વિટામિન નો રાજા આ ફળથી ડાયાબિટીસ, કિડની અને લીવર ના ગંભીર રોગોમાં આપશે દવા કરતાં વધુ પરિણામ

આ એક  ઔષધીય ગુણો ધરાવતું રસભરી ફળ છે  કે જેના સેવનથી તમને મોટાભાગની તમામ બીમારીઓ માંથી મુક્તિ મળી શકે છે.એવું પણ બની શકે કે ઘણા લોકોએ કદાચ આ ફળ નું નામ  ક્યારે સાંભળ્યું પણ નહિ હોય. આ ફળ  સ્વાસ્થ્ય માટે એટલું ગુણકારી છે કે જયારે તેના ગુણો વિશે ની માહિતી તમને જાણશો  તો તમે આ ફળ શોધવાનો પ્રયાસ જરૂર થી કરશો.રસભરી એક ઘણું પોષ્ટિક ફળ છે. ગામડામાં રહેલા લોકોને  એના વિષે તરત ખ્યાલ આવી જશે. નાનપણમાં એમણે બહુ ખાધી હશે. આ વનસ્પતિમાં એટલા આરોગ્યવર્ધક અને રોગ નિવારણ ગુણ છે કે તેનો કેવી રીતે  ઉપયોગ કરવો જોઈએ, અને ફાયદા વિષે જાણીએ.

રસભરી (પોપટા)ના વિશ્વ આખામાં જુદા જુદા નામ છે,રસભરી (પોપટા) ઘણા પ્રકારના હોય છે, હકીકતમાં તે પોષક તત્વોનો ભંડાર છે. તેના ૧૪૦ ગ્રામના ખાવાના પ્રમાણમાં આપણી રોજની જરૂરિયાતના વિટામીનબી ૩ ૨૪.૫૦ ટકા અને વિટામીન સી  ૧૭ .૧૧ ટકા  એટલે લીંબુ કરતા બમણું, તેમજ વિટામીન બી૧ ૧૨.૮૩ટકા અને આયરન ૧૭.૫૦ ટકા  સુધી મળી જાય છે.આ ઉપરાંત તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન એ અને બી2  પણ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. અને તેમાંથી મળતા વિશેષ વનસ્પતિક રસાયણ જ તેને વિશિષ્ઠ બનાવે છેડાયાબિટીસમાં રાહત મેળવવા માટે એક વાસણ મા આશરે ૨૫૦ મી.લી. પાણી લઇ તેમાં  રસભરી નાખો. હવે આ વાસણ મા ત્રીજા ભાગ નું પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ નિયમિત આ પાણી ને સવારે ભૂખ્યા પેટે પીવું. આવું કરવાથી શરીરમાં  સુગર નું પ્રમાણ નિયંત્રણ મા રહે છે જેથી ડાયાબિટીસ ના રોગીઓ ને ડાયાબિટીસ માંથી મુક્તિ મળે છે.

ગર્ભકાળમાં બાળકના સારા વિકાસ માટે, પ્રસુતા મહિલાઓની આયરન ની માંગ વધી જાય છે. તેને લગભગ ૨૭ mg આયરન રોજ જરૂરી હોય છે. આ આયરનની ભરપાઈ અનાજ, ફળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સુકા મેવાથી કરી શકાય છે. આહારમાંથી મળતા આયરનનું પ્રમાણ રસભરીના ઉપયોગથી વધારી શકાય છે.આ અતિ-દુર્લભ રીતે મળી આવતા ફળમાં પોલી ફિનાઈલની માત્રા બહુ વધુ જોવા મળે છે. આ ફળને જો નિયમિત આરોગવામાં આવે તો તેનાથી શરીરમાં બનતી કેન્સરની ગાંઠને પણ તે નષ્ટ કરી નાખે છે. આ ફળમાં અમુક એવા તત્વો છે કે જેનાથી શરીરમાં બનતા કેન્સરના કોષો ને તે ધીરે-ધીરે નાશ કરતું જાય છે. આમ જો રોજ આ ફળ ને આરોગવામાં આવે તો કેન્સર જેવા જીવલેણ રોગ માંથી કાયમ માટે મુક્તિ મળી શકે છે.

આ ફળને વિટામીનનો રાજા માનવામાં આવે છે. જેનું મૂળ કારણ છે આ ફળમાં  વિટામીન એ બહુ વધુ પ્રમાણ મળી આવે છે. તેમજ જેના નિયમિત સેવન થી માનવ શરીર ની આંખો થી લગતા દરેક રોગ જડમૂળ માંથી નાશ પામે છે. આ સાથે જો કોઈપણ માણસ ને આંખમાં નંબર હશે તો તે પણ આ ફળ ને રોજ ખાવા થી દૂર થાય છે.આ સાથે આ ફળ ને કેલ્શિયમ તેમજ ફોસ્ફરસ નો બહુ મોટો સ્ત્રોત ગણવામા આવે છે. જેના પરિણામ સ્વરૂપ શરીર ના હાડકા ને મજબૂત બનાવે છે. તેમજ વા કે સાંધા ના દુખાવા ના રોગીઓ માટે તો આ ફળ એક રામબાણ ઈલાજ મનાય છે. આ ફળ નો ઉપયોગ નાના બાળકો ના સર્વાંગી વિકાસ માટે પણ કરી શકાય છે.

લીવર અને કીડનીનું રક્ષણ જણાવી દઈએ કે લીવર અને કીડનીનું fibrosis એવો રોગ છે. જેમાં અંગોમાં રેશા ફેલાતા જાય છે. શોધ દ્વારા સિદ્ધ થયું છે કે રસભરીનો ઉપયોગ ન માત્ર એ રોગો સામે લડે છે પણ તેનાથી બચાવે પણ છે.ઉત્તમ એન્ટીઓક્સીડેંટ :પશ્ચિમી દેશોમાં રસભરીનો ઉપયોગ લીવરના રોગોમાં, મેલેરિયા, ગઠીયાવાત અથવા આર્થરાઈટીસ, અસ્થમા, ત્વચારોગ અને કેન્સર વગેરેમાં કરવામાં આવે છે. શોધ સિદ્ધ કરે છે કે રસભરીમાં એન્ટીઓક્સીડેંટસ હોવાને કારણે જ તે ગુણ મળી શકે છે.આર્થરાઈટીસના રોગમાં રાહત અપાવે છે.વિટામીન બી૩ લોહીને દરેક અંગમાં લાવવાની ક્ષમતા રહે છે. જયારે દરેક અંગમાં લોહી યોગ્ય રીતે પહોચશે તો આર્થરાઈટીસ જેવા રોગ ફેલાઈ નથી શકતા. રસભરીમાં નીયાસીનના વધારાને કારણે તેને આર્થરાઈટીસ માટે રામબાણ ગણવામાં આવે છે.રસભરી સમજણ-ઓળખની કમીમાં ફાયદાકારક છે. આપણી ઉંમર વધવાની સાથે સાથે આપણી સમજણ, ઓળખ તંત્ર પણ એક પ્રકારની કમીથી ગ્રસિત થઇ જાય છે, જેને કારણે આપણને સમજવા, ઓળખવા અને યાદ રાખવામાં તકલીફ થવા લાગે છે

હ્રદય રોગમાં ઘણું ઉપયોગી છે  રસભરીમાં વિટામીન બી1 જેને થાયમિન કહે છે, મોટાપ્રમાણમાં મળે છે. જે આપણી કોશિકાઓમાં એક બીજા સાથે સંવાદ સ્થાપિત કરવા માટે લેવામાં આવે છે. જયારે જયારે કોશિકાઓનો એક બીજા સાથે સંવાદ બગડે છે. તો હ્રદય રોગ જેવા વિકાર ફેલાવા લાગે છે.બી1 થી પરિપૂર્ણ હોવાને કારણે રસભરી હ્રદય રોગથી બચવામાં આપણી મદદ કરે છે.મહિલાઓને ગર્ભકાળમાં બાળકના સારા વિકાસ માટે એમના શરીરમાં આયરનની માંગ વધી જાય છે. તેને લગભગ ૨૭ એમજી આયરન રોજ જરૂરી હોય છે. આ આયરનની ભરપાઈ અનાજ, ફળ, લીલા પાંદડાવાળા શાક અને સુકા મેવાથી કરી શકાય છે. આહારમાંથી મળતા આયરનનું પ્રમાણ રસભરીના ઉપયોગથી વધારી શકાય છે.

 

રસભરીનો લોકો માટે શરુઆતનો ઉપયોગ કેરલના શોલા જંગલોમાં રહેતા મુથુવન જનજાતિ, રસભરીનો ઉપયોગ કમળો અથવા જોન્ડીશના ઉપચારમાં કરે છે. તેમજ કોલંબિયાના લોકો તેના પાંદડાની રાબનો ઉપયોગ દમના રોગ માટે અને મૂત્રલ ઔષધી તરીકે કરે છે.એના પાંદડાને દક્ષીણ આફ્રિકામાં સોજાના ઉપચાર માટે તેના પાંદડાને ગરમ કરીને તેનો શેક આપવામાં આવે છે. આફ્રિકાની જુલુ જનજાતિ તેના પાંદડાના આવસનો ઉપયોગ બાળકોના પેટ સબંધી રોગો માટે કરે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *