5 જ મિનિટમાં દૂર કરો દાંતની પીળાશ, જાણો તેના ઘરેલું ઉપાય…

આપણો પ્રભાવ ચહેરાની સાથે દાંતથી પણ પડતો હોય છે. જો કે કોઈ વ્યક્તિ આપણા શરીરમાં ખોરાકની પાચન શરૂઆત જ્યાંથી શરૂઆત થાય છે એવા દાંતની કાળજી ખુબ જ ઓછી રાખે છે. જો દાંત ખરાબ હોય તો અને દાંતમાં કચરો ભરાઈ રહે તો તે વાસી તે ખોરાક સાથે ભળીને શરીરમાં જાય છે તો તે રોગ ઉત્પન્ન કરે છે.

જ્યારે ઘણા લોકોને દાંતમાં વ્યસન કરવાથી કે ધુમ્રપાન કરવાથી દાંતનો રંગ પણ બદલીને રાતાશ પડતો પીળો થઈ જાય છે. જેના લીધે ઘણા લોકો પરેશાન હોય છે. તમાકુ, ગુટકા અને પાન મસાલાથી ઘણા બધા લોકોને આ દાંત પીળા થતા હોય છે.

ઘણા બધા લોકો દાંત પીળા થવાની આ સમસ્યાથી પણ પરેશાન રહેતા હોય છે. દાંત પીળા થવાની આ સમસ્યાથી દાંતને સફેદ કરવાના અને દાંતમાં ફસાયેલા કચરાને દુર કરવાના ઉપાયો બતાવીશું. જેથી આ ઉપાય કરીને સરળતાથી દાંતને સાફ કરી શકાય.

દાંતને સાફ કરવાનો સરળ ઉપાય હોય તો Eno એક ચમચી લઈને તેને એક વાટકીમાં રાખો, તેમાં થોડી કોલગેટ નાખો. આ કોલગેટ અને ઇનોને બરાબર મિક્સ કરો અને તેમાં લીંબુના 3 થી 4 ટીપા નાખો. આ ટીપા નાખીને એક બ્રશ વડે દાંત પર ઘસો. આ ઉપાય અડધી 15 મિનીટ સુધી કરવાથી તમારા દાંત સફેદ થઈ જશે. જેમ વધારે વખત આ ઉપાય કરશો તેમ વધારે દાંત સફેદ થશે.

તુલસીના પાંદડા પણ દાંતની સફાઈ માટે ખુબ જ ઉપયોગી છે. તુલસીમાં દાંતના પીલાપણું દુર કરવાનો ગુણ હોય છે. તુલસી મોઢા અને દાંતના રોગોથી પણ બચાવે છે. તુલસીના પાંદડાને તડકામાં સુકાવી લઈને તેનો પાવડર બનાવી લેવો. આ પાવડરને ટુથપેસ્ટમાં નાખીને બ્રશ કરવાથી દાંત ચમકવા લાગે છે.

સંતરાની છાલ અને તુલસીના પાંદડા સુકાવીને પાવડર બનાવી લો. આ પાવડરને દાંતો પર હળવા હાથથી મસાજ કરો. સંતરામાં આવેલા વિટામીન સી અને કેલ્શિયમ દાંત પરની પીળાશ દુર કરીને દાંતને મોતીની જેમ ચમક આપે છે.

દાંત પરના પીળા ધાબા અને ડાઘને દુર કરવામાં આ લીંબુ અને ફુદીના તેલ પણ મિક્ષ કરીને લગાવી શકાય છે. ફુદીનો અને રોગ મેરી નો ઉકાળો થોડા પાણીમાં નાખીને બનાવીને પણ મોઢામાં કોગળા કરવાથી દાન પર જામેલા કલર અને બેસી ગયેલો કચરો દુર થાય છે. આ ઉપાય કરવાથી ખુબ જ પ્રભાવી અસર થાય છે અને દાંતને ચમકતા મોટી જેવા બનાવવા ઉપયોગી છે.

લીમડાનો પ્રયોગ પ્રાચીન સમયથી દાંતને સાફ કરવા માટે કરવામાં આવે છે. લીમડાની અંદર દાંતને સાફ બનાવવાના અને બેક્ટેરિયાનો નાશ કરવાના ગુણ મળી આવે છે. તે કુદરતી એન્ટી- બેક્ટેરીયલ અને એન્ટી- સેપ્ટિક છે. દરરોજ લીમડાના દાંતણથી દાંત સાફ કરવાથી કોઈ રોગ નથી થતા અને દાંત પીળા થવાની પરેશાની પણ રહેતી નથી.

ખાવાનો સોડા પીળા દાંતને સફેદ બનાવવા માટેનો સૌથી સારો ઘરેલું ઉપાય છે. બ્રશ કર્યા બાદ થોડોક ખાવાનો સોડા લઈંને દાંત સાફ કરો. તેનાથી દાંત પર જમા થયેલી પીળી પરત ધીમે ધીમે સાફ થઇ જાય છે. ખાવાનો સોડા અને થોડું મીઠું ટુથ પેસ્ટમાં ભેળવીને બ્રશ કરવાથી દાંત સાફ થઈ જાય છે.

સ્ટ્રોબેરી દાંતને સફેદ અને ચમકતા બનાવવાનો સૌથી ઉત્તમ ઉપાય છે. સ્ટ્રોબેરીમાં મળી આવતો મૌલિક એસીડ દાંતોને સફેદ અને ચમકદાર બનાવે છે. પહેલા સ્ટ્રોબેરી વાટી લો. તેના આ રસમાં થોડોક ખાવાનો સોડા ભેળવો. બ્રશ કર્યા બાદ આ મિશ્રણને આંગળીની દાંત પર લગાવો. થોડા દિવસ સુધી આ ઉપાય નિયમિત કરવાથી દાંત ચમકવા લાગશે.

આ સિવાય દાંતની સફાઈ દરમિયાન ફ્લોસ કે ઈન્ટર ડેન્ટલ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. હળવા હાથેથી દિવસમાં એક વાર દાંત ઉપરથી નીચેના ભાગ પર સફાઈ માટે ફ્લોરાઇડ યુક્ત ટુથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ.

ઘણા લોકો દાંત સફાઈ કરવા માટે દોરાનો ઉપયોગ કરે છે. દાંતની સફાઈમાં બ્રશ બધી જગ્યાએ જઈ નથી શકતું, જેના લીધે ત્યાં કચરો રહી જાય છે, માટે એક દોરો લઈને તેને દાંતની વચ્ચેથી પસાર કરવો જોઈએ. જેનાથી દાંત ચોખ્ખા રહે છે. આ પદ્ધતિને ફ્લોસિંગ કહેવામ આવે છે.

મીઠું અને તેલથી દાંત સફાઈ કરવામાં આવે તો દાંત ચમકે છે. આ માટે અઠવાડિયામાં એક વખત મીઠું અને તેલથી દાંત સાફ કરવા માટે અડધી ચમચી મીઠામાં 2 ટીપા સરસવનું તેલ નાખીને હળવી માલીશ કરો. તેનાથી દાંત પર રહેલી પીળાશ ધીરે ધીરે જતી રહે છે.

ગાજર અને લીંબુનું જ્યુસ લઈને દાંતને ચમકતા મોતી જેવા બનાવ શકાય છે. સૌથી પહેલા ગાજરને છીલી નાખો અને પછી તેના ટુકડા કરી નાખો. આ ટુકડાને લીંબુના રસમાં નાખીને દાંત પર રગડો. ગાજરને દાંત પર રાગ્ડ્યા બાદ પાંચ મિનીટ સુધી રહેવા દો. પાંચ મિનીટ રહેવા લીધા બાદ મોઢું ધોઈ નાખો અને કોગળા કરી લો. આ ઉપાય કરવાથી દાંત સ્વસ્થ ચમકતા થઇ જશે. લીંબુમ વિટામીન એ હોય છે જે દાંત પર જામેલો કચરાને અને ડાઘને દુર કરવામાં ઉપયોગી છે.

આદું અન્ય રોગમા ઉપયોગી હોવાની સાથે દાંત માટે પણ ઉપયોગી છે. આં ઉપાય માટે સુથી પહેલા આદુનો પેસ્ટ તૈયાર કરો. તેને દાંત પર રગડી નાખો. આ પેસ્ટ દાંત પર થોડી મીનીટ સુધી રહેવા દો. આ પછી મોઢું કોગળા કરીને ચોખ્ખું કરી નાખો. આ ઉપાય કરવાથી દાંત ચમકતા થશે. આદુમાં વિટામીન સી હોય છે જે દાંતને ચોખ્ખા રાખે છે.

લીંબુની છાલ લઈને તેને દાંત પર રગડો. આ રીતે તમે અઠવાડિયામાં બે થી ત્રણ આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી લીંબુના એસીડીક ગુણના લીધે દાંત પર ચોટી ગયેલો કચરો અને પીળાશ દુર થાય છે. આ ઈલાજથી દાંત શુદ્ધ રહે છે.

સફરજનનો સરકો– એપ્પલ સાઈડ વિનેગાર તમારા દાંતો પરનું પીળા પણું દુર કરીને, તમને દાંત સફેદ અને ચમકદાર બનાવવા ઉપયોગી છે. આ માટે એક કપ પાણીમાં અડધી ચમચી સફરજનનો વિનેગાર લો અને જ્યાં સુધી દાંત પર ટુથબ્રશની સહાયતાથી દાંત પર બ્રશ કરો. જ્યાં સુધી બ્રશ કરો કે તમારા દાંત સાફ ન થઈ જાય. દાંત પરના ડાઘ હટવાની સાથે ધીરે ધીરે દાંત પર ચમક પણ આવશે.

કેળાની દાંતને સાફ કરવા માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. કેળું જેટલું ઉપયોગી છે એટલી જ તેની છાલ પણ ઉપયોગી છે. કેળાની છાલનો જે સફેદ વાળો ભાગ છે જેના દ્વારા દાંતને દિવસમાં 1 થી 2 મિનીટ સુધી રગડો અને તે પછી દરરોજની જેમ બ્રશ કરી લો. કેળામાં આવેલું પોટેશિયમ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ દાંતને શુદ્ધ કરી નાખે છે. આ ઉપાય કરવાથી દાંત સ્વચ્છ અને ચમકતા રહે છે.

ટુથ વ્હાઈટ કીટ દાંતની સફાઈ માટે ઉપયોગી છે. બજારમાં આ કીટ આસાનીથી મળી રહે છે. આ કીટમાં બાર્માઈડ પેરોક્સાઈડ નામની બ્લીચ હોય છે. દાંત પર જામેલા ઘેરા ડાઘને હટાવવા માટે મદદ કરે છે. જો તમારા દાંતમાં કોફીનો રંગ બેસી ગયો છે તોં કીટ તમારા માટે ખુબ જ સહાયતા કરે છે. તમે પેરોક્સાઈડ જેલનો પ્રયોગ પણ દાંતની સફાઈ કરવામાં કરી શકો છો. તમે આ કીટ ઉપાય 30 થી 40 મિનીટ દરરોજ, લગાતાર એક અઠવાડિયા સુધી દાંત પર લગાવવાનો પ્રયોગ કરશો તો દાંત સમ્પૂર્ણ સફેદ થઇ જશે.

નારીયેલ તેલથી દાંતને સાફ કરીને ચમકતા કરી શકાય છે. નારિયેળનું તેલ પીળાશ દુર કરવાના ખુબ જ પ્રભાવી ઉપાય માંથી એક છે, નારીયેલ તેલ વાસ્તવમાં દાંત સાફ કરી શકે છે. આ ઉપાય માટે એક ચમચી નારિયેળ તેલને તમારા મોઢામાં લો ને પાંચ મિનીટ સુધી બધી બાજુ ઘુમાવો. તમે બ્રશમાં પણ થોડા ટીપા નારીયેલ તેલ નાખીને દાંતણની જેમ પ્રયોગ કરવાથી દાંત સાફ થઇ જાય છે, આ પછી કોગળા કરવાથી ખુબ જ સારું પરિણામ આવે છે.

હળદર એન્ટીસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણ ધરાવે છે. એક ચપટી ભરીને હળદરને તમારા બ્રશમાં નાખીને દાંત પર બ્રશ કરો. આ પછી પાણીથી કોગળા કરીને મોઢાને સાફ કરી લેવથી દાંત સાફ થવા લાગશે, આ ઉપાય માત્ર એકવાર કરવાથી તમને તેનો પ્રભાવ જોવા મળશે. દરરોજ આ ઉપાય કરવાથી દાંત સંપૂર્ણ સ્વચ્છ થઇ જશે અને ચમકવા લાગશે.

આંમ, ઉપરોક્ત ઉપાયો કરીને દાંતમાંથી કચરો દુર કરી શકાય છે, દાંત પર બાઝેલા પીળા કે કાળા ડાઘ કે ધબ્બાને દુર કરી શકાય છે. આ રીતે ઉપાય કરવાથી દાંતો ચમકતા મોટી જેવા બની જશે. આપણા આયુર્વેદમાં દાંતન સાફ રાખવા માટે દિવસમાં સવારે અને સાંજે સૂતી વખતે એમ બે વખત બ્રશ કરવાનું બતાવવામાં આવ્યું છે. આવી આદત પાડવામાં આવે તો દાંતની સમ્પૂર્ણ સફાઈ કરી શકાય અને દાંતને ચોખ્ખા રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને દાંતને સફળ બનાવવામાં મદદ મળે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *