ પણ રાગીના લોટની બનેલી અનેક આઈટમ્સની આજકાલ ધૂમ ડિમાન્ડ છે. રાગીના લોટના એટલા બધા ફાયદા છે કે આ બરછટ અનાજ આજે શહેરોના આર્થિક સમૃદ્ધ વર્ગમાં લોકપ્રિય બની રહ્યું છે.
તેને મહારાષ્ટ્રમાં નાચણી તરીકે ઓળખવામાં આવે છે. શીરાથી માંડીને રોટલી અને બિસ્કિટ સુધી, રાગીના લોટમાંથી અનેક ટેસ્ટી આઈટમ્સ બનાવી શકાય છે. જાણો રાગીનો લોટ ખાવાથી કેવા કેવા ફાયદા થાય છે.કેલ્શિયમથી ભરપૂરઃદૂધ ઉપરાંત જો કોઈ ખાદ્યપદાર્થમાંથી સૌથી વધારે કેલ્શિયમ મળતું હોય તો તે રાગી છે. બીજા અનાજની સરખામણીએ રાગીમાં અનેકગણું વધારે કેલ્શિયમ હોય છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ન્યુટ્રિશન ઈન ઈન્ડિયાના આંકડા અનુસાર 100 ગ્રામ રાગીમાં 344 mg કેલ્શિયમ રહેલું હોય છે.
રાગીનો લોટ ખાવાથી હાડકા અને દાંત મજબૂત બને છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવા હાડકા નબળા બનાવતા રોગમાંથી છૂટકારો મળે છે. બાળકોને રાગી એક યા બીજા સ્વરૂપે અવશ્ય આપવી જોઈએ જેથી તેમના હાડકા મજબૂત બને.ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપઃરાગીના લોટમાં ચોખા, મકાઈ અને ઘઉંની સરખામણીએ વધુ માત્રામાં પોલિફેનોલ્સ હોય છે જે પાચનતંત્ર વધુ મજબૂત બનાવે છે. તેને કારણે ફૂડ ક્રેવિંગ ઓછું થાય છે, ઓછી ભૂખ લાગે છે અને શુગર કંટ્રોલમાં રહે છે. સવારે જમવામાં જો રાગી લો તો આખો દિવસ તમારી સિસ્ટમ ટ્રેક પર રહેશે.
ત્વચાને યુવાન રાખેઃરાગી નિયમિત ખાવાથી ત્વચા યુવાન અને ચમકીલી બને છે. તેમાં મેથિઓનાઈન અને લાઈસિન નામના એમિનો એસિડ્સ હોય છે. આ તત્વો ત્વચા પર કરચલીઓ પડતા અને ત્વચા લબડી પડતા અટકાવે છે. રાગી એકમાત્ર એવું અનાજ છે જેમાં વિટામિન ડી રહેલું હોય છે.સામાન્ય રીતે આ વિટામિન સૂર્યપ્રકાશમાંથી જ મળે છે. વિટામિન ડીને કારણે શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ બને છે. આ રીતે પણ રાગી તમને લાંબો સમય યુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે.લોહીની ઉણપ દૂર થાયઃ
રાગીમાં કુદરતી રીતે ભરપૂર પ્રમાણમાં આયર્ન રહેલા હોય છે. આથી હિમોગ્લોબિન ઓછું હોય તેવા દર્દીઓ માટે રાગી આશીર્વાદરૂપ છે. રાગીમાં ફણગા ફૂટે એટલે તેમાં વિટામિન સીનું પ્રમાણ વધી જાય છે જેને કારણે શરીરમાં લોહતત્વ વધુ આસાનીથી શોષાઈને લોહીમાં ભળી શકે છે. ઢગલાબંધ શાકભાજી સાથે રાગી ખાવાથી તમારા શરીરને મહત્તમ લાભ થશે. રાગી ખાતા હોવ તો સાથે વિટામિન સી પણ લેવું જોઈએ.
શરીરને તણાવમુક્ત કરેઃતમને જાણીને નવાઈ લાગશે પણ રાગી સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદરૂપ છે. વ્યગ્રતા, ડિપ્રેશન અને અનિદ્રાથી પરેશાન લોકો માટે રાગી રામબાણ ઈલાજ છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, ટ્રિપ્ટોફન અને એમિનો એસિડ્સ કુદરતી રીતે સ્ટ્રેસ દૂર કરે છે. રિસર્ચ મુજબ માઈગ્રેનમાં પણ રાગીનો લોટ ફાયદાકારક પુરવાર થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપઃરાગીમાં એવા ફાઈબર્સ રહેલા હોય છે જેને કારણે તમને લાંબો સમય સુધી તમારુ પેટ ભરાયેલું હોય તેવો અહેસાસ થાય છે. આ કારણે વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઘટે છે. ઈન્સ્યુલિન એક્ટિવેટ કરીને રાગી બ્લડ શુગર લેવલ પણ કાબુમાં રાખે છે. રાગીનો મહત્તમ લાભ ઊઠાવવો હોય તો તેને સવારના ભાગમાં ખાવું જોઈએ.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર