આજ ના યુગ મા આવા સંત નહી જોયા હોય ! કંતાન ના કપડા પહેરે અને વર્ષો થી છે મૌન જ્યારે ભોજન મા

ગુજરાતની પાવન ધરા સ્વયં ઇશ્વરોના ચરણો થી પવિત્ર થયેલ છે, જ્યારે સૌરાષ્ટ્રની ભૂમિતો સાધુ સંતોના આર્શિવાદ થી પવિત્ર થયેલ ભુમી છે. આ ભૂમિમાં અનેક સાધુ સંતોએ સનાતન ધર્મની કાજે અનેક સદ્દકાર્ય કર્યા છે. ત્યારે આજે આપણે એક એવા પરમ હિતકારી સંત વિશે જાણીશું, જેના વિશે ઘણા લોકો ઓછા જાણતાં હશે. આજે આપણે પરમ પૂજ્ય સંત શ્રી કાળું બાપુના જીવન વિશે જાણીશું.

સૌરાષ્ટ્રની પવિત્ર ધરામાં અનેક સંતો નિવાસસ્થાન કર્યું છે. સદાવ્રતની જ્યોત પ્રજ્વલિત કરીને ધર્મનો પ્રચાર કરીને લોકોમાં ભજન ભક્તિ અને સત્સંગના બજ રોપ્યા છે. સૌરાષ્ટ્રનું એક એવું જ ધામ એટલે બગદાણા. હવે બગદાણા નામ આવતાની સાથે જ પરમપુજ્ય બાપાસીતારામ યાદ આવી જાય પરતું તમને જાણીને નવાઈ લાગશે કે, આ પવિત્ર ધરામાં શ્રી કાળું બાપુ એ ધૂણી ધખાવીને અનેક જીવોનું કલ્યાણ કર્યું છે.

પરમ પૂજ્ય શ્રી કાળુબાપુનું ધામ એટલે ભાવનગર ના ઉમરાળા તાલુકાના હડમતીયા. આ ગામમાં બાપુનો આશ્રમ આવેલો છે.
અનેક ભાવિ ભક્તો બાપુના આશ્રમમાં દર્શનાર્થે આવે છે અને અહીંયા બાપુના દર્શન થકી ધન્યતા અનુભવે છે. જે રીતે જલારામ બાપા અને સતાધાર, પરબ જેવા ધામોમાં અન્નક્ષેત્ર ચાલુ છે , એવી જ રીતે આ ધામમાં અનેક વર્ષો થી અન્નક્ષેત્ર ચાલુ છે.

બાપુના નેતુત્વમાં અહીંયા ધાર્મીક પ્રસંગોની સાથે દર વર્ષે સમુહ લગ્ન નુ આયોજન પણ કરવામા આવે છે. આ આશ્રમ ના સંત ની ખાસ વાત એ છે કે બાપુ નુ જીવન એક દમ સરળ અને નિર્ગુણ છે જે એક સાધુનું હોવું જોઇએ. તેઓ કોઈપણ વસ્ત્ર નહીં પરંતુ શરીર પર કંતાન ના વસ્ત્રો અને અને હંમેશ ના માટે મૌન રહે છે અને તેઓ સદૈવ પોતાની કુટીરમાં ધ્યાન અવસ્થામાં રહે છે.

લોક વાયક મુજબ કહેવાય છે કે, બાપુએ ઘણા વર્ષો થી અન્ન નો દાણો મોઢા મા નથી નાખ્યો તેવો ભોજન મા મોટે ભાગે દૂધ પીવે છે. બાપુ મોટા ભાગે ધ્યાનઅવસ્થામાં રહે છે અને ભાગ્યે જ દિવસ મા એક વાર પોતાની કુટીરમાંથી બહાર આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, ભાગ્યે જ કોઈ ભક્તને કાળું બાપુના દર્શન થાય છે. એકવાર જો તમે હડમતીયા આશ્રમ ની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે આ જગ્યા કેટલી શાંતિમય અને વિશાળ છે. આ આશ્રમની દિવ્યતા અનુભવશો ત્યારે તમારી અંતરઆત્મા પણ શુદ્ધ થઈ જશે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.