ભાત ખાવાના શોખીન માટેની ખાસ ખબર, જાણો વધારે ભાત ખાવાથી શું નુકસાન થાય છે?
ઘણા લોકો ભાત ખુબ જ ચાવથી ખાતા હોય છે. જો એમના ખાવામાં ચોખાનો સમાવેશ ના થયો હોય તો એમનું ખાવાનુ અધુરુ હોય છે. એ લોકો રોટલી વિના રહી શકે છે પણ ભાત વિના નહિ. એમના માટે ખાવામાં ભાત હોવા અનિવાર્ય હોય છે. દાળ, ભાત, રોટલી, અને શાક એક સંપૂર્ણ ડાયેટ માનવામાં આવે છે. પણ કેટલાક લોકોને ભોજનમાં ભાત ના મળે તો એમની ડાયેટ પૂરી નથી થતી. ખાવામાં ભાત ના હોવા એમના માટે દાળમાં વઘાર ના હોવા બરાબર હોય છે.
હાવર્ડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના સ્ટડી મુજબ રોજ એક વાડકી પોલીશ ચોખા ખાવાથી ટાઈપ 2 ડાયાબીટીઝ થવાનું જોખમ વધુ રહે છે. એટલું જ નહિ, એનું વધારે સેવન કરવાથી વજન પણ વધવા લાગે છે. એટલે ભાત સીમમાં જ રહીને ખાવા જોઈએ. ફક્ત એક વાડકી ભાત જ તમારા ભોજામાં શામેલ કરો. એનાથી વધારે ભાત ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોચી શકે છે. તો આવો જાણીએ વધારે ભાત ખાવાના ૫ મોટા નુકસાનો વિષે.
જેવું કે આપણે બધા જાણીએ છે ભાતમાં કેલરીની માત્રા વધારે હોય છે. કદાચ તમે નહિ જાણતા હોવ કે રાંધેલા ભાતમાં ૧૦ ચમચી શુગર બરાબર કેલરી હોય છે. એટલે ચોખા વધારે માત્રામાં ખાશો તો ડાયાબીટીસ થવાનો ખતરો રહે છે.
રાંધેલા ભાતમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે હોય છે. વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ ખાવાથી વજન વધવા લાગે છે. જો તમે રોજ ભાત ખાઓ છો તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. એટલે ઓછામાં ઓછા ભાતને ભોજનમાં શામેલ કરો.
ભાત ખાવાથી જેટલું જલ્દી પેટ ભરાઈ જાય છે એટલું જ જલ્દી ખાલી પણ થઇ જાય છે. કહેવાનો અર્થ છે કે ચોખા જલ્દી પચી જાય છે જેનાથી સમય પહેલા જ ભૂખ લાગવા લાગે છે. એવી સ્થિતિમાં લોકો વધારે ખાઈ લે છે અને એમને ખબર પણ પડતી નથી.
નબળા હાડકા અને ઓછા ન્યુટ્રીએન્ટસ : ચોખામાં વિટામીન સિ ની માત્રા બહુ ઓછી હોય છે. વિટામીન સિ હાડકાને મજબુત બનાવે છે. એટલે ચોખા ખાવાથી આપણ હાડકાને કોઈ ફાયદો મળતો નથી. ચોખા માત્ર સ્વાદ આપે છે. એટલે દેખવામાં આવે તો ભાત ખાવાથી કોઈ ફાયદો મળતો નથી. એમાં જરૂરી ન્યુટ્રીએન્ટસની માત્રા ઓન ઘણી ઓછી હોય છે.
વધારે મીઠું ખવાઈ જવું : ભાતનો કોઈ સ્વાદ ના હોવાને કારણે લોકો એનું સેવન ખારી વસ્તુઓ સાથે વધારે કરતા હોય છે. વધારે ખરું અને ભાત એક સાથે ખાવું સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે. બની શકે તો સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઈસકે ઉબલા ચોખા ખાવાની ટેવ પાડો.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.