નાનકડા દેખાતા મેથીના દાણા શરીરને ભયંકર બીમારીથી બચાવે છે, જાણો તેના ઉપાયો…

આપણે અનેક આયુર્વેદિક ઔષધીનો ઉપયોગ કરીએ છીએ. જેમાં અમુક ઔષધિઓ એટલી બધી જ પ્રભાવશાળી હોય છે કે જે રોગ દવાથી નથી નાબુદ થતો તે આ ઔષધી દવા થતો હોય છે. આવી ઔષધી જંગલમાં કે વેરાન પ્રદેશમાં નહિ પણ આપણી નજીક જ હોય છે. આવી જ એક ઔષધી છે મેથી.

મેથી એક કઠોળ પ્રકાર, ભાજી પ્રકારની તેમજ તેલીબીયા પ્રકારની એમ ત્રણેય પ્રકારની વનસ્પતિ છે. જેનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. જેના પાંદડાની ભાજી કરીને ખાઈ શકાય છે, જયારે તેના બીજનું પણ શાક બનાવીને ખાઈ શકાય છે. જ્યારે તેના બીજમાંથી જે તેલ નીકળે છે તેનો દવા તરીકે ઉપયોગ થાય છે.

મેથી છોડ દેખાવમાં રજકાને મળતા આવે છે. માટે તેને રજકા સાથે ઉગાડી હોય તો ઓળખવી અઘરી પડે છે. આ મેથી સ્વાદે થોડો કડવો સ્વાદ ધરાવે છે. તેની ભાજી બનાવવા તે ઉપયોગી ફાયદા કરે છે. જે ખાવામ કડવી લાગતી નથી જ્યારે તેના બીજનું શક બનાવતા તે કડવું લાગે છે. મેથીને અંગ્રેજીમાં Fenugreek કહેવામાં આવે છે. જેનું વાનસ્પતિક નામ Trigonella Graecum છે.

મેથીમાં ફાઈબર, વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશીયમ, પોટેશિયમ અને જસત જેવા તવો હોય છે અને તે શરીરને દરેક રીતે પોષણ આપે છે. જેથી મેથી ખાવાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે અને શરીર રોગોથી મુક્ત થઈને સ્વસ્થ બને છે. અને અહિયાં મેથીના ફાયદાઓ વિશે જણાવીશું.

મેથીનો ઉપયોગ કરવાથી રીત: સૌ પ્રથમ સુકા મેથીના બીજ મેથીદાણા પાણીમાં પલાળી દેવા. સાંજે પલાળીને મૂકી દેવાથી સવારે તે ફૂલી જશે અને પલળી જશે. આ દાણા સવારે જગ્યા બાદ દાતણ કે બ્રશ કર્યા બાદ ખાલી પેટે મેથી ચાવવાથી પાણી સાથે ખાવાથી અને પીવાથી એસીડીટી મટે છે. આ પ્રક્રિયા દરરોજ કરીને સ્વાસ્થ્ય લાભો મેળવી શકાય છે.

મેથીની ભાજી બનાવવાની રીત: આ સિવાય મેથીના ફાયદા મેળવવા માટે મેથીની ભાજી બનાવીને ખાઈ શકાય છે. મેથીની ભાજી લાવીને તેને સાફ કરી લો અબે સાફ પાણીથી ધોઈ લો. જેથી કીટકો કે ધૂળથી સાફ થઇ જાય. બાદમાં તમે ભાજીના પ્રમાણમાં તપેલી લઈને તેમાં ભાજી નાખીને ગરમ કરવા મૂકી દો. તેના પર ભાજી 500 ગ્રામના પ્રમાણની હોય તો એક ચમચો તેલ નાખો. આ પછી લસણનને ફોલીને લસણની કાળીઓ એક 13 થી 15 જેટલી નાખો. આ રીતે ભાજી ધીરે ધીરે ગળતા ભાજી બનવા લાગશે. તેમાં મીઠું, જીરું, હળદર, મરચું વગેરે નાખી દો. આ રીતે તેમાંથી પાણી સમ્પૂર્ણ બળી જાય એટલે ભાજી તૈયાર થાય છે. જેનો તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો અને સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો.

અમે આ આર્ટીકલમાં મેથીના સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય લાભો અને બીમારીના ઈલાજ વિશે જણાવીએ છીએ. જેથી તમે મેથીનો ઉપયોગ કરીને રોગને મટાડવામાં મદદ મેળવી શકો. આયુર્વેદમાં મેથીના બીજ મેથીદાણાના સેવનથી થતા ફાયદાઓ વિશે અહિયાં આપણે જાણીએ.

ડાયાબીટીસ: ડાયાબીટીસ દવા કરતા તરીકે મેથી વાપરવાથી ભરપુર થાય છે. તે લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખે છે અને ઈન્સુલીનના નિર્માણ કરવામાં ભાગ ભજવે છે. તે ડાયાબીટીસને લાગતી તમામ સમસ્યા દુર કરે છે.

હ્રદય રોગ: મેથીમાં મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે હ્રદય ના વધતા રોગોને અટકાવે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. ખાસ કરીને કોલેસ્ટ્રોલ નસોમાં ગંઠાઈ જવાની તકલીફને દુર કરે છે. જેથી તેના લીધે નસોમાં અવરોધ થવાનું જોખમ ઓછું થાય છે અને હ્રદય રોગ જેવા રોગોનો ખતરો મટે છે. મેથીનું સેવન કરવાથી હ્રદયને સ્વસ્થ બનાવીને રોગોથી મુક્ત બનાવે છે, તેથી તમારે દરરોજ ખાલી પેટ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ.

આંખની નબળાઈ: મેથીના દાણા આંખની રોશની વધારે છે અને આંખની નબળાઈ દુર કરે છે. તે વિટામીનથી ભરપુર હોય છે. માટે આંખોનું તેજ વધારવા માટે ઉપયોગી છે, પાણીમાં પલાળેલા મેથીના દાણાનું સેવન કરવાથી આંખના ચશ્માં પણ દુર થાય છે.

સાંધાનો દુખાવો: હાડકાની મજબૂતાઈ માટે મેથી ખુબ જ ઉપયોગી છે. હાડકામાં કેલ્શિયમની ઉણપને કારણે હાડકાની નબળાઈ આવે છે. જયારે તેના લીધે સાંધાનો દુખાવો થાય છે. જયારે મેથીના દાણામાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેથી લીધે સાંધાના વાની તકલીફો દુર કરે છે. તેના કારણે વાનો દુખાવો પણ મટે છે.

તાણની સારવાર: આજમાં લોકોમાં ટેન્શનના પરિણામે તણાવ અને ટેન્શન સાથે ડીપ્રેશનની સમસ્યા વધતી જાય છે. તણાવને સુધારવા મેથીનું સેવન કરી શકાય છે. જેના લીધે અનેક બીમારીઓથી બચી શકાય છે. તે મગજના સાંદ્રતામાં વધારો કરે છે. તાણ દુર કરે છે. મેથી ઊંઘ ના આવવાની સમસ્યાને ઠીક કરે છે.

એનીમિયા: લોહીની ઉણપને કારણે એનીમિયા રોગ થાય છે. આ સમસ્યા ખાસ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન થવાની શક્યતા રહે છે. એનીમિયામાં હિમ્લોગ્લોબીન અને લોહી ઘટી જાય છે. જેથી મેથીની સેવન કરવામાં આવે તો એનીમિયા લોહીને સાફ કરવા માટે અને એનીમિયાની સારવારમાં ઉપયોગી છે. 1 થી 2 ગ્રામ મેથીના ચૂર્ણમાં ગોળ ભેળવીને સેવન કરવાથી ગોનોરિયા મટે છે.

સ્થૂળતા-વજન ઘટાડે: સ્થુળતા એટલે કે મેદસ્વિતા મટાડવા માટે ઉપયોગી છે. દરરોજ સવારે ખાલી પેટ મેથીનું સેવન કરવાથી ચયાપચયમાં વધારો થાય છે અને વધારાની ચરબીને જરૂરી ઘટકોમાં પરીવર્તન કરે છે. એટલે કે મેથીનું સેવન કરવાથી મેદસ્વિતામાં ચરબી ઓગળવા માટે મેથી ખુબ જ ઉપયોગી છે.

ઘાવ ભરે: ઘાવ ભરવા માટે મેથીના ઔષધીય ગુણથી લાભ મળે છે. ઘાવમાં સોજો આવી જાય તો તે જલન શાંત કરે છે. મેથીના પાંદડા વાટીને ઘાવ પર લગાવવાથી ઘાવમાં સોજો અને જલન શાંત ઠીક થાય છે. બંધ મોઢાવાળા ઘાવના સ્થાન પર મેથીના બીજ વાટીને લગાવવાથી ઠીક થાય છે.

પેટના રોગો: મેથી પાચન શક્તિ માટે ઉપયોગી છે. જેના પરિણામે પેટના અનેક રોગોમાં ઉપયોગી છે. મેથીનું સેવન કરવાથી શરીરમાં ફાઈબર મળે છે. જેના લીધે તે કબજિયાત જેવા કાયમી રોગને મટાડીને રોગને મૂળમાંથી જ સાફ કરે છે. પાચનના તમામ રોગ જેવા કે એસીડીટી, ગેસ, આફરો, ગોળો, ગુલ્મ, પેટની ચૂક વગેરે મટે છે.

પ્રસવ સમસ્યા: મહિલાઓને પ્રસવ બાદ મેથીના ઔષધીય ગુણોથી ખુબ જ લાભ મળે છે. મેથી દાણા પ્રસુતા મહિલાને આપવાની સ્તનમાં દુધમાં વધારો થાય છે. મેથીદાણાના સેવનથી માતામાં દુધમાં ગુણવત્તા પણ વધે છે. મેથીનું સેવન કરવાથી બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ગેસ બનવાની તકલીફમાં પણ મેથી ઉપયોગી છે.

વાળ ખરવા: મેથીના ફાયદાથી વાળ ખરવાની સમસ્યા રોકી શકાય છે. આ માટે 1 થી 2 ચમચી મેથીના દાણાને રાત્રે પલાળીને વાળના મૂળમાં લગાવો. તેંથી વાળ ખરવાની તકલીફ મટે છે. અઠવાડીયામાં એક બે વખત આ પ્રયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા દુર થાય છે.

માસિક વિકાર: ઘણી મહિલાઓ માસિક ધર્મથી પરેશાન રહેતી હોય છે. મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પેટમાં દર્દ, વધારે રક્ત સ્ત્રાવ જેવી પરેશાની આવવા લાગે છે. માસિક ધર્મની સમસ્યાથી પરેશાન વ્યક્તિ એસ્ટ્રોજેન નામની સમસ્યા એક હોર્મોન નિયંત્રિત કરે છે. મેથીના દાણામાં એસ્ટ્રોજેન ગુણ હોય છે. મેથીથી લોહી વધે છે અને દર્દ પણ ઓછુ થાય છે.

કાનમાંથી રસી નીકળવી: કાનમાંથી રસી નીકળવાની સમસ્યામાં મેથી ઉપયોગી છે, મેથીદાણા દુધમાં વાટીને ગાળીને તૈયાર કરો. આ રસને ગરમ ગરમ હળવું કરીને 1 થી 2 ટીપા કાનમાં નાખવાથી નાખવાથી રસી નીકળવાની સમસ્યા ઠીક થાય છે.

મરડો: મેથીના બીજથી મરડાનો ઈલાજ કરી શકાય છે. તેના માટે 5 ગ્રામ મેથીના બીજ ઘીમાં શેકી લેવા. તેને ખાવાથી ઝાડામાં લાભ થાય છે. મેથીના બીજ શેકીને ઉકાળો બનાવી લેવો અને 15-20 મિલી માત્રામાં ઉકાળો પીવાથી મરડોની બીમારીમાં લાભ મળે છે. લાંબા સમયથી ઝાડની સમસ્યાથી પરેશાન વ્યક્તિને મેથીના દાણા છાશમાં ભેળવીને પીવાથી મરડો મટે છે.

ઉલ્ટી રોગ: ઉલટી રોકવાની સમસ્યામાં મેથી દાણા ઉપયોગી છે. મેથીના દાણાની નિયમિત સેવન ઔષધીય ગુણ ધરાવે છે. વારંવાર ઉલ્ટીની સમસ્યાથી મેથીના બીજનું સેવન ફાયદાકારક છે. તેનાથી મેથીના બીજનું સેવન કરવાથી પેટની ઉલ્ટીની સમસ્યા ઠીક થાય છે.

ગઠીયો વા-આમવાત: ગાંઠોના વાની તકલીફમાં મેથીના રોગમાં ફાયદો કરે છે. ગઠીયો રોગ વા રોગ મેથીના વાને સંતુલિત કરવા માટેના ગુણ ધરાવે છે. આ વાની તકલીફને દુર કરવાના ગુણ ધરાવે છે. વાની તમામ પ્રકારની સમસ્યાઓ ઠીક કરવા માટે મેથી ખુબ જ ઉપયોગી છે.

સોજો: મેથીના દાણામાં સોજાના રોગમાં ફાયદો કરે છે. કોઇપણ પ્રકારના સોજામાં મેથીના પાંદડા અને બીજને વાટીને લગાવવાથી આરામ મળે છે. મેથીના બીજ અને જવના લોટને સીરકા સાથે વાટીને લગાવવાથી ગાલ પર તેનો પાતળો લેપ કરવાથી ગાલનો સોજો ઉતરે છે.

મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ અને હીપેટો પ્રોટેક્ટીવ ગુણ હોય છે જે લીવરની સમસ્યા મટાડે છે. મગજની તકલીફ દુર કરવામાં મેથીના બીજનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે. મેથીના દાણામાં દર્દ નિવારક ગુણ હોય છે. મેથીદાણાનું સેવન કરવાથી શરીરમાં દુખાવો દુર થાય છે. જે લોહીમાં દબાણની સમસ્યાને ઠીક કરવા માટે ખુબ જ ઉપયોગી છે. મેથીમાં એન્ટી હાઈપરટેન્સિવ ગુણ હોય છે. જેનાથી બ્લડપ્રેસર ઠીક થાય છે.

આમ, મેથી ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેના ઉપયોગથી અનેક બીમારીઓને દુર કરવામાં આવે છે. મેથી સ્વાદે કડવી હોવાથી ઘણી બધી બીમારીઓનો ઈલાજ સરળતાથી દુર કરે છે. આયુર્વેદિક રીતે તેનો ઉપયોગ થતો હોવાથી કોઇપણ પ્રકારની આડ અસર થતી નથી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે રોગ દુર કરવામાં ફાયદો મળે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *