આ ફળ વાયુ અને કફવર્ધક,બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી જેવા અનેક રોગોને મટાડે છે જાણો તેના વિશે વધુમાં

આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે

એક મીઠું ફળ છે તેનું ઝાડ મધ્યમ ઊંચાઈનું હોય છે. રામફળના વૃક્ષનાં પાંદડા જામફળનાં પાન જેવા હોય છે. ઝાડ ઓછા પ્રમાણમાં મળી આવે છે. રામફળ ઉનાળામાં આવતું ફળ છે. ફળનું આવરણ તપખીરી કેસરી રંગનું હોય છે. રામફળ એ સીતાફળની જાતીનું છે ખાવામાં અતિશય સ્વાદિષ્ટ તેનાં બી સીતાફળમાં થાય છે તેવાં જ પણ પીળા રંગનાં હોય છે.ગાઢ જંગલોની લીલાશ વચ્ચે આ ફળ પાકતું હોઈ તેને રણફળ અગર જંગલી ફળ કહે છે. તે ‘રાનફળ’ ઉપરથી ‘રામફળ’ નામ થઈ ગયું છે.

કાઠિયાવાડમાં મહુવા આઓ તો આ માર્ચ, એપ્રિલ-મે માસમાં રામફળ મળે તો ખાજો.રામફળ સ્વાદમાં મધુર હોય છેએ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી, દાહ-બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી મટાડે છે.રામફળના ઝાડની છાલનું ચુર્ણ સવાર-સાંજ અડધી ચમચી જેટલું થોડા દીવસ લેવાથી નવો કે જુનો મરડો હોય તે પણ મટે છે.રામફળ સ્ત્રીઓને મેન્સ્ટ્રુએશન- માસિકસ્ત્રાવમાં તકલીફ થાય તેને માટે સારું છે.રામફળમાં ભરપૂર પોટેશિયમ છે એટલે રામફળ ખાવાથી માનવીના સ્નાયુ મજબૂત થાય છે.લેવેન્ડરના તેલ સાથે રામફળની લુગદી ભેળવીને શરીરે મસાજ કરવાથી ચામડી સુંદર બને છે.માથામાં ખોડો થયો હોય તો રામફળના વૃક્ષની છાલને વાટીને તેને ખોડા ઉપર લગાવાય છે.મોંઢાના ખીલ માટે રામફળનો ગર્ભ એ મલમ જેવું કામ કરે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *