ચહેરા પર શીશમનું તેલ લગાવવાથી દૂર થાય છે આ સમસ્યાઓ, જાણો ઘરે બનાવવા ની રીત

ત્વચાની સુંદરતા જાળવવા માટે, આપણામાંથી ઘણા લોકો વિવિધ ઉપાયોઅજમાવતા હોય છે.આા ઉપાયો માં માર્કેટ માં મળતી પ્રોડક્ટ થી લઈ ને તમામ પ્રકાર ના ઘરેલુ ઉપચારો ને આવરી શકાય છે. જો તમે બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનોનો ઉપયોગ કરો છો, તો ત્વચાને ઘણી રીતે નુકસાન થવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં, ઘરેલું ઉપચારથી ત્વચાની સુંદરતા વધારવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે.આપણી આસપાસ આવા ઘણા ઘરેલુ ઉપચારો છે, જેના દ્વારા તમે ત્વચાની ચમક વધારી શકો છો.આ વિકલ્પોમાં શીશમ તેલનો પણ સમાવેશ થાય છે. હા, તમે શીશમના તેલનો ઉપયોગ કરીને ત્વચાની સુંદરતામાં વધારો કરી શકો છો. આજે આ લેખમાં આપણે શીશમ તેલથી ત્વચાની સુંદરતા વધારવાની રીત અને તેના ફાયદા વિશે જાણીશું. આવો જાણીએ આ વિશે-

શીશમના તેલ થી થતાં ફાયદાઑ:1. ત્વચાના એક્સ્ફોલિયેશન માટે કરો શીશમના તેલનો ઉપયોગ:ત્વચાના એક્સ્ફોલિયેશન માટે તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે 2 ચમચી ઓટ્સ લો. હવે તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી શીશમ તેલ ઉમેરો.ત્યાર બાદ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.આ પછી આ પેસ્ટને તમારા ચહેરા પર ધીમે ધીમે લગાવી દ્યો. થોડી વાર રાખ્યા બાદ ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો. આ પછી ચહેરા પર તમારું મનપસંદ મોઈશ્ચરાઈઝર લગાવો અથવા તો તમે ગુલાબજળ પણ લગાવી શકો છો. તેનાથી તમારી ત્વચા ગ્લો કરી શકે છે.

2. કરચલીઓ દૂર કરવા માટે મદદરૂપ છે શીશમ તેલ:ત્ચાની કરચલીઓ દૂર કરવા માટે શીશમ તેલનો ઉપયોગ કરી શકાય છે. તેમાં એન્ટિએજિંગ ગુણો સમાયેલા છે, જે કરચલીઓ દૂર કરવામાં મદદ રૂપ થાય છે. તેનો ઉપયોગ કરવા માટે 1 ચમચી એલોવેરા જેલ લો. હવે તેમાં 1 ચમચી જોજોબા તેલ(Jojoba Oil) અને 1 ચમચી શીશમ તેલ મિક્સ કરો. ત્યાર બાદ તેને સારી રીતે મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર સારી રીતે લગાવો. લગભગ 20 મિનિટ પછી ચહેરાને સારી રીતે ધોઈ લો. તેનાથી ત્વચાની સુંદરતા વધે છે.

3. ત્વચાની ચમક વધારવા માટે શીશમના તેલનો ઉપયોગ:શીશમ તેલનો ઉપયોગ ત્વચાની ચમક વધારવા માટે કરી શકાય છે. ચમક વધારવા માટે 1 ચમચી શીશમ તેલ લો. હવે તેમાં 1 ચપટી હળદર, મધ અને એલોવેરા જેલ મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણને તમારા ચહેરા પર થોડી વાર લગાવો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય, ત્યારે તેને સામાન્ય પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ મિશ્રણનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચા પર ચમક આવી શકે છે.નોંધ: શીશમ તેલનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે. જો કે, ધ્યાનમાં રાખો કે જો તમને આ તેલથી કોઈ પ્રકારનું નુકસાન થાય , તો તેને ચહેરા પર લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરવો આવશ્યક છે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *