આ ઔષધીના મુળ, થડ, પાન અને ફૂલ 50 થી વધુ હઠીલા રોગો માટે છે અમૃત સમાન, જાણો વધુ માહિતી…

પ્રાચીનકાળથી મોટી અરણીનો ઉપયોગ કેટલાય રોગોની સારવારમાં થતો આવ્યો છે. પેટ સાથે જોડાયેલા રોગોમાં મોટેભાગે અરણીનો ઉપયોગ થાય છે. આયુર્વેદિક ગ્રંથો અનુસાર અરણીના પાંદડા, ડાળખાં, ફળ આને ફૂલો વગેરેનો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગ થાય છે. મોટી અરણીનો છોડ પહાડો પર મળી આવે છે. મોટી અરણી અને નાની અરણીમાં એટલો ફરક છે કે મોટી અરણીની ડાળખીઓ મોટી અને મજબૂત હોય છે. જેની ડાળીઓ દરેક દિશામાં દુર દુર સુધી ફેલાયેલી હોય છે.

અરણીનું વાનસ્પતિક નામ Premna Serratifolia છે. જેને હિન્દીમાં અરની તરીકે ઓળખવામાં આવે છે. અરણીનો સ્વાદ તીખો, ગરમ, મધુર, કડવો, ફીકો અને પાચનશક્તિ વર્ધક હોય છે. તે વાયુ, તાવ, સોજો, કફ, મસા, વા, મળ સંબંધી બીમારી, અપચો, કમળો, ઝેર અને ઝાડા જેવી બીમારી માટે ફાયદાકારક છે.

અરણીના છોડ પાંચથી દશ ફૂટ ઊંચા થાય છે અને તેને ઘણી ડાળીઓ નીકળે છે. તેના પાન સામસામે આવેલા, ઘણું કરીને તળીયેથી પહોળા અને અણી તરફ સાંકડા, ત્રિકોણ આકારના હોય છે. પાનની કિનાર ડીટડા સિવાયના ભાગમાં દાંતાવાળી હોય છે. આ પાન જાડા, ઘણુંખરું બંને સપાટીએ બરછટ, એકસરખા ફિક્કા લીલા રંગના અને વાસવાળા હોય છે.

અરણીના પર્ણ ને મસળવાથી જરા ચીકાશ પડતો લીલા રંગનો રસ નીકળે છે. આ રસ ચરચરો અને ખારાશ પડતો હોય છે. અરણીની છાલ ફિક્કી, ધોળાશ પડતી અને ભૂખરા રંગની હોય છે. અરણીને કારતક- માગશર માસમાં ફૂલો આવે છે. તે ધોળા, દેખાવમાં સુંદર અને સુગંધીદાર હોય છે. અરણીના ફળ નાના, લીસા અને ચળકતા હોય છે.

સોજા મટાડવા: મોટી અરણીના પાંદડાને વાટીને તેની પટ્ટી સોજા ઉપર બાંધવાથી તે સોજા ઠીક થાય છે. અરણીના મૂળ 100 મિલીલીટર ઉકાળો બનાવીને સવાર અને સાંજ એમ દિવસમાં બે વખત પીવાથી પેટનો સોજો અને દુખાવો, પેટ ફૂલી જવું વગેરે સમસ્યા દુર થાય છે. અરણીના મૂળ અને પુનર્નવાના મૂળને એક સાથે વાટીને ગરમ કરીને લેપ કરવાથી શરીરનો ઢીલો પડેલો સોજો ઉતરી જાય છે.

કફના ઈલાજ માટે: નાની અને મોટી અરણીના મૂળ 100 મિલી ગરમ પાણીમાં ઉકાળો બનાવીને 30 ગ્રામ ગોળ સાથે મેળવીને પીવાથી કફ મટે છે. નાની અને મોટી અરણીના ગરમ ઉકાળામાં ગોળ નાખીને પીવાથી વાયુ, એસીડીટી અને કફ દુર થાય છે. અરણીના મૂળ, સુંઠ અને હરડે આ ત્રણે ઔષધો સરખા વજને લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. ઉકળતા અડધો કપ બાકી રહે ત્યારે ગાળી, થોડુંપીપર ચૂર્ણ મેળવી, ઠંડુ પડે ત્યારે પી જવાથી અને સાંજે ઉકાળો કરીને પીવાથી વાયુ અને કફથી ઉત્પન્ન શરદી અને ખાંસી અને તાવ મટે છે.

પેટનો રોગ: અરણીના 100 ગ્રામ મૂળને લઈને 500 મિલી પાણીમાં ધીમી આંછથી 15 મિનીટ ગરમ કરી લીધા પછી તેમાં 100 મિલી માત્રામાં દરરોજ 2 વખત પીવાથી પાચનશક્તિ મજબુત બને છે. આ ઔષધી પોષ્ટિક પણ છે. અરણીના પાંદડાને પાક બનાવીને ખાવાથી પેટની બીમારીઓ દુર થાય છે.

વજન ઘટાડવા: અરણીના મૂળ છાલ શરીરની ચરબી દુર કરનાર છે. અરણીના મૂળની છાલ અને મહેંદી મૂળ સરખા વજન વજને લાવી તેનો ઉકાળો બનાવીને ઠંડો પડે ત્યારે તેમાં મધ ભેળવીને ભૂખ્યા પેટે સવારમાં પીવાથી ધીમે ધીમે પીવાથી વધારાની ચરબી દુર થાય છે. આ ચરબી દુર કરવા માટે આ ઉપાય દરરોજ સવારે નરણા કોઠે કરવો જોઈએ.

પથરી: મૂત્ર માર્ગ સંબંધી સમસ્યાઓના ઈલાજ માટે અરણીના બીજ ખુબ જ ઉપયોગી છે. પથરીના દુખાવો જો વધારે ન હોય તો અરણીના બીજનું ચૂર્ણ અડધી ચમચી જેટલું તાજી મેળવેલી છાસમાં ભેળવીને પીવાથી થોડા દિવસ સુધી સવાર અને સાંજ આ ઉપચાર કરવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર વાટે નીકળી જાય છે. અરણીના પાનની ભાજી બનાવીને ખાવાથી ઝડપથી ફાયદો થાય છે.

માસિક સમસ્યા: માસિક સમયે ઘણી સ્ત્રીઓને પીડા કે અવરોધ જેવું અનુભવાતું હોય છે. આવી તકલીફમાં અરણીના પાન ઉતમ પરિણામ આપે છે.અરણીના પાન 25 નંગ, ભોરીંગણીના પાન 5 નંગ તથા જીરું અને વાવડીંગ અને મૂળાના બીજ 5-5 ગ્રામ લઇ, બધાને ભેગા કરી ખાંડીને ઉકાળો કરવો. માસિક આવવાના ત્રણેક દિવસ પહેલા ઉકાળો રોજ બનાવીને પીવાથી અને તેમાં થોડો ગોળ નાખીને પીવાથી માસિક સમસ્યા દુર થાય છે.

કબજિયાત: ૩ ગ્રામ અરણીના પાંદડા તથા ૩ ગ્રામ હરડેની છાલો લઈને 250 મિલી પાણીમાં પકાવીને ઉકાળો બનાવી લો. આ ઉકાળો સવારે અને સાંજે 20 થી 40 મિલી માત્રામાં પીવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. 50 ગ્રામ અરણીના મૂળ અડધો લીટર પાણીમાં પકાવીને ઉકાળો બનાવી લીધા બાઆદ તે ઉકાળો 20 થી 40 મિલી માત્રામાં સવારે અને સાંજે પીવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.

હ્રદયની બીમારી: શરીરને નીરોગી રાખવા માતાએ હદય સ્વચ્છ રાખવું જરૂરી છે. અરણીના પાંદડા અને ધાણા બંનેને સરખી માત્રામાં લઈને ઉકાળો બનાવીને 30 મિલી પ્રમાણમાં લેવાથી હ્રદયની કમજોરી મટે છે. અરણીના દરેક અંગો લઈને તેનો ઉકાળો બનાવીને 20 થી 30 મિલી માત્રામાં પીવાથી ઝાડાની સમસ્યામાં રાહત મળે છે. સાથે તેના સેવનથી પેટની સમસ્યામાં અપ રાહત રહે છે.

હરસ મસા: અરણીના પાંદડાનો ઉકાળો બનાવીને 10 થી 30 મિલી માત્રામાં પીવાથી અને તેના પાંદડાની પોટલી બનાવીને બાંધવાથી મસા મટે છે. મૂળા, ત્રિફળા, આકડો, વાંસ, વરુણ, સરગવો અને ટીમરુને ભેગા કરીને તેનો ઉકાળો બનાવીને એક ટબમાં નાખીને પછી તે ટબમાં બેસવાથી હરસમસા નાબુદ થાય છે.

સિફલિસ: 10 થી 12 મિલી અરણીના પાંદડાનો રસ થોડા દિવસો સુધી સવારે અને સાંજે પીવાથી સીફ્લીસમાં લાભ થાય છે. તેના પાંદડાને ઉકાળીને શેક કરવાથી અથવા તેના પાંદડાને લિંગ પર બાંધવાથી સીફ્લીસના કારણે લિંગમાં થનારા સોજા દુર થાય છે. આમ ગુપ્ત અંગોના લીધે થનારા રોગ પણ અરણીના પાંદડા દ્વારા દુર કરી શકાય છે.

ગાંઠ વા: અરણીના દરેક અંગોનો ઉકાળો બનાવીને સવારે અને સાંજે 20 થી 30 મિલી માત્રામાં પીવાથી ગાંઠોનો રોગ, વા વગેરેથી આરામ મળે છે. આ સિવાય તેના અંગોને વાટીને ગરમ કરીને સાંધાના દુખાવા પર લગાવવાથી સ્નાયુ અને ગાંઠો તેમજ સાંધાના દુખાવા વગેરેથી થતો દુખાવો દુર થાય છે.

ટાઢિયો તાવ: મોટી અરણીના મૂળ તથા તેની છાલો વાટીને થોડુક કપૂર સાથે વાટીને માથે લેપ કરવાથી ઠંડી લાગીને આવનારો તાવ મટે છે. અરણીના 10 થી 15 પાંદડા અને 10 કાળા તીખા વાટીને વાટીને સવારે અને સાંજે ઠંડી લાગીને આવનારો તાવ મટે છે. બાળકોને ઓછી માત્રામાં આ ઉપાય કરવો જરૂરી છે.

લોહીની સમસ્યા: લોહીનું પ્રેસર, લોહીમાં ઝેર વગેરે સમસ્યાના ઈલા માટે મોટી અરણી ઉપયોગી છે. મોટી અરણીના 5 ગ્રામ મુળિયાની છાલો અને 3 ગ્રામ લીમડાની છાલો ભેળવીને ઉકાળો બનાવીને 20 થી 30 મિલી માત્રામાં સવારે અને સાંજે પીવાથી લોહી સાફ રહે છે. 5 ગ્રામ અરણીના રસમાં મધ ભેળવીને દરરોજ પીવાથી લોહી શુદ્ધ થાય છે. જેથી બ્લડપ્રેસર અને લોહીના ખરાબાને કારણે થતા ચામડીના રોગ પણ મટે છે.

કાનના રોગ: કાનની સમસ્યાથી પરેશાન વ્યક્તિ બીલી, એરંડા, નાની અરણી, વાંસના બીજ વગેરે દ્રવ્યોને સરખી માત્રામાં વાટીને તેનું ચૂર્ણ બનાવીને 20 ગ્રામની માત્રામાં લેવાથી 300 મિલો બીજોરુંમાં પકાવીને ગરદન ઉપર મસાજ કરવાથી કાનમાં થતો દુખાવો મટે છે. કફના લીધે થતો દુખાવો પણ દુર થાય છે. અરણી, લીમડો, ધતુરાના પાંદડા લઈને તેને તલના અથવા સરસવના તેલમાં પકાવીને તે તેલને ગલીએ લઈને 2 થી 4 ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને કાનના અન્ય રોગ મટે છે.

અરણીના બીજા ઉપયોગ: આ સિવાય અરણીના 2 ગ્રામ અરણીના મુળિયાનું ચૂર્ણ, ઘી સાથે ભેળવીને 6 દિવસ સુધી સવારે અને સાંજે 6 દિવસ સુધી શીળસ દુર થાય છે. અરણીના પાનનો રસ અને તીખાનું ચૂર્ણ પીવાથી સળેખમ મટે છે. અરણીના મૂળનો રસ પીવાથી તાવ મટે છે. અરણીના પાનનો રસ પીવાથી ઉધરસ મટે છે. અરણીના પાનનો રસ પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. અરણીના મૂળ ઘસીને બાળકને પાવાથી આઆઅને છાતી પર ઘસવાથી કફ દુર થાય છે. બાળકને અરણીના પાનનો રસ પીવડાવવાથી પેટના કૃમિ નાશ પામે છે.

અરણીના પાનને માથાના દુખાવા પર માથામાં બાંધવાથી માથાનો દુખાવો મટે છે. અરણીના મુલની છાલને બકરીના દુધમાં વાટી, ગાઢો લેપ કરવાથી મો પરના કાળા ડાઘ મટે છે. અરણીના ફૂલ સુંધવાથી માથું દુખતું મટે છે. અરણીના મુને ઘસીને વીંછીન ડંખ પર ચોપડવાથી ઝેર ઉતરે છે. આંખોના દુખાવા પર અરણીના પાનને બાફીને બાંધવાથી આંખો દુખતી મટે છે. ઝઝેરી વસ્તુના લીધે ઉલ્ટી થતી હોય ત્યારે તેના ફૂલોનો 10 ગ્રામ રસ, એક એક ક્લાકેં ત્રણ વાર પિવડાવવાથી ઝેરીલી વસ્તુ ખાધાથી થતી ઉલ્ટી બંધ થાય છે અને બળતરા પણ મટે છે.

આમ, અરણી એક ઔષધ તરીકે અનેક ગુણોના લીધે ઘણા બધાં રોગોના ઇલાજમાં તેનો ઉપયોગ થાય છે. પ્રાચીન સમયમાં જયારે મેડીકલ સારવાર ઉપલબ્ધ ન હતી ત્યારે આ દરેક રોગોના ઇલાજમાં અરણીનો ઉપયોગ થતો આવ્યો છે. અરણી એક ઉત્તમ ઔષધ છે જેના દરેક અંગોનો ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે, તમે કોઈ રોગની સમસ્યાથી પરેશાન હો તો તમારા માટે અમે એક ઔષધ તરીકે ઉપયોગમાં લઈંને રોગને નાબુદ કરી શકો એ માટે અહિયાં માહિતી રજુ કરીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *