સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે અપનાવો આ ટિપ્સ, એકદમ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બનશે !!

સેન્ડવિચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી: 1 કપ તૂવેર દાળ 1 કપ ચણાની દાળ 1/2 કપ મગની દાળ 1/2 કપ અડદની દાળ 6 કપ ચોખા અથવા ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 કપ ખાટું દહીં 1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ 1 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન રાયના દાણા 1 ટીસ્પૂન તલ 1/2 ટીસ્પૂન હીંગચટણી બનાવવા માટે 1 જૂડી લીલા ધાણા 3-4 મધ્યમ કદના લીલા મરચાં 2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ 1 ટીસ્પૂન લીંબુનો રસ સ્વાદ અનુસાર મીઠું રીત: – બધી દાળ અને ચોખાને 6-8 કલાક પલાળીને રાખો. – હવે આ મિશ્રણમાં યિસ્ટ અને ખાટું દહીં મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને આથો આવવા માટે મૂકી દો. – આદુ-લસણ-મરચાંની પેસ્ટને આ આથામાં મિક્સ કરો. – તેમાં હળદર અને મીઠું મિક્સ કરો. – એક નાના પેનમાં તેલ ગરમ કરો અને બેકિંગ પાવડર ઉમેરો. – જ્યારે આથામાં નાના પરપોટા જોવા મળે ત્યારે આ મિશ્રણને આથામાં મિક્સને બરાબર હલાવો. – ત્યાર બાદ ચટણીની બધી સામગ્રીને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો.

ચટણી તૈયાર છે. – હવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાડીને આથો તેમાં પાથરો. – આ થાળીને સ્ટિમ કુકરમાં 5-8 મિનીટ સુધી પકાવો. – ત્યાર બાદ તૈયાર કરેલી ચટણીને થાળીમાં રહેલા ખીરા પર એકસમાન સ્તરમાં પાથરો. – હવે ચટણી પર ફરી ખીરું પાથરો અને 10-12 મિનીટ સુધી પાકવા દો. – બહાર કાઢ્યા બાદ થાળીને ઠંડી થવા દો. ત્યાર બાદ ઢોકળાને નાના ચોરસ કે ડાયમંડ શેપમાં કાપી લો. – એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા અને તલ ઉમેરો. – રાયના દાણા ફૂટે એટલે તેમાં હીંગ નાંખીને તેને આંચ પરથી ઉતારી લો. વઘારને કાપેલા ઢોકળા પર રેડો. – લીલા ધાણા અને છીણેલા નાળિયેર સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.