નકામી સમજી ફેંકી દેવામાં આવતી બટાકાની છાલ એવા ઔષધીય ગુણ ધરાવે છે જે અનેક પ્રકારના રોગોને જડમૂળથી નાબૂદ કરવા ઉપયોગી બને છે .

બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને માટે બટેટા ખૂબ જ પ્રિય હોય છે. તેમાં પણ ભારતમાં કોઈ પણ ભોજન માં બટાકા નો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે, બટાકા ખાવાથી ચરબી વધે છે. ઘરમાં દરેક શાકભાજીમાં બટાકા નો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના ઘરમાં બટાકાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પહેલા બટાકા ને ધોઈ અને તેની છાલ ઉગાડવામાં આવે છે. ત્યારબાદ આપણે છાલને કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે બટાટાની છાલ ના અનેક ફાયદા આવેલા છે, તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ.

બટાકામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન સી, વિટામિન બી6 અને અનેક પોષક તત્વો રહેલા હોય છે. આ ઉપરાંત બટેકા કરતા બટાકાની છાલ માં વધારે પડતા પોષક તત્વો રહેલા છે. એટલે બટાકાની છાલ નો ઉપયોગ ત્વચાને સુંદર દેખાવા માટે પણ કરવામાં આવે છે. આ ઉપરાંત બટાકાની છાલ નો ઉપયોગ કબજીયાતથી પીડાતા વ્યક્તિઓ માટે કરવામાં આવે છે. જે લોકોને લાંબા સમયથી કબજિયાત હોય તેને બટાકાની છાલ નો ઉપયોગ કરવો જોઈએ.

આ સિવાય બટેટા નો ઉપયોગ ચહેરા પર, આંખની આજુબાજુના કાળા કુંડાળા દૂર કરવા માટે થાય છે. આ માટે સૌપ્રથમ બટાકાની છાલ ને પીસી અને તેનો રસ આંખ ફરતે લગાવવાથી કાળા કૂંડાળા દૂર થઈ જાય છે. જે વ્યક્તિને એનીમિયા એટલે કે લોહીની કમી થઈ હોય તેની માટે ડોક્ટર લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. પરંતુ લીલા શાકભાજીમાં ખૂબ જ આયન મળી આવે છે. જે લાલ રક્તકણો બનાવવા માટે ખૂબ જ કામ આવે છે. માટે એનીમિયા ના દર્દીઓએ બટાકાની છાલ નો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત બટાકાની છાલ નો ઉપયોગ એનીમિયાને કંટ્રોલ કરવા માટે પણ કરવામાં આવે છે.

આ ઉપરાંત શરીરના કોઈપણ ભાગમાં દાઝ્યા હોય કે ભાગ બળી જાય તો તરત જ બટેકાની છાલ લગાવી દેવી જોઈએ. બટાકાની છાલ લગાવવાથી દાઝ્યા પર બળતરા થતી નથી અને ત્વચાને ઠંડક આપે છે. આ ઉપરાંત બટેકા ઠંડા, મધુર, મળ અને મૂત્રને ઉત્પન્ન કરનારા રક્તપિત્ત મટાડનારી હોય છે. આ ઉપરાંત વાયુ દુર કરનાર, બળ આપનાર, વીર્યને વધારનાર હોય છે. એટલે બટાકાની છાલ નો ઉપયોગ આપણે જ્યારે બટાકાનો ઉપયોગ કરીએ ત્યારે તેની છાલ સહિત જ બનાવવા જોઈએ.

એક બટાકાની છાલ માં 110 કેલરી હોય છે. એ હૃદય માટે ખૂબ જ સારા હોય છે. કેમકે, તેમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ હોતું નથી. એટલે જ્યારે પણ બટેટાને બાફવા માં આવે ત્યારે તેને ક્યારેય છાલ ઉતારી ને ના બાફવા જોઈએ. આજે લોકોને બ્લડપ્રેશરની તકલીફ હોય તે લોકો માટે તો બટાકાની છાલ એ ઉત્તમ જગ્યા હોય છે. બટેટા ના છાલનો ખોરાકમાં ખાવાથી ક્યારે બ્લડશુગર વધતુ નથી. એટલે બ્લડપ્રેશરના રોગીઓએ બટાકાની છાલ નો ઉપયોગ વધારે પડતો કરવો જોઈએ.

જો શરીરમાં નબળાઈ આવતી હોય તો વિટામિન બી3 ની કમી હોય એવું કહી શકાય છે. બટાકાની છાલ ની અંદર વિટામિન બી3 આવેલું છે. આ ઉપરાંત ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે પણ બટાકાની છાલ ખૂબ જ ઉપયોગી છે. આ માટે સૌપ્રથમ માટે બટેટા ના છાલના રસને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે.લોકો એવું કહેતા હોય છે કે, બટાકાનો ઉપયોગ ના કરવો જોઈએ. બટેકા ના ઉપયોગ થી વજન વધે છે.

પરંતુ બટાકાની છાલ વજન ઓછુ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે સફેદ વાળથી પીડાતા હોય તો તેને નેચરલ કલર કરવા માંગતા હોય તો બટાકાની છાલ નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે બટાકાની છાલ ને પહેલા એક વાટકી પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણી અડધું થઈ જાય ત્યાર પછી વાળના મૂળને સારી રીતે મસાજ કરો અને ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ નાખવા આવું કરવાથી વાળ નેચરલ રીતે સફેદમાંથી કાળા થઈ જશે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *