અનેક રોગોનું નિવારણ કરે છે આ એક માત્ર ઔષધિ, ફાયદા જાણીને તમે પણ કરવા લાગશો તેનું સેવન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સંચળ કાળું મીઠું નું ભારતીય ભોજનમાં બહુ મહત્વનું સ્થાન છે. ચાટ, ચટણી, રાયતું સહિત અનેક ભારતીય વ્યંજનોમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. ભારતીય ચાટ મસાલો પોતાની ખુશ્બુ અને સ્વાદ માટે સંચળ પર નિર્ભર કરે છે.મિત્રો તમને જણાવી દઈએ કે સંચળ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે અને મોટાભાગના લોકો ખાવામાં સંચળ નો ઉપયોગ કરે છે.હાલમાં આયુર્વેદ એ પણ ગુણકારી માન્યું છે. અને રોજ થોડું સંચળ ખાવાથી ઘણા રોગો સારા થાય છે. સંચળમાં મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ હોય છે. આ સિવાય તેમાં થોડી માત્રામાં સોડિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરે પણ ભેળવવામાં આવે છે.સંચળ સોડિયમ ક્લોરાઇડ ને કારણે ખારો સ્વાદ આપે છે, તમામ સલ્ફર ક્ષાર તેના અલગ સ્વાદ અને ગંધ માટે જવાબદાર છે.

મિત્રો ઘણીવાર સંચળને શાકભાજીમાં નાખીને પણ ખાઈ શકાય છે. ઘણા લોકો તેને દહીંમાં મેળવીને પણ ખાવાનું પસંદ કરે છે. આના સિવાય લીંબુ પાણી બનાવતી વખતે તેમાં સંચળ નો ઉપયોગ કરી શકો છો.જે લોકો પોતાનું વજન ઓછું કરવામાં લાગી રહ્યા છે, તે લોકોએ સંચળ નો ઉપયોગ કરવો જોઈએ. સંચળ માં સોડિયમની માત્રા ઓછી હોય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સંચળ ખાવાથી પેટ સ્વસ્થ રહે છે અને ગેસની સમસ્યાથી રાહત મળે છે. જે લોકોમાં ગેસની સમસ્યા વધુ હોય છે,તેઓએ આહારમાં રોજ થોડું સંચળ ઉમેરીને ખાવું જોઈએ. એ જ રીતે, સંચળને એસિડિટી અને કબજિયાત માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.સંચળ તણાવ દૂર કરે છે અને મન શાંત પડે છે. જો તણાવ માં છો, તો સૂતા પહેલા દરરોજ રાત્રે થોડો સંચળ ચાટવો. તેનાથી આરામ મળશે. ખરેખર સંચળ આપણા શરીરમાં સેરેટોનીન હોર્મોન વધારવાનું કામ કરે છે.અનિદ્રાના કિસ્સામાં પણ સંચળ ખાવાથી ફાયદો થાય છે, સંચળ ખાવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.સંચળમાં મિનરલ્સનું પ્રમાણ રહેલું છે. તે શરીરના હાઇડ્રોજન ના પ્રમાણ ને સરખું રાખે છે, કોશિકાઓ મિનરલ્સનું અવશોષણ કરે છે, જેનાથી રક્તકણનું પ્રમાણ વધે છે. સંચળનું સેવન કરવાથી મિનરલ્સનું પ્રમાણ પણ વધે છે, જેનાથી શરીરનો ઝેરીલો પદાર્થ શરીરમાંથી બહાર નીકળી જાય છે. સંચળમાં રહેલા તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે.

સંચળ માં રહેલા તત્વો વાળનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે રોજ સંચળ મિક્સ કરેલું પાણી પીવાથી વાળ ખરશે નહીં અને ખોડો દૂર થશે. સંચળ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે રોજ તેનું પાણી પીવાથી હૃદય ની બીમારી નું સંકટ ટળશે. સંચળ ઈન્સુલિન નું સ્તર નિયંત્રિત કરે છે તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત થાય છે અને ડાયાબિટીસ નું સંકટ ટળે છે.દાંતને સફેદ કરવા માટે સંચળનો ઉપયોગ કરવામાં આવે છે અને સંચળના પાણીથી કોગળા કરવાથી મોં પણ સ્વસ્થ રહે છે અને ગળાની ખરાશ પણ દુર થઇ જાય છે.એટલા માટે સંચળ અથવા મીઠાથી દાંત પર મસાજ કરીને પછી હુફાળા પાણીથી કોગળા કરવા જોઈએ. જેનાથી દાંતમાં ઘણો ફાયદો જોવા મળે છે અને દાંત સફેદ થાય છે.શરીરના કોઈપણ ભાગના સોજાને ઓછો કરવા માટે સંચળ નો પ્રયોગ કરવો જોઈએ. ઘાવ અને સાંધાના દુખાવા અથવા સોજા થાય ત્યારે સંચળનો શેક કરવો જોઈએ. તમે સંચળને કોઈ મોટા વાસણમાં નાખીને તેને સારી રીતે ગરમ કરો. અને કોટનના કપડામાં બાંધી લો. આ કપડાને સૂતી વખતે સોજા અથવા તો દુખાવા પર શેક કરો.

સોજા અથવા તો દુખાવો ઓછો થઈ જાય છે અને તમને આરામ મળશે સંચળ માં રહેલા તત્વો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ નિયંત્રિત કરે છે તેનાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે. સંચળનું પાણી પીવાથી ગળાની ખરાશ અને ગળા ના દર્દ ની તકલીફ દૂર થાય છે. સંચળ માં ભરપૂર આયર્ન હોય છે તેથી તેનું પાણી પીવાથી એનિમિયા લોહીની ઉણપ ની તકલીફ દૂર થશે.સંચળ નું પાણી પીવાથી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નો નાશ થાય છેરોજ તેનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની તકલીફ નું સંકટ ટળે છે. સંચળનું પાણી પીવાથી પેટ ફૂલવું અને ખાવાનું ખાધા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.સામાન્ય રીતે ભારતીય કાળું મીઠું રસોડામાં બનતી વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પણ આયુર્વેદ સારવારમાં તેને એક ઔષધિ તરીકે ગણવામાં આવે છે. જણાવી દઈએ કે સામાન્ય દેખાતું આ કાળું મીઠું પેટની ખરાબી, સોજો, પેટ ફૂલવું, ગન્ડમાલા, હિસ્ટીરિયા, મોટાપો, ઊંચા લીહીનું દબાણ, થાઈરોઈડ, ચર્મ રોગો સાથે સાથે નબળી દ્રષ્ટિના રોગીઓ માટે ઘણું જ ઉપયોગી છે.અને આ મીઠું નિયમિત ખાવાના મીઠામાં ઉમેરીને લઇ શકાય છે. તેના ગુણ સિંધા મીઠા એટલે કે સિંધવ મીઠું જેવા જ છે.મિત્રો જો તમારી પણ સ્વસ્થ જીવન જીવવાની ઈચ્છા છે તો એના માટે રોજ સવારે કાળું મીઠું પાણીમાં ભેળવીને પીવાનું શરુ કરી દો. આ મિશ્રણને સોલ્ટ વોટર કહેવામાં આવે છે. અને આ સોલ્ટ વોટરથી તમારું બ્લડ શુગર, બ્લડપ્રેશર, ઉર્જામાં સુધારો, મોટાપો અને બીજી જાતની બીમારીઓ તરત જ ઠીક થઇ જશે.

પણ એક વાતનું જરૂર ધ્યાન રાખજો કે તમારા રસોડામાં રહેલા સાદા મીઠાનો પ્રયોગ ન કરશો. નહિ તો તે ફાયદો નહિ કરે. કાળા મીઠામાં ૮૦ ખનીજ અને જીવન માટે જરૂરી બધા કુદરતી તત્વ મળી આવે છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સફેદ મીઠાની સરખામણીએ કાળા મીઠામાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે. અને એ જ કારણ છે કે ભારતમાં ઊંચા લોહીના દબાણને કારણે ઓછું મીઠું ખાવા વાળાના આહારમાં કાળું મીઠું ઉમેરવાની ભલામણ કરી શકાય છે.આવો તમને મીઠા વાળું પાણી બનાવવાની રીત જણાવીએ.મીઠા વાળું પાણી બનાવવા માટે એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં એક ચમચીના ત્રીજા ભાગ જેટલી ચમચી કાળું મીઠું ભેળવો. પછી ગ્લાસને હલાવીને મીઠું ભેળવો અને ૨૪ કલાક માટે મૂકી રાખો. આ ગ્લાસને ઢાંકણથી ઢાંકી દો.રોજ સવારે મીઠા વાળું પાણી પીવાથી થાય છે આ સ્વાદનો ખજાનો સામાન્ય રીતે ભારતીય કાળું મીઠું ચટણી, દહીં, અથાણું, સલાડ અને ઘણા ફળો સહીત અન્ય ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

કારણ કે તે વાનગીઓમાં સ્વાદ ઉમેરવા માટે ઉત્તમ છે. તેમજ તે સામાન્ય રીતે શાકાહારી લોકો દ્વારા વધારે વાપરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં વધુ પરસેવાને લીધે શરીરે ગુમાવેલ મીઠાને પાછું મેળવવા માટે, ભારતીય કાળા મીઠાને સ્વચ્છ પીણામાં સ્વાદ લાવવા માટે ભેળવીને પીવામાં આવે છે.ત્વચા રોગ તમને જાણીને નવાઈ લાગશે પણ મીઠામાં રહેલ ક્રોમીયમ એક્ને સામે લડે છે, અને સલ્ફરથી ત્વચા ચોખ્ખી અને કોમળ બને છે.તે ઉપરાંત મીઠાવાળું પાણી પીવાથી એગ્જીમા અને રેશની તકલીફ દુર થાય છે.પાચન સુધારે જણાવી દઈએ કે મીઠા વાળું પાણી મોઢામાં લાળ વાળી ગ્રંથીને સક્રિય કરવામાં મદદ કરે છે. અને શરીરમાં સારી પાચન શક્તિ સ્થાપિત કરવા માટે આ પહેલું પગલું ખુબ જરૂરી છે. પેટની અંદર કુદરતી મીઠું હાઈડ્રોકલોરીક એસીડ અને પ્રોટીનને પચાવનાર ઇંજાઈમને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. તેનાથી ખાધેલું ભોજન તૂટીને આરામથી પચી જાય છે.તે ઉપરાંત ઈંટેસ્ટાઇનીલ ટ્રેકટ અને લીવરમાં પણ ઇંજાઈમને ઉત્તેજિત થવામાં મદદ મળે છે, જેનાથી ખાવાનું પચવામાં સરળતા રહે છે.વાળ માટે જો તમે રોજ કાળા મીઠાનું સેવન કરો છો, તો તમારા વાળમાં થવા વાળી રુસીની સમસ્યા ઘણી જલ્દી જ દૂર થઇ જાય છે. અને એટલું જ નહીં કાળું મીઠું તમારા વાળોની મજબૂતીને પણ હંમેશા માટે કાયમ રાખવામાં મદદગાર સાબિત થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *