અત્યારે જ અપનાવો આ અદભુત ઉપાય શરદી થી લઈને ઉધરસ તેમજ શરીરની ઘણી સમસ્યા ને કરશે જડ થી દુર…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા મારે કઇ નવું જ રાજ્યમાં ચોમાસા માં એક તરફ વાતાવરણ ખુશનુમા બન્યું છે ત્યારે બીજી તરફ બીમારી ફેલાવવાની શરૂ થઇ છે.તો આ સમયે આપણે આપણા અને પરિવારના સ્વાસ્થ્યની પુરેપુરી સંભાળ રાખવી હિતાવહ છે.ચોમાસા ની ઋતુમાં પેટનો દુ:ખાવો, ગળામાં ઇન્ફેક્શન અને સોજો, તાવ જેવી સમસ્યા થવી એ સામાન્ય વાત છે.આ બધાથી બચવા આપણા શરીર માટે ઘરેલુ ઉપાયો ખૂબ જ લાભકારી સાબિત થાય છે.તો આજે આપણે સરળ ઘરેલુ નુસખા જાણશું જેનાથી તમે બીમારીથી બચી શકશો તે જોઇએ.એક ગ્લાસ પાણીમાં એક નાનકડી ચમચી તજ પાવડર, વાટેલા કાળા મરીનો પાવડર અને અડધી ચમચી મધ નાખીને આ મિશ્રણ અડધુ રહે ત્યાં સુધી ઉકાળોતે પછી થોડુ ઠંડુ થતા પી લો. આ પીવાથી તાવ, શરદીમાં રાહત મળે છે.બે ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીદાણા નાખીને ઉકાળો.જ્યારે પાણી અડધુ રહી જાય તો તેમાં એક નાનકડી ચમચી હળદર અને મીઠુ મિક્સ કરો.કુણુ થતા દિવસમાં 3,4 વાર કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થઈ જાય છે.

 

આદુ, ગોળ, મરી, તુલસી, લવિંગનો ઉકાળો બનાવી પીવાથી ખૂબ ફયદો થાય છે.ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ સ્નાયુઓ મજબૂત થાય છે.આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ પીઓ.તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે ગળાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ એક સામાન્ય બાબત છે. શરદી ઉધરસ થતા પહેલા તમારા ગળામાં દુખાવો થાય છે. આ લેખમાં જાણો ગળામાં ખરાશ પડે તો તેને દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર. લાંબા સમય સુધી ગળામાં દુખાવો થવો ઘણી તકલીફ આપે છે. આ સાથે જ તે તમારા ગળાને જામ કરી દે છે. ગળામાં પડતી ખરાશ અન્ય બીમારીઓની જેમ લાંબા સમય સુધી રહેતી નથી. પરંતુ કેટલાક દિવસોમાં જ આ તમને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરી બીમાર કરી દે છે. ગળામાં ખરાશ એક ખુબ જ સામાન્ય શ્વસનક્રિયા છે.

તે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગળાની નાજુક અંદરની બાજુ વાયરસ બેક્ટેરિયામાં સંક્રમતિ થાય છે. જેના પરિણામે સુજન, સ્ત્રાવ ઉધરસના પ્રભાવના લક્ષણ હોય છે. ક્યારેક ક્યારેક લાંબા સમય સુધી ગળામાં રહેતી ખરાશ કોઈપણ ગંભીર બીમારીનું સંકેત થઇ શકે છે. આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરને બતાવો અને સંપૂર્ણ સારવાર લો. સામાન્ય રીતે ગળાના દુખાવાનું કારણ વાયરલ છે અને તે અમુક સમય પછી પોતે જ ઉપચાર કરે છે, પરંતુ તે જે દિવસો ચાલે છે તે ખૂબ પીડાદાયક છે.જાણો ગળાની ખરાશને દૂર કરવાના નુસખા દર 2 કલાકે ગરમ પાણીમાં મીઠું નાખોને કોગળા કરો, કારણ કે ગરમ પાણી અને મીઠું ગળામાં ઠંડક આપે છે, એન્ટિસેપ્ટીક હોવાના કારણે તે ચેપ ઘટાડવામાં મદદ કરે છે. રાત્રે ઊંઘતા સમયે દૂધ અને અડધું પાણી મિક્સ કરીને પીવો. સૂકું ભોજન, સોપારી, ખટાશ, માછલી, અડદ અને આ વસ્તુનું  ખાવાનું ધ્યાન રાખો 1 કપ પાણીમાં 4-5 કાળા મરી અને તુલસીના 5 પાંદડા ઉકાળો અને કાણું બનાવવું અને ધીમે ધીમે પીવું.

વધુ તેલ અને તેલયુક્ત ઉત્પાદનો ખાવાનું ટાળો. ગળામાં ખરાશ થવા પર તરસ લાગે તો હૂંફાળું પાણી પીવો મરીને 2 બદામ સાથે મિક્સ કરીને સેવન કરવાથી ગળાના રોગોથી છુટકારો મળી શકે છે. શરીરમાં ટોક્સિનની હાજરી ગળામાં દુખાવો વધારે છે, તેથી વધારે પ્રવાહીનો ઉપયોગ કરો જેથી શરીરમાંથી ઝેર બહાર નીકળી જાય. આદુવાળી ચા પણ ગળામાં ખરાશમાં ખુબ જ ફાયદાકારક છે. બે કે ત્રણ લવિંગ સાથે એક અથવા બે લસણ કળીઓને ગ્રાઇન કરીને પેસ્ટ કરો અને થોડું મધ ઉમેરો. આ મિશ્રણ દિવસમાં બે અથવા ત્રણ વાર લો. દૂધમાં થોડી હળદર મૂકો, તેને ઉકાળો અને પથારીમાં જતા પહેલાં પીવો.આજકાલ કોઈપણ સિઝન હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ શકે છે, ત્યારે જાણી લો ગળાના દુખાવાના બે દિવસમાં કેવી રીતે મટાડી શકાય

કાળા મરી શરદી અને તાવ માટે ખૂબ જ ગુણકારી હોય છે. છ કાળા મરી ઝીણા વાટીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસા સાથે મિક્સ કરી થોડા દિવસ સતત રોજ રાત્રે કોગળા કરવાથી ખાંસી-શરદી તેમજ ગળાનો દુખાવો દૂર થઈ જાય છે ગળાની બળતરાથી છુટકારો મેળવવા માટે તમાલપત્રને પાણીમાં ઉકાળીને કોગળા કરવા જોઈએ. આ સિવાય ડુંગળીને વાટીને સંચળ અને જીરુ મિક્સ કરી ખાવુ જોઈએ. આવુ કરવાથી ગળાની બળતરા સારી થઈ જાય છે. આખા ધાણા સૂકા ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. અને ગળાના સોજામાં પણ રાહત થાય છે.ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાનો સ્વાદ બન્યો રહે છે. ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.

દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ ભેળવીને જીભ ઉપર ચોપડવાથી ગળાના દુખાવામાં રાહત મળશે. લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.ડુંગળીના કચુમ્બરમાં જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. અને કફની ખરેટી બાજતી નથી. તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે. મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે. ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.ગરમ પાણીમાં નમક-હળદર નાખી ગરમ પાણીના કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે.પાણીમાં જાયફળ ઉકાળી કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *