ડાયાબિટીસ અને પથરીની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે આ વૃક્ષના પાન જાણો કેવી રીતે..
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આંબાના ઝાડ દેશમાં સર્વત્ર જોવામાં આવે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં એ થાય છે. આંબાના ઝાડની છાલ ઘેરા ભૂરા રંગની છે. છાલની અંદરનો ભાગ સહેજ સફેદ હોય છે. સ્વાદે એ તૂરી હોય છે. એનાં પાન લાંબા તમાલપત્ર જેવાં હોય છે. તે લીલા રંગના હોય છે. આંબાનાં ઝાડ પર કેટલાક વિસ્તારમાં બારે માસ કેરી આવે છે.કેરીમાં કેટલાક ફળ નાનાં પણ સ્વાદમાં ખૂબ જ મીઠાં હોય છે. ખાસ કરીને ઉનાળામાં કેરી થાય છે. કેરી કાચી હોય ત્યારે ખાટી તથા પાકે ત્યારે એકદમ મીઠી હોય છે, આંબા ઉપર આવેલા કેરીના ‘મોર’ ઔષધમાં વપરાય છે. કેરીમાં વિટામિન-A, વિટામિન C અને આ ઉપરાંત કોપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર કેરી જ નહીં પરંતુ આંબાના પાન પણ તેટલા જ લાભદાયી હોય છે. તેનો હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઇ જાય છે અને ધીમે-ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ પણ મળી આવે છેઆંબાની અંતરછાલ, આંબાની ગોટલી આ દરેક ચીજો ૧૦- ૫૦ ગ્રામ લઈ તેનો કાઢો બનાવી શકાય. આ રીતે બનાવેલો કાઢો પીવાથી ઝાડા બંધ કરી શકાય છે. કાનના દર્દ માટે ખુબ જ સારો ઉપયોગ છે. આંબાના પાનનો એક ચમચી રસ કાઢી લો અને ત્યારબાદ તેને થોડો ગરમ કરી લો અને તેનો ઉપયોગ કાન માટે કરો.
આંબાનાં, જાંબુનાં તથા વડનાં કુમળાં પાન ૧૦ – ૧૦ ગ્રામ લેવા. પછી તેની પેસ્ટ બનાવવો આ પેસ્ટનો ઉપયોગ કરવાથી તરસ મટે છે. ઉલટી, અતિસાર કે સખત મૃછ આવી હોય તે વેળા આ પેસ્ટ આપવાથી ઘણી રાહત થાય છે. આંબાના કેટલાક પાંદડા ને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડું મધ મિક્સ કરો હવે આ પાણી પી જાવ. તેનાથી ગળાને પણ રાહત મળે છે.પેટની સમસ્યાઓ રોકવામાં પણ મદદ કરે છે. તેના માટે રાત્રે પાણી ગરમ કરો અને તેમાં આંબાના કોમળ પાન રાખી દો ત્યારબાદ તેને ઢાંકીને આખી રાત રહેવા દો સવારે પાણીને ગાળી લો અને ખાલી પેટ તે પાણીનું સેવન કરો. કોઈ પણ પેટની સમસ્યા નહીં થાય. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કોગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.
આંબાની છાલ, અર્જુન વૃક્ષની છાલ, જાંબુની છાલ, અને ઉંબરાની છાલ, એ દરેક ૨૦ -૨૦ ગ્રામ લઈ તેને ખાંડી લેવું. ત્યાર બાદ તેને ૧૦૦ ગ્રામ પાણીમાં રાતે ભીંજાવી રાખવું. સવારે એ પાણીને ઉકાળવું. તેમાં ચોથો ભાગ બાકી રહે ત્યારે તેને ઉતારી લેવું, તેને ગાળીને ઠંડુ પાડવું, આ રીતે બનાવેલો કાઢો રક્તપિત્તના ઝાડા ઉલટી મટાડવા માટે વપરાય છે.આંબાની ગોટલી, ખાંડ, સુંઠ, વરિયાળી અને કુણા બીલાનો મગજ એ બધી દરેક ચીજો દસ દસ ગ્રામ લઈ તેમાં કાથો ૭ ગ્રામ નાખી ઉકાળવું. આ રીતે તૈયાર થયેલો કાઢો પીવાથી ઝાડા બંધ થાય છે. દૂઝતા હરસ માં પણ એ વપરાય છે. અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડા ને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડું મધ મિક્સ કરો હવે આ પાણી પી જાવ. તેનાથી ગળાને પણ રાહત મળે છે.
બ્લડપ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છુટકારો મળે છે. આંબાના પાનને તડકામાં સુકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી શુગર કંટ્રોલમાં રહે છે. જે લોકોને કિડનીમાં સ્ટોન હોય એટલે કે પથરી હોય તેમણે આ પાન નું સેવન જરૂર કરવું કારણ કે કિડનીમાં રહેલા સ્ટોનને પણ દૂર કરવામાં મદદ કરે છે.આંબાના પાંન કીડની તેમજ પિત્તની પથરી દૂર કરવા માટે સહાયરૂપ નીવડે છે. તેના માટે આંબાના પાંનને છાંયે સુકવી લો ત્યારબાદ તેને પીસીને તેનો પાવડર બનાવી લો.
રાત્રે આ પાવડર એક ગ્લાસ પાણીમાં નાખી દો અને તેને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારે તેનું સેવન કરવું. આ રીતે નિયમિત સેવન કરવાથી પથરી બહાર નીકળી જાય છે કારણ કે આંબાના પાન થી પથરી તોડવા અને બહાર નીકળવામાં મદદ મળે છે.બેચેની અને થકાવટ માં રાહત આપે છે. આંબાના કેટલાક પાંદડાઓને પોતાના ન્હાવાના પાણીમાં નાખી દો અને તેનાથી સ્નાન કરો. તેનાથી શરીર રિફ્રેશ ફીલ કરશે. આ સાથે જ થકાવટ તેમજ બેચેનીથી પણ રાહત મળે છે. આ તકલીફોથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપચાર તરીકે આંબાના પાંદડા નો ઉપયોગ કરવામાં આવે છે.
આંબાના તાજા પાન તોડીને ધોઈને ખાઓ. આ સિવાય તમે આ પાનને રાત્રે હૂંફાળા પાણીમાં નાખીને પલાળી દો. બીજા દિવસે સવારે ચાવીને ખાઓ. ઉપરાંત આંબાના પાનને ધોઈને તડકામાં સૂકવી દો અને પાઉડર બનાવી લો. આ રીતે પણ સેવન કરી શકો છો. ધ્યાન રાખો કે ખાલી પેટે જ સેવન કરવું.હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવાઆંબાના પાન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. આમાં આ પાનનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલી રક્તવાહિનીઓ મજબૂત બને છે. જેથી કરીને વ્યક્તિના શરીરની અંદર હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તે દૂર થઈ શકે છે.
બ્લડ શુગર કંટ્રોલ કરે.આંબાના પાન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં કારગત છે. આ પાનમાં રહેલું ટૈનિન ઈન્સ્યુલીનનું ઉત્પાદન વધારે છે જેથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું નથી. આંબાના પાનના હાઈપોગ્લાઈડસેમિક પ્રભાવથી બ્લડ શુગર લેવલ ઘટે છે. રોજ સવારે 1 ચમચી આંબાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.આંબાના પાનની ચા.આંબા ના પાન ની ચા નું સેવન કરવાના કારણે તમને ડાયાબિટીસ ટાઇપ ટુ ની સમસ્યામાંથી ખૂબ આસાનીથી છુટકારો મળી શકે છે. સામાન્ય રીતે આંબાના પાનનો અર્ક ડાયાબિટીસની બીમારી ને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
આંબાના પાન અને પાણીની અંદર ઉકાળી લઇ અને ત્યારબાદ સવારમાં ભૂખ્યા પેટે તેનું સેવન કરવાના કારણે ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે.આ ઉપરાંત આંબા ના પાન માંથી ચા બનાવવા માટે ચાર આંબાના પાનને એક નાના વાસણની અંદર ઉકાળી લો અને જ્યારે તે ઊકડી જાય ત્યારબાદ આંબાના પાન તેમાંથી બહાર કાઢી આખી રાત સુધી તેને રાખી મૂકો અને ત્યારબાદ સવાર સવારમાં ભૂખ્યા પેટે તેનું સેવન કરો. આમ કરવાથી ડાયાબિટીસને સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળી શકે છે.
પથરી.આંબાના પાનનું સેવન કરવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. સાથે જ કિડની પણ સ્વસ્થ રહે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેઓ આંબાના પાનનું સેવન કરતાં રહે તો ગોલ બ્લેડરમાં પથરી થતી નથી.અસ્થમા.આંબાના પાન અસ્થમા કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ પાનનો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરીને પીવાથી ફાયદો થાય છે.ઉધરસને દૂર કરવા.આંબાના પાન શરીરની અંદર રહેલી દરેક પ્રકારની શ્વાસની સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. વિશેષ માટે શરદી ઉધરસ અસ્થમા વગેરે જેવી બીમારીઓથી પીડાતા પેઢીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આંબાના પાન દવા રૂપે કામ કરશે. આંબાના પાનમાં ફાઈબર, પેક્ટિન અને વિટામિન સી રહેલું છે જે હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. ઉપરાંત ધમનીઓ મજબૂત બનાવે છે.તણાવને દૂર કરવા.જો કોઈ પણ વ્યક્તિને સતત કામના લીધે અથવા તો કોઈ પણ ચિંતાના કારણે માનસિક તણાવ રહેતો હોય તો તેવામા આંબા ના પાન નુ સેવન ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. સવારમાં સ્નાન કર્યા બાદ જો આંબાના પાનની ચાનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર તાજગી મહેસુસ થાય છે અને સાથે સાથે કોઈપણ પ્રકારના માનસિક તણાવમાંથી છુટકારો મળે છે.
કાનના દુખાવામાં.જ્યારે કોઈ પણ વ્યક્તિ ને કાન ની અંદર દુખાવો થાય છે ત્યારે વ્યક્તિઓ ખૂબ જ પરેશાન થઈ શકે છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિને કાનની અંદર દુખાવો થતો હોય તો તેમાંથી તરત જ રાહત મેળવવા માટે તમે આંબાના પાનનો ઉપયોગ કરી શકો છો. આંબાના પાન માંથી કાઢવામાં આવેલો રસ તમારા કાનમાં થતા દુખાવામાંથી રાહત અપાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ માટે આંબાના પાન અને પાણીની અને ત્યારબાદ તેનો ઉકાળો પીવાના કારણે વ્યક્તિને શ્વાસ સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે.
પેટના રોગો.પેટની બીમારીમાં આંબાના પાનને ગરમ પાણીમાં નાખો અને સવારે આ પાણી ગાળીને ખાલી પેટે પી લેવું. આ પ્રયોગ કરવાથી પેટને લગતી ઘણી બીમારીઓમાં રાહત મળશે.આમ આંબાના પાન આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથે સાથે તે આપણા શરીરની અંદર થયેલી અનેક પ્રકારની ગંભીર બીમારીઓમાંથી છુટકારો અપાવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. જો આંબાના પાન માંથી બનેલી ચા નું રેગ્યુલર રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.