જમીન પર સુવાથી થાય છે આટલા બધા ફાયદા, તમારા સ્વાસ્થ્ય માટે છે ખૂબ ફાયદાકારક જાણો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દિવસ ભર કામ કર્યા પછી વ્યક્તિને ખૂબ જ ઊંઘ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિને બેડ ઉપર સુવા કરતા જમીન ઉપર સુવામાં વધારે ફાયદો થાય છે. તે તમે ક્યારેય વિચાર્યું છે? આજે અમે તમને જમીન ઉપર સુવાથી શરીરને કેટલા ફાયદા થાય છે તે જણાવીશું.

હાડકા ની ગોઠવણી માં સુધારો :- હાડકા ની ગોઠવણી માં સુધારો થાય છે. જો તમને ક્યારેય હાડકામાં વાગ્યું હોય તો તેને ઠીક કરવા માટે તમારે જમીન ઉપર સૂવું જોઈએ. આમ કરવાથી દુખાવામાં રાહત મળશે અને તમને વાગેલો ઘા ઠીક થઈ જશે.કમર દર્દ માં પણ રાહત :- તે ઉપરાંત કમર દર્દ માં પણ રાહત આપે છે. જે લોકોને કમરના દુખાવાની સમસ્યા હોય તે લોકોએ દરરોજ બે કલાક માટે જમીન ઉપર સૂવું જોઈએ. આમ કરવાથી કમર ના બધા અંગો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. કમર દર્દમાંથી રાહત મળે છે. વ્યક્તિને ઓછો થાક લાગે છે.

પેટને લગતા રોગો :- જો તમને પેટને લગતા રોગો હોય તો તેમાં પણ તમારે જમીન ઉપર સુવાથી ઘણો ફાયદો થાય છે. પેટને લગતા રોગો જેવા કે કબજિયાત, એસિડિટી, ગેસ અપચો,જમીન ઉપર હોવાથી વ્યક્તિને ઘણા બધા ફાયદા થાય છે.પાચન ક્રિયા વધારે મજબૂત થાય છે. તેથી વ્યક્તિને પેટને લગતા કોઈ પણ રોગો થતા નથી. તે ઉપરાંત પેટ નો આકાર સારો બને છે. તેથી વ્યક્તિને હંમેશા દરરોજ ત્રણ કલાક સુધી જમીન ઉપર સૂવું જોઈએ. જેથી વ્યક્તિને કોઈપણ પ્રકારની પેટની બીમારી થશે નહીં. ખંભાની કે છાતી ને લગતી કોઈપણ સમસ્યા :- આ ઉપરાંત જો તમને ખંભાની કે છાતી ને લગતી કોઈપણ સમસ્યા હોય તો તેમાં પણ રાહત આપે છે.

અને તે ખંભાનો અને છાતીનું આકાર સુંદર બનાવે છે. ખંભા અને છાતી ને લગતા તમામ દુખાવામાં વ્યક્તિને જમીન ઉપર સૂવું જોઈએ.માનસિક ટેન્શન :- વ્યક્તિને વધારે પડતા માનસિક ટેન્શન નો સામનો કરવો પડતો હોય તો તેવા વ્યક્તિએ દરરોજ જમીન પર એક કલાક સૂવું જોઈએ. તેનાથી તેના મનનું સંતુલન થાય છે. મનમાં સકારાત્મક વિચાર આવે છે. મનને ઠંડક મળે છે. તમારા મગજ સુધીપૂર્ણ માત્રામાં લોહીનું પરિભ્રમણ થાય છે. તેથી મગજમાં પૂરતું લોહી પહોચે છે. માનસિક ટેન્શન ઓછું થાય છે.

તેથી વ્યક્તિ ને ગુસ્સો ઓછો આવે છે. ચીડીયાપણુ ઓછું થાય છે. વ્યક્તિનું બ્લડ પ્રેશરનો લેવલ નિયંત્રિત થાય છે. તેથી જે લોકો અને માનસિક ટેન્શન તણાવની સમસ્યા હોય તે લોકોએ જમીન ઉપર સુવાનો વધારે આગ્રહ રાખો. જે વ્યક્તિને હાડકામાં વધારે પડતો દુખાવો હોય કે કોઈ પણ નસ દબાતી હોય કે કોઈ પણ નસ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો તેવા વ્યક્તિએ દિવસમાં બે કલાક સુધી જમીન ઉપર સૂવું જોઈએ.

તેનાથી તેના યોગ્ય પ્રમાણમાં લોહી પ્રવેશે અને તેથી તે દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત સાયનસ કે સ્નાયુને લગતા રોગોમાં પણ જમીન ઉપર સુવા નો આગ્રહ રાખો. તેથી શરીરમાં યોગ્ય પ્રમાણમાં દરેક અવયવમાં લોહીનું પરિભ્રમણ થઈ શકે અને વ્યક્તિને કોઈપણ જાતના દુખાવા કે ગંભીર રોગોમાંથી રાહત મળે.

તમે જ્યારે જમીન પર સૂવો છો ત્યારે તમારા કરોડરજ્જુ ના બોન્સ સીધી દિશા મા હોય છે. જેથી કમરદર્દ ની તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત મહાન તજજ્ઞો પણ કમરદર્દ માટે આ નૂસ્ખા ને અસરકારક માને છે.અનિન્દ્રા દૂર થશે,જો તમે ઘણીવાર સૂઈ ના શકતા હોય , ઊંઘ ના આવતી હોય તો તુરંત જ બેડ પર થી ઊભા થઈ ને જમીન પર સૂઈ જવુ. આમ , કરવા થી તમને તુરંત જ ઊંઘ આવી જશે અને તમારા મા એક નવી ઉર્જા નો સંચાર થશે. આ છે જમીન પર સુવા થી થતા લાભો.

જે તમને તમારી સવાર ની શરૂઆત એક નવીનતમ ઉર્જા ના સંચાર થી કરાવશે. તમારી ઊંઘ યોગ્ય રીતે થશે અને તમારો સંપૂર્ણ દિવસ આનંદમયી રહેશે.જો ઊંઘવાની વાત આવે તો દરેકને પથારી ઉપર પાથરેલા જાડા અને આરામદાયક ગાદલા ઉપર ઊંઘવાનું ગમે છે. અને મોટા ભાગના લોકો આરામદાયક ગાદલા ઉપર જ સુવાનું પસંદ પણ કરે છે. પણ અમુક લોકો સુવાને લઈને ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે, બેડ ઉપર સુવું વધુ સારું રહેશે કે પછી નીચે જમીન ઉપર.

કારણ કે ઘણા કહે છે કે નીચે સુવું સારું અને ઘણા કહે છે કે બેડ પર સુવું સારું રહે છે.મિત્રો, જો તમે પણ આવી રીતે કોઈ મૂંઝવણમાં ફસાયેલા છો, તો આજે તમારી મુંઝવણ દુર થઈ જશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જમીન ઉપર સુવું બેડ ઉપર સુવાથી ઘણું વધુ ફાયદાકારક છે. આજના આ લેખમાં અમે તમને જમીન ઉપર સુવાના ફાયદા વિષે જણાવીશું. જે જાણ્યા પછી તમે ન તો બેડ ઉપર સુવાનું પસંદ કરશો અને ન તો મોટા ગાદલા ઉપર.જો ડોકટરે નીચે સુવાની ના પાડી હોય તો નીચે સુવું નહિ.

શરીર સ્ટ્રક્ચર માટે ફાયદાકારક,આરોગ્ય બગડવાના મોટા ભાગના કિસ્સા જે આવે છે તે શરીર સ્ટ્રક્ચરમાં આવેલી તકલીફોને કારણે થાય છે. અને સ્ટ્રક્ચરમાં આવેલી તકલીફો ઊંઘવાની ખોટી રીતને કારણે થાય છે. જમીન ઉપર સુવાથી આખું શરીર એક સીધી સપાટીમાં હોય છે, અને આવી રીતે તમને આ સમસ્યાઓથી છુટકારો મળશે.હાડકાની સંરચનામાં સુધારો,મિત્રો તમારી પથારી ભલે કેટલી પણ આરામદાયક કેમ ન હોય, પણ તે તમારા હાડકાઓને એક સીધી રેખામાં નથી રાખી શકતા.

ઘણી વખત એવું થાય છે કે તમને ખબર પણ નથી રહેતી કે શરીરમાં અંદરના ભાગમાં નાની મોટી ઈજા હાડકાને ક્ષતિગ્રસ્ત કરે છે. જમીન ઉપર સુવાથી એક સીધમાં રહેવાને કારણે તે યોગ્ય રીતે જોડાય છે અને જલ્દી રીકવરી કરે છે. પીઠના દુ:ખાવાની સમસ્યામાંથી અપાવે છુટકારો,મોટા ગાદલા ઉપર સુવાને કારણે મોટાભાગના લોકોને પીઠના દુ:ખાવાની સમસ્યા થવા લાગે છે. તેવામાં નીચે જમીન ઉપર સુવાની ટેવથી તમને પીઠના દુ:ખાવા માંથી હંમેશા માટે છુટકારો મળી જશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, નીચે સુવાથી કરોડરજ્જુનું હાડકું એકદમ સીધું રહે છે. જેથી શરીરમાં લોહીનો સંચાર યોગ્ય રીતે થતો રહે છે અને ધીમે ધીમે પીઠના દુ:ખાવા માંથી આરામ મળવા લાગે છે.કરોડરજ્જુના હાડકાના સ્વાસ્થ્યમાં ફાયદાકારક,એ તો આપણે સ્કુલમાં ભણીને આવ્યા છીએ કે, શરીરના ઉપરના ભાગને યોગ્ય રીતે કામ કરવામાં કરોડરજ્જુ મહત્વનું કામ કરે છે. તેની સાથે મગજની નસ પણ જોડાયેલી હોય છે, તેથી કરોડરજ્જુનું સીધું રહેવું ઘણું જરૂરી છે.

જમીન ઉપર સુવાથી તમારી કરોડરજ્જુ સંપૂર્ણ એક રેખા વાળી સ્થિતિમાં હોય છે. જો થાક કે કોઈ બીજા કારણોથી તેમાં કોઈ તકલીફ આવે છે, તો રાત્રે સુતી વખતે તે ઠીક થઇ જાય છે. જમીન ઉપર સુવું તેને જલ્દી રીકવરીમાં મદદ કરે છે.નીચેના શરીરના અંગનું સ્વાસ્થ્ય,જાણકારી માટે જણાવી દઈએ કે, જમીન ઉપર સુવાથી ખંભાની સાથે શરીરના નીચેના ભાગનું સંતુલન ઠીક રહે છે.

તેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે, અને બીજા દિવસે તમે પોતાને વધુ ફ્રેશ અનુભવો છો.તે ઉપરાંત તેનાથી તમને કમરનો દુ:ખાવો, ખભામાં દુ:ખાવો, નસોના ખેંચાણને કારણે માંસપેશીઓમાં દુ:ખાવો વગેરે જેવી તકલીફોનો સામનો નથી કરવો પડતો.માનસિક તણાવ માંથી મુક્તિ અપાવે,આ બાબતે થયેલી એક શોધમાં એ વાત સામે આવી છે કે, જમીન ઉપર સુવાથી રાહત ભરેલી ઊંઘ આવે છે. જેનાથી માનસિક તણાવ પણ દુર થાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *