તમામ રોગોનો નાશ કરનાર હરડે તમારી પાસે હોય તો ડોક્ટર પાસે જવાની જરૂર નથી

એકવાર રાજકુમારી તેની સખીઓ સાથે વનમાં શિકાર કરવા ગઇ . તેણે એક હરણ પર નિશાન તાકીને તીર છોડ્યું . પરંતુ એ તીર એક રેતીના ઢગલામાં જઇને ખૂંચી ગયું . એમાંથી એક ચીસ સંભળાઇ . એ રેતીનો ઢગલો ન હતો . એક ઋષિ ત્યાં વર્ષોથી તપ કરી રહ્યા હતા અને રાજકુમારીના તીરે તેમની આંખો ફોડી નાખી હતી . આ વાતની જાણ રાજકુમારીના પિતાને થઇ . રાજાએ પોતાની પુત્રીના કર્મના પ્રાયશ્ચિત રૂપે રાજકુમારીના લગ્ન વૃદ્ધ દેખાતા ઋષિ સાથે કરી દીધા . પછી તો રાજકુમારી તે ઋષિ સાથે કુટીરમાં રહેવા લાગી અને સેવા કરતી . ઋષિની આંખોનો ઈલાજ કરવો માટે રાજકુમારીએ અશ્વિનીકુમારોની મદદ માંગી . અશ્વિનીકુમારોએ પોતાની દિવ્ય ઔષધિથી ઋષિની ચિકિત્સા કરી .

જેનાથી ઋષિની આંખો પણ સ્વસ્થ થઈ અને લાંબા સમયના તપના લીધે પ્રાપ્ત થયેલી જરા અવસ્થા પણ દૂર થઇ . અશ્વિનીકુમારોએ આપેલી એ દિવ્ય ઔષધિ એટલે ‘ ચ્યવનપ્રાશે અને તે ઋષિ એટલે “ ચ્યવનઋષિ ‘ . આ એક ભવ્ય આયુર્વેદિક પરંપરાની વાત થઇ , એક એવી જ ભવ્ય પરંપરા આગમ આયુર્વેદ વિશે પણ થોડું જાણીએ . ચરકસંહિતામાં કહ્યું છે કે , પ્રયોગનું વીર્ય સ્વાથ્ય TETU I Birgera falar umuha || સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલા રત્નોમાંથી એક અમૂલ્ય રત્ન સમાન ધવંતરિ ભગવાન છે . તેમના દ્વારા જે મહાન પરંપરાની શરૂઆત થઇ તે આયુર્વેદ , બ્રહ્માજી દ્વારા પ્રગટ કરવામાં આવેલા ચારવેદની સમકક્ષ પાંચમા વેદ તરીકે આયુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે .

પધ્ધતિથી શરૂઆત કરવામાં આવી હતી તે આજે પણ એલોપેથીના વંટોળમાં અડિખમ ઊભી છે . આયુર્વેદ , એક અગાઢ સમુદ્ર છે , જેમાંથી આપણે માત્ર એક ખોબા જેટલા જ જ્ઞાનનું પાન કરી શક્યા છીએ . આયુર્વેદની બૃહદત્રયીમાંથી એક મહત્વની સંહિતા ચરકસંહિતમાં દર્શાવ્યા અનુસાર સમગ્ર આયુર્વેદનું પ્રયોજન શું છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે , સ્વસ્થ સ્વાથ્ય રક્ષ ‘ જેનો સૌ પ્રથમ ઉદ્દેશ્ય છે જે સ્વસ્થ છે તેને સ્વસ્થ રાખવા અને ત્યારબાદ માર્ચ વિકાર પ્રશમન એટલે કે બીમાર માણસોના રોગોને શાંત કરવા , એમનો નાશ કરવો . આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિના આઠ અંગો હોવાથી તેને અષ્ટાંગ આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે .

આયુર્વેદમાં સુપ્રસિદ્ધ પંચકર્મ ચિકિત્સા ઉપરાંત જુદી જુદી ચિકિત્સામાં એક ચિકિત્સાપધ્ધતિ રસાયન ચિકિત્સા છે . આ સૌમાં શ્રેષ્ઠ રસાયન ઔષધિ એટલે હરીતકી . હરીતકીને આપણે હરડે તરીકે ઓળખીએ છીએ . આયુર્વેદની તમામ ઔષધિઓમાં મોભાનું સ્થાન ધરાવતી હરીતકી ત્રિફલામાંનું મુખ્ય દ્રવ્ય ઔષધ છે . જેમ સમાજમાં નાત જાતના ભાગલા છે તેવી જ રીતે ઔષધિના ગુણ તેનો સમાવેશ COMBRETACEAE FAMILY માં કરવામાં આવે છે . હરીતકીનું બોટનીકલ નામ TERMINALIA CHEMBULA છે . હિંદીમાં તેને હરડે , દડે તરીકે ઓળખવામાં છે . આ ઉપરાંત અંગ્રેજીમાં CHEBULIC MYROBALAN , તેલુગુમાં ફરવય , તમીલમાં ફુલાફ , અરબીમાં ત્રિાજ્ઞ તથા ફારસીમાં ૪ કરીકે ઓળખાય છે .

હરીતકી નિઘંટુના અનુસાર તેના પ્રાપ્યસ્થાન તથા ફળના આધારે સાત પ્રકાર વર્ણવેલા છે . વિધ્યાંચળ પર્વતમાળામાં પ્રાપ્ય અને સર્વરોગોમાં ઉપયોગી હરડે વિજયા તરીકે ઓળખાય છે . ગોળાકાર ફળ તથા મુખ્યત્વે ત્રણરોપણમાં ઉપયોગી હરડે રોહિણી તરીકે તથા જેનું બીજ મોટું અને ફળ નાનું હોય તેવી સિંધ પ્રદેશમાં પ્રાપ્ત હરડે પુતના તરીકે ઓળખાય છે . પ્રમાણમાં વધારે ફળમજ્જા ધરાવતી અમૃતા નામની હરડે ચંપારણ્ય તથા ભાગલપુર વિસ્તારમાં પ્રાપ્ય પીળા રંગનું સર્વરોગોમાં ઉપયોગી જીવંતી નામનું હરડે ફળ સૌરાષ્ટ્ર , ગુજરાતના વિસ્તારમાં પ્રાપ્ત થાય છે . હિમાચલ પ્રદેશમાંથી મળી આવતું ચેતકી નામનું હરડેફળ ત્રણ રેખાઓ ધરાવે છે .

સાત પ્રકારની હરડેમાંથી વિજય નામની હરડેને સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવી છે . લવણરસ સિવાયના તમામ રસ ધરાવતી પંચરસા અને લઘુ , રુક્ષ ગુણધરાવતી હરીતકીનો વિપાક એટલે કે પાચન અંતેનો રસ મધુર છે . તે ઉષ્ણવીર્ય ધરાવતી ઔષધિ છે . હરીતકી તમામ પ્રકારના રોગોમાં ઉપયોગી છે . કારણ કે તે પાચનશક્તિ પર અસર કરે છે . અર્થાત જઠરાગ્નિ પર કાર્ય કરે છે . આજના એલોપેથી યુગની RANITADINE , OMEPRAZOLE , , RABEPRZOLE , PANTOPRAZOLE , , BISACODYLE તમામ દવાઓની સરખામણીમાં આયુર્વેદની એકમાત્ર હરીતકી તમામ તકલીફો સામેલડવા માટે સક્ષમ છે . શરીરની અન્ય ધાતુઓની ઉત્પત્તિ , કાર્યશક્તિ તમામ માટે જઠરાગ્નિ જવાબદાર છે .

આથી જો મૂળને પાણી પાઈએ તો છોડ તો ઉછરવાનો જ ! હરીતકી દોષન તથા અનુલોમન જેવા ગુણ ધરાવે છે . પ્રમેહતર તરીકેનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે . પ્રમેહ એટલે આપણું DIABETES . હરીતકીનો સૌથી ખાસ પ્રયોગ એટલે ‘ ઋતુ હરીતકી’નું વર્ણન ભાવપ્રકાશમાં દર્શાવેલું છે . છ ઋતુઓ અનુસાર હરીતકીને જુદાજુદા અનુપાન સાથે લેવાથી તે રસાયન તરીકે વર્તે છે એટલે ANTI AGING . સિધુર્થી grafkrajust ધામધુપુર્દે મા | વર્ષાવિવું ગમયા પ્રાશ્ય રસાયન Tulferat ભાવપ્રકાશના આ શ્લોક અનુસાર વર્ષાઋતુમાં સૈધવ નમક , શરદ ઋતુમાં સાકર , હેમંત ઋતુમાં શુટી એટલે કે અદરક , શિશિર ઋતુમાં પિપ્પલી એટલે કે સ્થાનિક ભાષામાં ભિંડી પીપર , વસંત ઋતુમાં મધ તથા ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે અભયા એટલે કે હરડેનો ઉપયોગ કરવાથી તે રસાયણ તરીકે વર્તે છે . આ ઉપરાંત ચામડીના રોગો , પેટના રોગો , મુત્ર રોગો , શ્વસનતંત્રના રોગો વગેરેમાં ઉપયોગી છે .

આધુનિકયુગના વૈજ્ઞાનિકોના હરિતકી પરના સંશોધન તથા પ્રયોગોથી જાણવા મળ્યું છે કે હરીતકી સૌથી શક્તિશાળી ANTI BACTERIA AGENT ધરાવે છે . જે શરીરમાં રોગોત્પત્તિ માટે જવાબદાર GRAM POSITIVE અને GRAM NEGATIVE બન્ને પ્રકારના બેક્ટરિયાનો નાશ કરવા સક્ષમ છે . ૨૦૦૭ માં બ્રિટનના THE INDEPENDENT અખબારના અહેવાલમાં પુરાવા સહિત દર્શાવવામાં આવ્યું હતું કે હરીતકી

કેન્સર સામે રક્ષણ આપી શકે છે . ભારતીય વૈજ્ઞાનિકોએ પણ દાવો કર્યો છે કે ત્રિફળા ANTI CANCER તેની AGENT ધરાવે છે . હાલમાં PITTSBURGH CANCER INSTITUTE ના રિસર્ચ અનુસાર તેPANCREATIC CANCER એટલે કે સ્વાદુપિંડના કેન્સર સામે રક્ષણ આપે છે . ઉંદરો પર થયેલા પ્રયોગમાં હરીતકી કેન્સરની ગાંઠને વધતા અટકાવે છે તથા કેન્સરના કોષોના મારણ માટે પણ જવાબદાર છે . આમ , હાલના એલોપેથીયુગમાં પણ હરિતકી પોતાનું સ્વતંત્ર સ્થાન ધરાવે છે . આ તમામ બાબતો પરથી એટલું તો ચોક્કસપણે કહી જ શકાય કે કોઈ પણ તકલીફમાં હરીતકી ફળદાયી છે . શાસ્ત્રોમાં પણ દર્શાવેલું છે કે , વચ્ચેમાતા J દે નાસ્તિ સત્ય માતા પિતા ‘ એટલે બાળક બીમાર હોય , તો માતા તેની સંભાળ લે છે પરંતુ જે બાળકની માતા ઘરે નથી તેને હરીતકી તમામ રોગમાંથી મુક્ત કરનારી “ માતા ” તરીકે કાર્ય કરે છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *