જૂનામાં જુની પથરીને ખૂબજ ઓછા સમયમાં ઓગાળી દેશે આ ઔષધિના પાન, જાણો વધુ માહિતી…

આજના સમયે ખાવામાં ભેળસેળ, દુષિત પાણી કે ક્ષારવાળું પાણી પીવાથી કે ઉપયોગમાં લેવાથી પથરીની બીમારી થતી હોય છે. વારંવાર ક્ષાર વાળું કે કાંપવાળું પાણી પીવાથી મોટાભાગના લોકોને પથરી થતી હોય છે. આ સિવાય પાણી ઓછું પીવાથી પણ પથરી થતી હોય છે. આ પથરીના લીધે ઘણા લોકોને પેટમાં અસહ્ય દુખાવો થતો હોય છે. જેના લીધે બરાબર રીતે વ્યક્તિ ઉંઘી પણ ના શકે તેટલો દુખાવો થાય છે.

આ પથરીની બીમારીમાં મોટાભાગના લોકો ઓપરેશન કરાવતા હોય છે, અને ડોક્ટરને બતાવતા પણ તેઓ ઓપરેશનની સલાહ આપતા હોય છે, પરંતુ અમે આજે એક એવી ઔષધી વિશે બતાવીશું કે જે તમને પથરીનો ઓપરેશન વગર કિડનીમાંથી નિકાલ કરી શકશે. આ પથરીને તે ઓગાળીને મૂત્ર વાટે શરીરમાંથી બહાર કાઢી નાખશે. જેથી તમે પથરીના મોંઘા ઘાટ ઓપરેશનથી પણ બચી શકશો અને તેના ખર્ચાથી પણ. તો ચાલો જાણીએ તે ઔષધી વિશે.

પથરીનો નિકાલ કરતી આ ઔષધીનું નામ છે પથ્થર ચટ્ટા કે પાષાણભેદ કે પથ્થર ફાડ તરીકે ઓળખવામાં આવે છે, જયારે ગુજરાતીમાં તેને પાનફૂટી તરીકે ઓળખવામાં આવે છે. આ છોડ આજુબાજુમાં ઘણા લોકોના ઘરે તેમજ નજીકની નર્સરીમાં કે બાગ બગીચાઓમાં આ છોડ મળી રહે છે. આ છોડના પાંદડા જમીન પર લગાવતા અને તેને પાણી મટતા તેની ખાંચો હોય તે બધી જ જગ્યાથી નવો છોડ ફૂટે છે. જેથી તેને પાનફૂટી કહેવામાં આવે છે. જેનું વિજ્ઞાનિક નામ Kalanchoe Pinnata છે.

પથરીના ઈલાજ માટે પથ્થર ચટ્ટા: પથરીના ઈલાજ તરીકે આ છોડને લાવી અને તેને એક વાસણમાં રાખીને મૂકી દો. આ પાંદડાને સવારે ખાલી પેટ ચાવી જવા. તેમજ સાથે જમ્યા પહેલા એક કલાકે પણ ચાવી જવા. આ ઉપાયમાં તમે બે જેટલા પાંદડાનો ઉપયોગ દરરોજ કરવાથી પથરી ઓગળીને મૂત્ર વાટે બહાર નીકળી જશે.

આ પાંદડા સ્વાદમાં હળવા ખાટા હોય છે. આ પાંદડાનું સેવન ચાલુ હોય તે સમયગાળામાં દિવસમાં ૩ થી 5 લીટર જેટલું પાણી પીવું. અને જયારે તમને પેશાબ લાગે તેવા સમયે પેશાબ કરતા રહો. આ પાંદડામાં તમે લીંબુનો રસ નાખીને અને તેનો રસ કાઢીને પણ તમે સેવન કરી શકો છો.

આ છોડનો પથરીના ઈલાજમાં ખુબ જ ઉપયોગ થાય છે. પથરીના ઈલાજ માટે તેને વિવિધ રીતે ઉપયોગ કરીને પથરીમાંથી છુટકારો મેળવી શકાય છે. પાનફૂટીના બે પાંદડા લઈને તેને એક ગ્લાસ જેટલા પાણીમાં નાખીને તેને ઉકાળો. ઉકળતી વખતે જયારે માત્ર ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેને ઠંડું થવા દો. પી શકાય તેવું ગરમ રહે ત્યારે તેનું સેવન કરવાથી પથરી મટે છે.

આ સિવાય પાનફૂટીના પાંદડાને પથરીના ઈલાજ તરીકે પાંદડાને લઈને તેને બરાબર વાટી લેવું. બરાબર વાટીને કે છુંદીને તેની ચટણી બનાવો. આ ચટણીને પીવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે. જેમાં સ્વાદ માટે મધ ભેળવીને સેવન કરી શકાય છે. જેથી થોડા જ દિવસમાં પથરી કીડનીમાંથી ઓગળે છે અને પેશાબ સાથે બહાર નીકળે છે.

પેટના દર્દમાં ફાયદો: જો તમારા પેટમાં દર્દ થઇ રહ્યું હોય તો તમે પાનફૂટીના પાંદડાનો રસ કાઢો અને તેમાં થોડુક આદુનો રસ કાઢીને કે ચૂર્ણ ભેળવી લો આ પછી તેનું સેવન કરવાથી પેટનો દુખાવો મટે છે. પેટના દુખાવાની સમસ્યામાં પણ આ પાન ફૂટી ઉપયોગી થાય છે.

આંખની સમસ્યા: આંખોથી જોડાયેલા રોગોના ઈલાજ માટે પાનફૂટી ઉપયોગી છે. આંખની સમસ્યાના ઈલાજ માટે પાનફૂટીના પાંદડાને વાટીને આંખો પર લગાવવાથી ચારે બાજુ લગાવવાથી આંખોમાં બળતરા, પાણી વહેવાની સમસ્યા વગેરે મટે છે.

કાનનો દુખાવો: જો તમને કાનના દુખાવાની સમસ્યા હોય તો તેમાં પણ પાનફૂટી ઉપયોગી છે. કાનના દર્દના ઈલાજ માટે પાનફૂટીના પાંદડાને વાટીને તેના રસના 1 થી 2 ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. આ રીતે ઈલાજથી કાનમાંથી રસી નીકળવી સમસ્યા મટે છે.

ઉધરસની સમસ્યા: ખાંસીની સમસ્યા દુર કરવા કે ઉધરસની સમસ્યાના ઈલાજ માટે પાનફૂટી ઉપયોગી છે. ઉધરસના ઈલાજ તરીકે પાનફૂટીના મૂળ કાઢીને તેને ચૂકવીને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને ઉધરસ થાય ત્યારે 1 થી 2 ગ્રામની માત્રામાં મધ સાથે સેવન કરવું. આ ઈલાજ કરવાથી ઉધરસ, કફ સાથે ફેફસાને લગતી સમસ્યાઓ પણ ઠીક થાય છે.

મોઢાની ચાંદી: મોઢાની ચાંદીના ઈલાજમાં પાનફૂટી લઈને તેના પાંદડા અને મૂળ લઈને તેને મોઢામાં ચાવવાથી મોઢામાં પડેલી ચાંદીઓ મટે છે. મોઢાની ચાંદી માટે પાનફૂટીના પાંદડામાં રહેલા રૂઝ વાળનારા ગુણો અને ચામડીને ઠીક કરવામાં ઉપયોગી થાય છે.

પેટ ના રોગો: ઘણા લોકોને પેટ અને પાચન તંત્રને લગતી બીમારીઓ અવારનવાર થયા કરે છે. આ બીમારીના ઈલાજ તરીકે પાનફૂટીના પાંદડા અને મૂળનું સેવન કરવાથી શરીરમાં પાચનતંત્ર ઠીક રહે છે. અને પાચનને લગતી બીમારીઓ થતી નથી. પાનફૂટીના લીધે ઝાડા, કબજીયાત જેવી સમસ્યાઓ મટે છે.

કબજિયાત અને મરડો: 1 થી 2 ગ્રામ પાનફૂટીના મૂળ લઈને તેને પાણીમાં ઉકાળી લો અને પાણી સુકાઈ જાય ત્યારે આ મિશ્રણનો ઉપયોગ કરો. આ ઈલાજ કરવાથી કબજીયાત મટે છે. આ રીતે ઈલાજ કરતા તેના તાજા મૂળને વાટીને તાજા પાણી સાથે સેવન કરવાથી મરડો મટે છે.

ઘાવ ઠીક કરે: પાનફૂટીના પ્રકાંડનો રસ કાઢીને ઘાવ પર લગાવવાથી ઘાવ જલ્દી ઠીક થાય છે. આ સિવાય પાન ફૂટીના મૂળનો પેસ્ટ બનાવીને ઘાવ પર લગાવાથી ઘાવ જલ્દી ઠીક થાય છે. શરીરમાં કોઈ અંગ ગરમ પાણીથી કે આગ દ્વારા દાઝી ગયું હોય તો તેના ઈલાજ તરીકે પાનફૂટીનો પેસ્ટ લગાવવાથી બળતરા મટે છે.

યોનીસ્ત્રાવ: લ્યુકોરિયા કે યોની સ્ત્રાવની સમસ્યા ગંભીર છે. આ સમસ્યામાં યોનિમાંથી સફેદ રંગનો તરલ પદાર્થ નીકળે છે. જેને શ્વેત પ્રદર પણ કહેવામાં આવે છે. આ સમસ્યાના ઈલાજ માટે પાનફૂટીના પાંદડાનો ઉકાળો બનાવીને 20 મિલીની માત્રાના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી યોનીસ્ત્રાવ બંધ થાય છે.

મૂત્ર સંબંધી સમસ્યા: મૂત્ર સંબંધી સમસ્યાના ઈલાજ તરીકે પાન ફૂટી ઉપયોગી છે. આ સમસ્યામાં પેશાબ કરતા સમયે દર્દ, બળતરા અને પેશાબ રોકાઈ રોકાઈને આવવું વગેરે સમસ્યાઓ થાય છે. આ સમસ્યાના ઈલાજમાં પણ પાનફૂટીના પાંદડામાંથી રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે.

માથાનો દુખાવો: માથામાં દર્દની કે દુખાવાની સમસ્યામાં પાનફૂટી ઉપયોગી છે. માથાના દુખાવામાં પાનફૂટીના પાંદડાને લઈને તેના પર સરસવનું તેલ લગાવો. આ પાંદડાને ગરમ કર્યા બાદ માથા પર લગાવી દેવાથી માથાનો દુખાવો મટે છે.

દાંતનો દુખાવો: દાંતના દુખાવામાં પાનફૂટીના પાંદડા ઉપયોગી છે. દાંતમાં દર્દ થવા પર પાનફૂટીના પાંદડાને દાંત પર ઘસી લેવા. આમ કરવાથી દાંતના દર્દ એકદમ ઠીક થાય છે. પાનફૂટીના પાંદડામાં એન્ટી વાયરસ અને એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે. જેના લીધે દાંતનો દુખાવો મટે છે.

ગર્ભવતી મહિલાઓ માટે: પાનફૂટીના ફાયદાઓ ગર્ભવતી મહિલા માટે ખુબ જ છે. આ છોડનો ઉકાળો પીવાથી ગર્ભવતી મહિલાનું વજન વધતું અટકે છે. આ સિવાય જે સ્ત્રીઓ વજન વધારવા નથી માંગતી તેમને આ પાનફૂટીના પાંદડાને ઉકાળીને પીવાથી ખુબ જ રાહત મળે છે અને શરીર પણ વધતું નથી.

અનિંદ્રાની સમસ્યા: જે લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા છે જેમના માટે પણ આ પાનફૂટીનો છોડ ઉપયોગી છે. આ સમસ્યાના ઈલાજ માટે રાત્રે સુતા પહેલા પાનફૂટીના પાંદડામાંથી બનાવેલા ઉકાળાનું સેવન કરવાથી મગજ શાંત રહે છે. તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.

ફોડલાનો ઈલાજ: ચામડીના રોગ માટે પણ પાનફૂટી ઉપયોગી છે. શરીર પર ગુમડા થયા હોય ફોડલી નીકળી હોય કે અળાઈ નીકળી હોય તો, ગુમડાના ઈલાજ તરીકે કે અળાઈના ઈલાજ તરીકે પાનફૂટીના પાંદડાને ગરમ કરીને આ ગુમડા પર લગાવવાથી ગુમડા મટે છે.

તાવ: પાનફૂટીના એન્ટીપ્રીયેટીક ગુણોના કારણે તાવનો ઈલાજ કરવામાં મદદ કરે છે. તાવમાં શરીરનું તાપમાન 38 ડીગ્રીથી ઉપર જાય છે. આ સમસ્યા વખતે શરીર વાયરસ અને બકટેરિયાનો સામનો કરે છે. આ સમયે શરીરનું તાપમાન જેથી આ સમયે જો પાનફૂટીના પાંદડાનો રસ કાઢીને સેવન કરવાથી તાવ ઓછો કરી શકાય છે.

અસ્થમા: પાન ફૂટીમાં અસ્થમા વિરોધી તત્વ અને ગુણ હોય છે. જેના લીધે અસ્થમા રોગને ઠીક કરવામાં અને તેમાં રાહત મેળવવા માટે પાનફૂટી ઉપયોગી છે. આ માટે પાનફૂટીના નવા અંકુરીત થઇ શકે તેવા પાકા પાંદડામાંથી અરસ કાઢીને સેવન કરવાથી અસ્થમામાં રાહત મળે છે.

વાળની સમસ્યા: પાનફૂટીનો ઉપયોગ કરીને તેનો પેસ્ટ બનાવી માથા પર મેંદીની માફક લગાવવાથી વાળમાં ચમક આવે છે. આ ઉપાય નિયમિત કરતા રહેવાથી વાળ કાયમ કાળા રહે છે. પાનફૂટીના પાંદડાને ઉકાળીને તે પાણીથી ન્હાવાથી પણ વાળમાં ખોડો, ઊંદરી વગેરે સમસ્યા ઠીક થાય છે. આ ઈલાજ થોડા સમય સુધી કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

આમ, પાનફૂટી એક ખુબ જ ઉપયોગી ઔષધી છે. આ ઔષધિનો ખાસ કરીને ઉપયોગ પથરીના ઈલાજ તરીકે થાય છે. જો તમે પથરીથી પરેશાન હો તો આ ઉપાય અચૂક કરી શકો છો તને તેનાથી ફાયદો મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે, ઉપરોક્ત તમામ સમસ્યામાં ફાયદો મળે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *