તમે ઘરે જે તેલ વાપરો છો શુ ખરેખર તે તેલ શુધ્ધ છે, જાણો તેની સાથે જોડાયેલી કેટલીક વાતો.
નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્ય ની માહિતી આપવા જઇ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે.મિત્રો આજે અને આ લેખ માં રસોઈ તેલ ના અદભુત ફાયદા જણાવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ.રસોઈમાં ઓછું તેલ વાપરવું આરોગ્યની દ્રષ્ટિએ સારું છે, પણ રસોઈ બનાવવામાં કયું તેલ વાપરો છો તેની પણ સ્વાસ્થ્ય પર અસર પડે છે. હાર્ટ ડિસીઝ અને હાઈ કોલેસ્ટ્રોલ થવાનું એક કારણ રસોઈમાં યોગ્ય તેલ ન વાપરવું પણ છે. જેથી આજે ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ પવિત્રા એન.રાજ કૂકિંગ માટે બેસ્ટ 5 પ્રકારના તેલ અને તેના ફાયદા વિશે જણાવી રહ્યાં છે. જેનાથી હાર્ટના રોગો તો દૂર રહેશે જ સાથે જ બોડીને ભરપૂર પોષણ પણ મળશે.આપણે ભારતના નકશામાં નજર નાખીએ અને દેશમાં ખવાતા તેલનું નિરીક્ષણ કરીએ તો જોવા મળશે કે, આપણી બાજુ એટલે ગુજરાતમાં સીંગતેલ વધુ ખવાય છે,કેમ કે અહીંની આબોહવામાં મગફળી સારી રીતે થઈ શકે છે. અવેલેબલ હોવાથી આપણે પેઢીઓથી ખાઈએ છીએ માટે સીંગતેલ આપના શરીરના બંધારણનો એક ભાગ બની ગયો છે.
એટલે અનુકૂળ આવી ગયું છે.હવે દક્ષિણમાં નજર નાખીએ તો ત્યાં નારિયેળ પ્રચુર માત્રામા થાય છે તો ત્યાં ખાવામાં માથામાં નાખવામાં નાળિયેર તેલ જ ઉપયોગમાં લેવાય છે.આપણમાં ઘણાં નાના હતા ત્યારે સિંગતેલ માથામાં નાખેલું હશે. હવે ઉત્તર બાજુ જઇશું ત્યાં મસ્ટર્ડ ઓઇલ રાયડો વધુ ઉપયોગમાં લેવાય છે. બાબા રામદેવેએ કચ્ચીઘણી તેલ પણ લોન્ચ કર્યું છે.સ્ટાન્ડર્ડ ઉપર ખરું નથી ઉતર્યું એ અલગ વાત છે વિદેશમાં આ તેલ ખાવા માટે બેન વર્જીત છે ત્યાં બોટલ ઉપર સ્પષ્ટ સૂચના લખી હોય છે કે ફોર એક્સ્ટર્નલ યુઝ ઓન્લી માત્ર માલિશ કરી શકો ખાઈ ન શકો.પંજાબીઓ ખાય છે અને હટાકટા છે.નારિયેળ તેલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાયબર, વિટામિન એ, બી, સી અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. બીપી અને હાર્ટના રોગીઓ માટે નારિયેળ તેલ બહુ જ ફાયદેમંદ છે, કારણ કે તેમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. જે હાર્ટના ફંક્શનને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલને પણ વધતાં રોકે છે. જેનાથી હાર્ટની બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે.
હવે આવ્યો ઓલિવ ઓઇલ જેતુનનું તેલ વિદેશમાં આ તેલનો ઉપયોગ ખૂબ થાય છે. પણ હવે ભારતીય બજારમાં પણ ખૂબ વેચાય છે. તેમાં અલગ અલગ પ્રકાર આવે છે જેમ કે વર્જીન ઓલિવ ઓઇલ ,પ્યોર ઓલિવ ઓઇલ વગેરે.ઓલિવ ઓઇલ ભારતીય શાક વધારવાની પદ્ધતિ મુજબ કામ ન આપે કેમ કે એનો બ્રેકીંગ પોઈટ લો હોય. કસરત કરવા વાળા આને વધુ મહત્વ આપે છે.થોડું જ આગળ જઈએ તો આવ્યું રાઈસ બ્રાયન ઓઇલ જેનો ઉપયોગ પણ સારી માત્રામાં થાય છે.સૂરજમુખીની હાલ બોલબાલા છે.પણ એમાંય અક્ષયના ગીત જેમ બાલા બાલા જ છે એમાંથી કઈ કાઢી લેવાનું નથી. એડવર્ડટાઈઝથી લોકોને આવલ જ બનાવવામાં આવે છે.કાળા અને સફેદ તલમાંથી તલનું તેલ કાઢવામાં આવે છે. આ મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસનો સારો સોર્સ છે. તલનું તેલ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
આ હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ કોલેસ્ટ્રોલને વધતાં રોકે છે. હાર્ટના દર્દીઓને આ જ કારણોથી તલનું તેલ ખાવાની સલાહ આપવામાં આવે છે.ઘણા લોકો શાક વધારવામાં શુદ્ધ ઘી નો ઉપયોગ કરે છે. પણ ચર્વાકે કહ્યું એમ દેવું કરીને ઘી ન પીવાય. ખરેખર તેલ કંપનીઓ આપણાં સ્વાસ્થ્ય સાથે ભંજવાડ કરી રહી છે.તેલ નકલી તેલ અને ફિલ્ટર અને ડબલ ફિલ્ટર તેલના લીધે બીમારીઓ પી.જી(પેઇંગ ગેસ્ટ)બની જાય છે. અમૂકવાર ઘર પચાવી પણ પાડે છે.તેલ કાઢવાની પ્રક્રિયા કેમિકલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવતી હોય છે. તેને શુદ્ધ કરવા અને બગડે નહિ માટે પ્રિઝર્વવેટીવ તરીકે કેમિકલ્સનો ઉપયોગ થાય છે. સ્વાદ માટે આર્ટિફિશિયલ એસેન્સનો ઉપયોગ થાય છે. તો પ્રશ્ન એ થાય કે ફિલ્ટર ડબલ ફિલ્ટર તેલ નુકસાનકારક છે તો કયું તેલ વાપરવું.આપણાં વિસ્તારમાં ઉગતા બીજનું તેલ ઉત્તમ છે, આપણાં માટે સીંગતેલ ઉત્તમ. પણ પણ પણ કોલ્ડ પ્રોસેસથી કાઢવામાં આવેલું તેલ કેમિકલ્સના ઉમેરણ વગરનું તેલ કોલ્ડ પ્રોસેસ એટલે આપણી દેશી ઘાણી હાલ પોર્ટેબલ મીની ઇલેક્ટ્રોનિક ઘાણી પણ બજારમાં ઉપલબ્ધ છે.
એમાં કાઢેલું તેંલ સર્વશ્રેષ્ઠ છે જે શરીરને નુકશાન નહિ કરે. ખાવાનું માપે.સરકારની જવાબદારી છે કે ડિસ્કો તેલ કેમિકલ્સ યુક્ત તેલ ઉપર એટલી જ કડકાઈ રાખવી જેટલી દારૂ ઉપર રખાય છે. મિન્સ કે મતલબ કે કહેવાનું કે કાગળ ઉપર દારૂનો કાયદો જેટલો લોઢા જેવો છે એટલો વાસ્તવમાં તેલ માટે હોવો જોઈએ. છેલ્લો કટોરો ઝેરના પી જજો બાપુ એમ આ મહત્વનું છે. બજારમાં મળતા તળેલા ખોરાક એક પ્રકારનું ધીમું ઝહેર હોય છે.કેમ કે એક તો એ ખોરાક કેમિકલ્સ પ્રોસેસથી નીકળેલા તેલથી બન્યા હોય છે. અને બીજું કે એ તેલ વારંવાર ગરમ થાય છે.આટલી વાર વારંવાર વાંચવામાં કંટાળો આવે તો તેલના શુ હાલ થાય વિચારજો. એ તેલના તમામ ગુણો નાશ પામે,રોજ થોડી માત્રામાં પણ બદામના તેલનો ઉપયોગ કરવાથી શરીર હેલ્ધી રહે છે. બદામ ખાવાથી મગજ તેજ થાય છે. એક રિસર્ચ પ્રમાણે બદામના તેલનો રોજ ઉપયોગ કરવાથી મેમરી વધે છે અને સ્નાયુઓ પણ હેલ્ધી રહે છે.
આ પેટની સમસ્યાને દૂર કરવાની સાથે આંતરડાનું કેન્સર થતાં પણ રોકે છે. બદામના તેલને ડાયટમાં સામેલ કરવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.ગામઠી ભાષાની કહેવત મુજબ પાસેરમાંથી પળી ઢળી જાય. એક તો ગુણ હતાજ નહિ એમાંથીય નાશ પામે. પેટમાં જાય એટલે બીમારીઓના ઢગેલ ઢીંગણા થાય. માટે ઘરના બનેલા ભજીયા ગાંઠિયા ઘૂઘરા ખાવા વધુ સારા. કચ્ચી ઘાણી કોલ્ડ પ્રોસેસ તેલનો ઉપયોગ વરદાન સાબિત થઈ શકે છે.થોડું મોંઘું પડે થોડું નહિ ઘણું મોંઘું પડે પણ સગવડતા હોય તો શુભારંભ કરવા જેવો છે.અમુક વિસ્તારમાં લોકો ઘરની મગફળી લઈને જાય તેલ લઈને આવે છે. વિકલ્પ પણ સારો છે. પણ ત્યાં સેળભેળ ગબાજાળી ન થઈ જાય એનું ધ્યાન રાખવું.વનસ્પતિ તેલ અને ઘી ડાલ્ડા કંપનીનું નામ છે જેનો મોટા પાયે ઉપયોગ બજારમાં મળતી તળેલી વસ્તુને કુરકરી ક્રિસ્પિ બનાવવાં માટે થાય છે. બીજા પણ ઘણા ઉપયોગ છે.
અલગ અલગ વનસ્પતિમાંથી તેલ કાઢીને તેલનો જીવનકાળ વધારવા માટે હાઈડ્રોજનની મદદથી જમાવવમાં આવે છે. ત્યારબાદ નિકલ ધાતુની ઉપસ્થિતમાં ચાર હજાર ડિગ્રીના દબાવમાં આઠ કાલાક સુધી હાઈડ્રોજન પ્રવાહિત કરવામાં આવે છે. ત્યારે બાદ તૈયાર થાય છે નિષ્ક્રિય તેલ જે શરીરને માત્ર નુકશાન પોહચાડે છે.પછી આવે કનોડા, સનફલાવર, રાઈસ બ્રાન ઓઇલ, મકાઈ વગેરે.હવે તકલીફ બીજમાં નથી એની પ્રોસેસમાં છે.બીજમાંથી ઉચ્ચ તાપમાને અને હેગઝીન કેમિકલ્સની મદદથી કાઢવામાં આવે છે. આવી પ્રોસેસના કારણે તેલમાં ઉપલબ્ધ મિનરલ્સ નાશ પામે છે, બનાવતી વખતે ફીણ ન વળે જલ્દી બગડે નહીં માટે એમાં બીજા કેમિકલ્સનું ટપોરણ કરવામાં આવે છે અને છેલ્લે આપણી પાસે આવે છે, મરેલું તેલ.આ ઓમેગા-3નો સારો સોર્સ છે. તેમાં ફાયબર અને પ્રોટીન હોય છે.
હાર્ટને હેલ્ધી રાખવા માટે અળસી ખૂબ જ કારગર માનવામાં આવે છે. અનિયમિત ખાનપાન અને ચરબીવાળો ખોરાક હાર્ટના રોગોનો ખતરો વધારે છે જ્યારે અળસીમાંથી મળતું ઓમેગા-3 ફેટી એસિડ બ્લડ વેસલ્સ લોહીની નળીઓમાં ફેટ જમા થતાં રોકે છે. અળસીનું તેલ ફેટ ફ્રી હોવાથી તે હાર્ટ માટે ફાયદેમંદ છે.રાઈસ બ્રાન ઓઇલ એટલે ચોખામાં ભૂંસામાંથી કાઢવામાં આવતું તેલ પ્રશ્ન થાય વળી ભૂસું તો કોરું હોય તેલ કેમનું નીકળી શકે.પણ મશીન દ્વારા નીકાળી લેવામાં આવે છે. હમણાં ખુબ ચલણમાં પણ છે. કપાસિયા તેલ પણ ઘણા વર્ષોથી ખવાય છે.ઘણા બધા પરિવાર ખાય પણ છે. હાલ પાક વધુ અને ઝડપી લેવા માટે બી.ટી. કપાસનું વાવેતર બધે કૉમન થઈ ગયું છે.શંકર 4 અને શંકર 6 જેવી જાત હવે લુપ્ત થવાના આરે છે. વળી ગુલાબી ઈયળ,લશ્કરી ઈયળ જેવી પાવરફુલ જીવાતનો મુખ્ય ખોરાક પણ કપાસ જ છે. હાલ આ તેલના નુકસાનકારક સંશોધન સામે આવ્યા નથી અથવા કરાયા નહિ હોય.
કંપની એ પ્રોસેસ કઈ રીતે કરે છે. તેને ડબલા ઉપર નહિ લખે.આપણે તો માત્ર તેલ અને એની ધાર જ જોઈએ છીએ દેખાવમાં શુદ્ધ હોય એટલે ભયો ભયો.પ્રોસેસ મહત્વની છે. પામ ઓઇલ એ મલેશિયાથી આયત થતું સસ્તું તેલ છે. મલેશિયા ખુદ આ તેલ નથી ખાતું, એવું કહેવાય છે કે ટ્રાન્સ ફેટ સૌથી વધુ આ તેલમાં હોય છે.જે બોડીમાં ભળતું નથી. જે રોગોને આમંત્રણ આપે છે. આ સસ્તા તેલને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાય છે.પછી આવે બદામ તેલ એવેકેડો ઓઇલ અને ઓલિવ ઓઇલ આ તેલ પ્રમાણમાં સારા આવે પણ ઘણા મોંઘા પડે. અમુક તો હજાર રૂપિયે લીટર છે. વહી તંદુરસ્તી વહી સ્વાદ કમ દામો મેં મિલે તો કોઈ યહ કયું લે.. આવા તેલનો સ્મોક પોઈન્ટ ખૂબ નીચો હોય છે.માટે તળવા માટે ન ચાલે સ્મોક પોઈન્ટને સમજી લઈએ સ્મોક પોઇન્ટ એટલે એટલું તાપમાન જ્યાં ફેટી એસિડ બૉન્સ ટૂટી જાય અને તેલ ખાવા લાયક ન રહે.
ડીપ ફ્રાય ન કરી શકીએ.કોલેસ્ટ્રોલ એ શીરમાં મળી આવતો ચરબી જેવો પદાર્થ છે. જે શરીરના મોટા ભાગના ટીશ્યૂમાં મળી આવે છે. શરીરને ચલાવવા માટે કોલેસ્ટ્રોલ જરૂરી છે. તેના બે પ્રકાર છે. એક સારું કોલેસ્ટ્રોલ એચડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ.અહીં એ વસ્તુ યાદ રાખવા જેવી છે કે કોઈપણ તેલમાં કોલેસ્ટ્રોલ આવતું નથી પંરતુ તે શરીરમાં કોલેસ્ટ્રોલને બનાવવામાં પ્રોત્સાહન આપે છે.કોલેસ્ટ્રોલ ફક્ત એનીમલ પ્રોડક્ટમાંથી મળે છે જેમ કે ઘી, ચીઝ, બટર, માવો, પનીર ઉપરાંત ઇંડા વિગેરેમાંથી કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ થઈ શકે છે.નારિયેળ તેલ ભોજન માટે સારું ગણાય છે,અરે ખાવા સાથે સાથે માથામાં નાખો માલિશ કરો થોડું ખાઈ જાઓ તોય ફાયદેમંદ રહે. નારિયેળ તેલનો સ્મોક પોઈન્ટ પણ ખૂબ ઉંચો હોય છે. સ્ટડી કહે છે કે આઠ કલાક 180 ડીગ્રી ઉપર ગરમ કરવા આવે તોય તેલની ક્વોલિટી ઉપર કોઈ ફરક નથી પડતો. આ તેલનો સ્વાદ ખૂબ સારો હોય છે.
મગફળીનો સ્મોક પોઇન્ટ 230 ડીગ્રી હોય છે, આ તેલના પણ ઘણા બધા ગુણ છે આખું મધ્યભારત મગફળી ખાય છે. આ તેલ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તલના તેલનો સ્મોક પોઇન્ટ પણ નારિયેળ તેલ જેટલો જ હોય છે અમુક બીમારીઓમાં પણ ફાયદે કારક રહે છે.. માલિશ માટે પણ સારું રહે. આજુ બાજુની ઘાણીએથી સરળતાથી મળી રહે છે. શિયાળામાં ઉપયોગ કરી શકાય. શાક વઘારતા થોડા ફીણ વળે ચિંતા નહિ કરવાની. તલનું તેલ રાજેસ્થાનમાં ખવાય છે.250 ડીગ્રી સ્મોક પોઇન્ટ ધરાવતું સરસોનું તેલ હદય માટે સારું ગણાય છે સરસોના તેલમાં ઓમેગા 3 અને ઓમેગા 6 હોય છે એવું એઇમ્સની સ્ટડીમાં આવ્યુ હતું. શાક વઘારતી વખતે થોડી વાસ જરૂર આવે. પણ ડીપ ફ્રાય માટે બધા આ તેલ વધુ વાપરે છે. ઉતર ભારતમાં વધુ ખવાય છે.કંડલા બંદરે વિદેશો માંથી લાખો ટન ખાદ્ય તેલ આયાત થાય છે શિપ માંથી ઉતરી મોટી ટેંકો મા ભરવામાં આવે છે ત્યારે બાદ જુદી જુદી જગ્યાએ મુકવા મા આવે છે આ સમગ્ર પ્રક્રિયા કોઈ પણ જોએ તો તેલ ખાવાનું મૂકી દે.
ટૂંકમાં એટલું ધ્યાન રાખવાનું કે આડાઅવળા તુક્કા કર્યા કરતા નારિયેળ, મગફળી, સરસો, તલનો ઉપયોગ વારા ફરતી કરતું રહેવાનું.ચાર 6 મહિને તેલ બદલતું રહેવાનું એટલે બધા તેલના ફાયદા અને સ્વાદ મળતા રહે. ફ્રાય કરેલ તેલનો વધુ વખત ઉપયોગ નહિ કરવાનો. પરસેવો વળે એટલી કસરત કામ હમેશા કરતું રહેવું.મોનો સેચ્યુરેટેડ ફેટી એસીડ,આ હેલ્ધી ફેટી એસીડ છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હાઇગ્લીસરાઇડને ઓછા કરે છે.પોલી સેટ્યુરેટેડ ફેટી એસીડ,આ સારા કોલેસ્ટ્રોલને અને ખરાબ કોલેસ્ટ્રોલને બનેને ઓછું કરે છે માટે શરીર માટે સારું નથી કારણ કે સારું કોલેસ્ટ્રોલ ઓછું થાય તો હાર્ટના રોગો વધી શકે છે.સેચ્યુરેટેડ ફેટ,જ્યારે વધુ પડતી સેચ્યુરેટેડ ફેટ લેવામાં આવે ત્યારે સેચ્યુરેટેડ ફેટ અને ખરાબ કોલેસ્ટ્રોલ બંને વધી જાય છે અને બ્લડ વેસલ્સમાં ફેટ જમા થાય છે. તેના કારણે શરીરમાં લોહી જાડુ થાય છે હાર્ટના રોગો વધે છે.અનસેચ્યુરેટેડ ફેટી એસીડ,આ સારા ગણાય છે કારણ કે તેના લીધે ખરાબ કોલેસ્ટ્રોલ વધતું નથી.રીફાઈન્ડ ઓઈલ,રીફાઈન કરેલા તેલમાં કેમીકલ નાંખીને તેમાંથી ટોફીન્સ અને ફ્લેવર કાઢી લેવામાં આવે છે. કલર અને વાસ પણ કાઢી લેવાય છે. માટે તે સ્વાદ
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર