ગેસ કે એસીડીટીનિ ચિંતા છોડો, હવે ઘરે જ બનાવો ખીચડીમાંથી સ્વાદિષ્ટ ભજિયા, જે નહિ કરે બેસન જેટલું નુકશાન.

🍲 ખીચડી માંથી બનાવો સ્વાદિષ્ટ ભજીયા અને પરોઠા જે નહિ કરે તમને કોઈ વધારાની એસીડીટી કે ગેસ.

🤷‍♀️ મિત્રો વરસાદની ઋતુ ચાલુ થઇ ચુકી છે. અને વરસાદની ઋતુમાં કંઈ ગરમા ગરમ નાસ્તો મળી જાય તો તેની મજા જ કંઈક અલગ છે. તો મિત્રો ખીચડીમાંથી બનેલા ભજીયા અને પરોઠા ખૂબ જ સારો ઓપ્શન છે. બચેલી ખીચડીનો ઉપયોગ પણ થઇ જાશે આ ઉપરાંત તમને સરસ સ્વાદિષ્ટ નાસ્તો પણ મળી જશે. તો ચાલો જાણીએ કે વેસ્ટમાંથી બેસ્ટ કંઈ રીતે ખીચડીનો ઉપયોગ કરી શકીએ.

👨‍🍳 ખીચડીના ભજીયા બનાવવા માટે જોઈતી સામગ્રી:-

🍲 ખીચડી એક કપ,🥄 બે ચમચી ચણાનો લોટ, 🥣 એક કપ ડુંગળી, 🥄 બે ચમચી કોથમીર જીણી સમારેલી, 🥄 બે લીલા મરચા જીણા સમારેલા,🥄 એક ચમચી લાલ મરચું પાવડર,🥄 અડધી ચમચી હળદર, 🥄 મીઠું સ્વાદ અનુસાર,🥄 એક ચમચી ધાણા જીરૂ પાવડર,

👨‍🍳 ખીચડીમાંથી ભજીયા બનાવવાની રીત:-

🍲 સૌપ્રથમ એક બાઉલમાં ખીચડી લઇ લો. તેમાં ચણાનો લોટ, જીણા સમારેલા લીલા મરચા, ખીચડી, પરોઠા, ડુંગળી સમારેલી, કોથમીર જીણી સમારેલી. આ બધું નાખી બરાબર રીતે બધું મિક્સ કરી લો.

🍲 હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી દો.

🍲 હવે તેમાં થોડું પાણી નાખતા જાઓ જરૂરીયાત મૂજબ અને લોટમાંથી બેટર બનાવી લો. બેટર સાવ ઢીલું અને પાતળું નહિ પરંતુ આપણે ઢીલો લોટ કેવો રાખીએ તેવું રાખવાનું છે. ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

🍲 ત્યાર બાદ તે બેટરમાં અડધી ચમચી જેટલું તેલ નાખી દો અને તેને બરાબર હલાવીને મિક્સ કરી દો.

🍲 હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દો.

🍲 તેલ ગરમ થાય ત્યાર બાદ ખીચડીના મિશ્રણમાંથી એકવારમાં સમાય તેટલા ભજીયા પાડી લો અને ભજીયાને તળી લો.

🍲 બધા ભજીયા આ રીતે તળી લો અને એક પ્લેટમાં કાઢી લો.

🍲 તમે આ ભાજીયાને લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે ગરમાંગરમ્મ સર્વ કરો અને આ વરસાદની ઠંડી ઋતુમાં તેની મજા માણો.

👨‍🍳 બચેલી ખીચડીમાંથી પરોઠા બનાવવા માટે જોઈતી સામગ્રી :-

💁 રાત્રે ખીચડી બચી હોય તો સવારે તેના થેપલા બનાવીને તેનો સારો નાસ્તો બનાવી શકો છો મિત્રો સાદા પરોઠા કરતા વધારે ટેસ્ટી લાગશે અને પાછા વેસ્ટમાંથી બેસ્ટ તો ખરા જ.

🥣 એક કપ ઘઉંનો લોટ,🍲 એક કપ ખીચડી, 🥄 એક ચમચી ચણાનો લોટ,🥄 બે લીલા મરચા જીણા સમારેલા, 🥄 ત્રણ ચમચી જીણી સમારેલી, 🌶 એક ચમચી લાલ મરચું પાવડર,🥄 બે ચમચી તેલ,🥄 મીઠું સ્વાદ અનુસાર, 🥄 પીસેલું જીરૂ, 🥄 અડધી ચમચી ચાટ મસાલો,

🍳તેલ પરોઠા તળવા માટે,

👨‍🍳 વધેલી ખીચડીમાંથી પરોઠા બનાવવાની રીત:-

🥣 સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ લો. 🥣 હવે તેમાં ખીચડી નાખી દો અને ચણાનો લોટ પણ ઉમેરી દો.

🥣 સામાન્ય રીતે મિત્રો જેટલી ખીચડી હોય તેટલો જ તમે ઘઉંનો લોટ નાખો તો પરોઠા ખૂબ જ સારા બનશે તેમજ ચણાનો લોટ ઉમેરવાથી પરોઠાનો ટેસ્ટ પણ ખૂબ જ વધી જશે. તમે ઓછી ખીચડી લો તો પણ ચાલશે.

🥣 હવે તેમાં જીણા સમારેલા મરચા, જીણી સમારેલી કોથમીર, લાલ મરચું પાવડર, ધાણા જીરૂ પાવડર, ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર વગેરે ઉમેરી દો અને ઉપરથી એક ચમચી તેલ નાખી દો.

🥣 હવે તે બધું બરાબર મિક્સ કરીને લોટ બાંધવાનો રહેશે. મિત્રો જો તમને જરૂર ન જણાય તો પાણી નાખવાની જરૂર નથી પાણી વગર જ લોટ બાંધી લેવો પરંતુ જો લોટ સરખો ન બંધાઈ તો તમે જરૂરીયાત મૂજબ થોડા પાણીનો ઉપયોગ કરી શકો છો.

🥣 લોટ જેવો રોટલીનો બાંધો તેવો જ થોડો સોફ્ટ અને કઠણ બાંધવાનો રહેશે. 🥣 હવે લોટ બંધાઈ જાય ત્યાર બાદ તેમાં ફરીથી એક ચમચી તેલ નાખી દો. અને તેને બરાબર મસળીને તેને મિક્સ કરી દો.

🥣 હવે લોટ એકદમ સરસ બંધાઈ જશે હવે લોટમાંથી લૂઈ બનાવી લો. 🥣 હવે તેમાંથી પરોઠા વણતા જાઓ અને તેને તળતા પણ જાઓ. 🥣 પરોઠું વણાયા બાદ તેને પેન પર નાખી દો. હવે એક બાજુથી થોડું ચડી જાય એટલે તેને પલટાવી નાખો અને જે બાજુ થોડું ચડી ગયું છે તેની પર ચમચીની મદદથી તેલ લગાવી લો. અને તેને પલટાવી નાખો ત્યાર બાદ બીજી બાજુ પણ તેલ લગાવી લો અને તેને પણ પલટાવીને શકી લો.

🥣 મિત્રો પરોઠા તળતી વખતે ગેસ થોડો ધીમો રાખવો જેથી તે ખૂબ જ સરસ તળાઈ અને થોડા ક્રિસ્પી પણ બને.🥣 આજ રીતે બધા પરોઠા વણી લો અને તેને તળી લો.🥣 તળાઈ ગયા બાદ તેને પ્લેટમાં કાઢી લો.🥣 તૈયાર છે તમારા ગારમાં ગરમ પરોઠા. તમે આ પરોઠા દહીં, ચા, ચટણી કે અથાણા સાથે ખાઈ શકો છો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *