શિયાળામાં પીવી જોઈએ આ ખાસ વસ્તુમાંથી બનેલી ચા, તાવ-શરદી સહીત અનેક સમસ્યાઓનો કરી નાખે છે અંત…

મિત્રો મોટાભાગના લોકોની શિયાળામાં એક જ ફરિયાદ હોય છે અને તે છે શરદી અને તાવ. કારણ કે ઠંડીના કારણે શરદીની બીમારી શરૂ થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે, જે લોકોનું સ્વાસ્થ્ય શિયાળામાં સારું રહેતું હોય તેઓનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહે છે. તેમને જલ્દી કોઈ બીમારી નથી થતી. તેથી જો તમે પણ શિયાળામાં શરદી અને તાવથી બચવા માંગો છો તો આ ઉપાય અજમાવી જુઓ.

આમ જોઈએ તો દરેક લોકો દૂધ વાળી ચા પીવાનું પસંદ કરે છે. પણ આજના યુગમાં ઘણા લોકો હાઈજીન અને હેલ્થને લઈને બ્લેક અને ગ્રીન-ટી પણ પિય રહ્યા છે. આમ જોઈએ તો દૂધ વાળી ચા પીતા એમ થાય છે કે, બધો થાક ઉતરી ગયો. પણ તેની સરખામણીએ હર્બલ ચા આપણા શરીરને ઘણો ફાયદો કરે છે. આ હર્બલ ચા ઘણા પ્રકારની હોય છે જેમ કે ગ્રીન ટી, કેમોમાઈલ-ટી, જિંજર-ટી, લેમન-ટી વગેરે. આ બધી ચા પીવાના ઘણા ફાયદા છે. તમને એ જણાવી દઈએ કે, લીંબુની ચા ખુબ ઝડપથી બની જાય છે અને લીંબુ એ દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે.

લીંબુની ચા બનાવી ખુબ સરળ છે. જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો લીંબુની ચા ખુબ જ સારો વિકલ્પ છે. એમાં લીંબુ હોવાથી તમને વિટામિન-સી મળે છે અને વિટામિન-સી તંદુરસ્તી માટે ખુબ જરૂરી છે. લીંબુની ચા પીવાથી શરીરના વિષાક્ત પર્દાથ બહાર નીકળી જાય છે. શરીરને એનર્જી મળે છે. આમ રીફ્રેશ થવા માટે લીંબુની ચા પીવી જોઈએ. ચાલો લીંબુની ચા ના ફાયદા જાણીએ.

શરદી-તાવમાં રાહત આપે છે : લીંબુની ચા શરદી તાવમાં રાહત આપે છે. આ ચા ઠંડી અને ફ્લુના લક્ષણોને દુર કરે છે. સારા પરિણામ માટે તમે તેમાં આદુ પણ નાખી શકો છો. આ સિવાય ગળાના દુઃખાવામાં પણ રાહત આપે છે. લીંબુની ચા થી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે.

વજન ઓછો કરે છે : ગ્રીન-ટીની જેમ લીંબુની ચા કે લેમન-ટી પીવાથી વજન ઓછો થાય છે. જો તમે પોતાનો વજન ઓછો કરવા માટે દરરોજ સવારે લીંબુ પાણી પીવો છો, તો હવે લીંબુ વાળી ચા પીવાનું શરૂ કરી દો. લેમન-ટી વજનને નિયંત્રિત કરે છે. લીંબુમાં કેલોરી નથી હોતી, તેથી તમે લીંબુની ચા દ્વારા વજન ઓછો કરી શકો છો.

નેચરલ એન્ટી સેપ્ટિક : લીંબુમાં એક નેચરલ એન્ટી સેપ્ટિક હોય છે. લીંબુની ચા માં એન્ટી-બેક્ટેરીયલ અને એન્ટી-વાયરલ ગુણ હોય છે. આમ લીંબુની ચા નું નિયમિત સેવન કરવાથી સંક્રમણ અને બીમારીથી બચવામાં મદદ મળે છે.

ડીટોક્સીફાયરનું કામ કરે છે : લીંબુની ચા એ પ્રભાવી રીતે શરીરના વિષાક્ત પદાર્થ બહાર કાઢે છે. આમ શરીરના વિષાક્ત પદાર્થને બહાર કાઢવા જરૂરી હોય છે. કારણ કે તે ઇન્ફેકશન અને વધારે છે. લીંબુની ચા પીવાથી રોગ અને ઇન્ફેકશન ઓછું થાય છે.

સ્કીન પર ચમક લાવે છે : લેમન-ટી એ વિટામિન-સી નો સારો સ્ત્રોત છે. વિટામિન-સી સ્કીન માટે ખુબ ફાયદાકારક છે. આ સિવાય તેમાં એસ્ટ્રીજેટ પણ હોય છે, જે પીમ્પલ્સ અને ત્વચાની અન્ય સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *