કોઈ ઓપરેશન વગર હવે જૂનામાં જૂનો ઢીંચણ નો દુખાવો દૂર કરો આ ઘરેલુ નુસ્ખા અજમાવી જુવો પછી કેમ તમે દોડવા લાગો છો.

આજકાલ મોટાભાગના લોકોને ઢીચણ ના દુખાવા ની તકલીફથી પીડાતા હોય છે. જેના કારણે ચાલવામાં, ઊઠવા, બેસવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. એટલું જ નહીં નાની ઉંમરે ઢીચણ ના ઓપરેશન કરાવવાની જરૂર પણ પડે છે. આનું મુખ્ય કારણ છે બેઠાડુ જીવન. ઢીંચણ એક એવું અંગ છે જેની નસો પીઠના નીચેના ભાગમાંથી પસાર થાય છે. અને ક્યારેક જો બેસવામાં ફેરફાર થાય તો પણ ઢીંચણમાં ખૂબ જ દુખાવો થાય છે. અને નાની ઉંમરે જ ઓપરેશન કરાવવું પડે છે. આજે અમે તમને કેટલાક એવા ઘરેલૂ નુસખા બતાવવાના છીએ કે,

જેના દ્વારા ઢીંચણ નો દુખાવો કાયમ માટે મટી જશે. અને કોઈપણ દવા લેવાની પણ જરૂર નહીં પડે તો ચાલો જાણીએ તેના વિશે.મેથીના દાણા તે શરીરના કોઈપણ દુખાવા માટે કારગર ઉપાય છે. રોજ સાંજ 10 થી 12 મેથી દાણાને થોડા પાણીમાં પલાળી સવારે તે મેથીને ગળી જવી અને મેથીનું પાણી હોય તે પી જવું. 15 થી 20 દિવસ સુધી આવું કરવાથી ઢીચણ ના દુખાવામાં રાહત થઇ જશે. આ ઉપરાંત સવારે અને સાંજે જમ્યા પછી મેથીનો પાઉડર અડધી ચમચી જેટલો ગરમ પાણી સાથે પીવાથી પણ ઢીંચણના દુખાવામાં રાહત થઇ છે.

મધ, ત્રિફળા અને ઘી એ પણ ઢીંચણના દુખાવામાં રાહત આપે છે. અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ અને એમાં થોડું મધ ભેળવીને ઘી સાથે સવારે તેનું સેવન કરવાથી દુખાવામાં તરત જ રાહત થાય છે. આ ઉપરાંત તુલસીનો રસ પણ એ કોઈપણ દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. રોજ સવારે એક ચમચી તુલસીનો રસ કાઢી એક ગ્લાસ પાણીમાં નાખીને તેનું સેવન કરવાથી દુખાવામાં રાહત થાય છે. અને ઢીંચણ બદલાવવાની પણ જરૂર પડતી નથી.

ઘણી વખત તો ઢીંચણનો દુખાવો એટલો વધી જાય છે કે, જો પાંચ મિનિટ પણ ચાલવામાં આવે તો દુખાવો થાય છે. અને વધારે ચાલી પણ નથી શકતા અને તેની માટે ૪૦ ગ્રામ જેટલો અશ્વગંધા પાવડર, 20 ગ્રામ સુંઠ પાઉડર અને ૪૦ ગ્રામ દળેલી ખાંડ મિક્ષ કરીને રોજ બે ચમચી દૂધમાં નાખીને પીવાથી દુખાવામાં તરત જ રાહત થાય છે. અને સાંધાઓ મજબૂત બને છે.આ ઉપરાંત 50 ગ્રામ સુંઠ, દેશી ગોળ, 10 નંગ અખરોટ અને ૨૦૦ ગ્રામ તલ ને મિક્સ કરીને તેનો પાવડર બનાવી લો.

ત્યારબાદ ગોળને બરાબર ગરમ કરીને ગોળ આવી જાય પછી તેમાં આ પાવડર નાખી દેવા ત્યારબાદ તેના થોડા નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાનો આવું કરવાથી ૨૦ થી ૨૫ દિવસમાં જ દુખાવો કાયમ માટે ગાયબ થઈ જશે. ઘુટણ ના દુખાવાની દૂર કરવા માટે ઓલિવ ઓઈલ પણ ખૂબ જ કારગર છે. ઓલિવ ઓઇલને ઘૂંટણ પર લગાવીને રોજ સાંજે સૂતી વખતે પાંચ મિનિટ સુધી માલિશ કરો. ત્યારબાદ તેને સવારે ગરમ પાણી થોડો શેક કરવાથી પણ થોડાક દિવસમાં જ ફરક દેખાશે.

એવું કહેવાય છે કે, યોગ ભગાડે રોગ યોગ. યોગએ સૌથી વધારે રોગોની એક માત્ર દવા છે. જો રોજ સવારે સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશન વગેરે જેવા આસનો કરવાથી પણ સાંધાના દુખાવામાં રાહત થાય છે. લસણ અને દુધ પણ ખૂબ જ ઉપયોગી છે. અઢીસો ગ્રામ દૂધમાં ચારથી પાંચ લસણની કળી વાટીને દૂધને ઉકાળી રાત્રે એક ગ્લાસ પીવામાં આવે તો જકડાયેલા સ્નાયુઓમાં તરત જ રાહત થાય છે. આ ઉપરાંત સાંધાના દુખાવા માટે પણ ખૂબ જ ફાયદાકારક થાય છે.

મોટાભાગે સાંધાનો દુખાવો થવાનું મુખ્ય કારણ હોય છે વાયુ. લસણ વાયુને દૂર કરે છે. જેના કારણે સાંધાના દુખાવા માં રાહત મળી જાય છે.પપૈયું એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. પપૈયા વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે વિટામિન સીને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ પપૈયુ ખૂબ જ લાભદાયી છે. એટલે આજે લોકોને હાડકાં સંબંધી દુખાવો હોય તે લોકોએ હંમેશા પપૈયાનું સેવન કરવું જોઈએ.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *