ઉનાળામાં ટેટીના ખાવાના ભરપુર ફાયદા
સિઝનેબલ ટેટીના ફાયદા ટેટીને સિઝનેબલ ફળ તરીકે ઓળખવામાં આવે છે . તેનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ છે . ગરમીમાં ટેટીનું સેવન કરવું સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારકમાનવામાં આવે છે , કારણ કે તેમાં પૌષ્ટિક તત્ત્વોની સાથે સાથે પાણીનો સ્ત્રોત પણ સારા પ્રમાણમાં હોય છે આથી ઉનાળામાં તેતી ખાવાથી પાણીની કમી નથી થતી . ગરમીમાં તે શરીરને ડિહાઈડ્રેટ થવાથી બચાવે છે . આ ઉપરાંત બીજી અનેક રીતે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે . આંખોને રાખે સ્વસ્થ ટેટી આંખની દૃષ્ટિને વધારે છે . તેમાં રહેલું વિટામિન એ આંખ માટે ઘણું ફાયદાકારક છે . આ ઉપરાંત ટેટી વધતી ઉંમરને કારણે થતો મેકુલર ડિજનરેશન ( એએમડી ) ને કારણે થતી આંખસંબંધી સમસ્યા જેમ કે , મોતીયા જોવાની , ચોખું ન જોઈ શકવું અને અંધાપામાં પણ ફાયદાકારક છે . સામાન્ય રીતે શરીરમાં શૂટિન અને જેક્સથિનની કમીને કારણે આ સમસ્યાઓ થતી હોય છે જે ટેટીમાંથી મળી રહે છે . પાચનશક્તિમાં કરે છે સુધારો પાચનશક્તિ સુધારવા માટે પણ ટેટી ઘણી લાભકારી છે . ફાઈબર પાચનતંત્રની પ્રક્રિયાને સારી બનાવે છે અને ટેટીમાં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે , જે પાચનક્રિયાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે . ટેટી એક રસાદાર ફળ છે . તેમજ ટેટી પચવામાં પણ હલકી હોય છે . આ સાથે તે શરીરને ઠંડક પણ આપે છે .
આપને વિનંતી છે કે અમારી website ને વધુ ને વધુ SUBSCRIBE કરો, LIKE કરો, SHARE કરો, COMMENT કરો અને અન્ય મિત્રો સુધી પહોંચાડો. જેથી દરેક ને અમારી website નો લાભ લઇ શકે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર