નાના બાળકોને પેટમાં થતા કીડા, કૃમિ કરમિયાનો 100% નાશ કરશે આ આયુર્વેદિક ઉપચાર, જાણો વધુ માહિતી…

ઘણા બાળકોને કૃમિ કે કરમિયા તેમજ કીડાની સમસ્યા રહે છે. આ કૃમિ અને કીડા બાળકથી માંડીને મોટાને પણ હોય છે. કૃમિ કે કરમિયા એક એવો પરજીવી છે કે આપણા શરીરની અંદર રહીને પોષણ મેળવે છે. આમાંથી કેટલાક પરજીવી હાનીકારક હોય છે તો કેટલાક ખુબ જ ખતરનાક પણ હોય છે. જે પરજીવી શરીરને નુકશાન પહોંચાડે છે તે વર્ષો સુધી શરીરમાં રહીને શરીરમાં રહે છે અને ધીરે ધીરે આપણા શરીરને ખોખલું કરી નાખે છે.

ખાસ તો વધારે પ્રમાણમાં આ કરમિયા નાના બાળકોના શરીરમાં હોય છે. કારણ કે આ કરમિયા બાળકો દૂધ વધારે પ્રમાણમાં પીતા હોય છે જેથી આ તકલીફ રહે છે. સાથે દુધમાં ખાંડ અને સાકર નાખેલું હોય છે. આ સાથે બાળકોને ગળ્યું ખાવાની પણ ટેવ વધારે હોય છે. જેથી બાળકોને કૃમિ વધારે રહે છે.

બાળકોના શરીરમાં અનાજના અંકુર જેવા નાના નાના કૃમિ હોય છે. આવા કરમિયા થતા હોય તેને ગોળ ખાવાનું બંધ કરી દેવું. બને ત્યાં સુધી મીઠાઈ ઓછી આપવી. આ કૃમિ બાળકોમાં રહે છે તેના ઈલાજ માટે વાવડીંગ ખુબ જ ઉપયોગી છે. આ વાવડીંગ મેંદીના બી જ જેવા આવે છે. આ વાવડીંગનો એકદમ બારીક પાવડર કરી નાખવો. જેના નાના બાળકો માટે 3 ગ્રામ જેટલા વાવડીંગ લેવા અને મોટા બાળકો માટે વાવડીંગ 5 ગ્રામ જેટલા લેવા. આ વાવડીંગ બાળકોને સવારે નરણા કોઠે મધની સાથે ચટાડી દેવા. આ રીતે સાંજે પણ ચટાડી દેવા. આ ઈલાજથી કૃમિ મટી જાય છે સાથે બીજા પણ ફાયદાઓ થાય છે. આ ઈલાજથી બુદ્ધિમત્તા પણ સુધરે છે.

વાવડીંગ ઔષધીય ગુણ હોવાથી તેનું પ્રમાણ વધી જાય તો કોઈ આડઅસર કરતા નથી. જો મધ ન હોય તો ફાકડો મારીને પણ ખાઈ શકાય છે. જે બાળકોને વાવડીંગ ખવરાવવામાં આવે છે તો તેમનો પેશાબ રાતા રંગનો આવે છે.

કરમાણી અજમાના પ્રયોગથી પણ કૃમિને મટાડી શકાય છે અને તેનો નાશ કરવામાં ઉપયોગી છે. કરમાણી અજમો ખાસ તો ગોળ કૃમિને મટાડવા માટે ઉપયોગી છે. આ અજમો ઓસડીયા વાળાની દુકાનેથી મળી રહે છે. ગોળ કૃમિ મોટા ભાગે મોટી વ્યક્તિઓમાં જોવા મળતા હોય છે. આ ઈલાજ માટે 5 ગ્રામ કરમાણી અજમો બરાબર પાવડર કરી અને તેને પાણી સાથે કે મધ સાથે લેવો. આ પ્રયોગ મોટાભાગે સવારે કરવો અને સાંજે સુતી વખતે પણ આ લઈ શકાય છે. આ પ્રયોગ કરવાથી ગોળ કૃમિ ઝાડા સાથે નીકળી જાય છે.

પિત્તપાપડો પણ કૃમિ મટાડવા માટેનું ઔષધ છે. આ પિત્ત પાપડો ત્રણ ગ્રામ જેટલો લઈ અને તેને અધકચરો ખાંડી નાખવો. આ પિત્ત પાપડાને રાત્રે સુતી વખતે પાણીમાં પલાળી દેવો. સવારે ઉઠીને અ પાણીને ગાળીને નરણા કોઠે પી જવું. આ પાણી પીધા પહેલા કે પછી અડધી કલાક સુધી કંઈજ ખાવું પીવું નહિ. આ પ્રયોગ કરવાથી પણ કૃમિ નાબુદ થઈ જાય છે.

આ કૃમિની ઉત્પતી બંધ થાય તે માટે પણ આયુર્વેદમાં ઉપચારો આપવામાં આવ્યા છે. આ માટે પણ 5 ગ્રામ જેટલા વાવડીંગ લાવવા. આ વાવડીંગનું ચૂર્ણ કરી લેવું અને તેની સાથે ગોળ બરાબર મિક્સ કરી લેવો. આ મિશ્રણ બાળકોને ચટાડી દેવું. આ પ્રયોગથી કૃમિની ઉત્પતિ બંધ થાય છે.

કપિલો નામની ઔષધી હોય છે, જે દેશી ઓસડીયા વાળાની દુકાનેથી મળી શકે છે. જેને જીવંતી કે ડોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કપિલો 5 ગ્રામ લઈને તેનો બરાબર પાવડર કરી નાખવો. આ 5 ગ્રામ કપિલાનો પાવડર દહીંની અંદર બરાબર મેળવી અને તેને સવારે ખાવો. આ પાવડર લીધા બાદ કછુ ખાવું કે પીવું નહિ. આ કપિલાનો પ્રયોગ કરવાનો હો તેની આગળની સાંજે રાત્રે ભાવે તેટલા પુષ્કળ પ્રમાણમાં ગોળ ખાઈ લેવો. આ પછી સવારે આ પ્રયોગ કરવો અને પછી કછુ જ ખાવું નહિ. આ પ્રયોગ કરવાથી પણ કૃમિ મટે છે. સંડાશની સાથે આ કૃમિ નીકળી જાય છે.

ઘણી વખત મોટા લોકોને પણ ખુબ જ પ્રમાણમાં કૃમિ વધી ગયા હોય છે. જે લોકો રાત્રે દાંત કચકચાવતા હોય છે તેઓને શરીરમાં કૃમિ હોય છે. કૃમિ હોવાનું લક્ષણ છે કે તેઓ દાંત કચકચાવે છે. આ ઈલાજ તરીકે અનાનસનું સરબત ખુબ જ ઉપયોગી છે. આ અનાનસનો રસ પણ પી શકાય છે. સીઝન દરમિયાન જો અનાનસ ખાવામાં આવે તો બધા જ પ્રકારના કૃમીઓ મરી જાય છે.

વડનું વૃક્ષ પણ કૃમીઓ માટેનું ઔષધ છે. વડની વડવાઈના છેડે ફૂટેલા નવા અંકુર હોય છે જે લઈ લેવા. આ અંકુરને લઈ અને તેને વવાટી નાખવા. તેમાંથી થોડો રસ કાઢી લેવો. માત્ર રૂપિયા કે બે રૂપિયાના વજન જેટલો રસ કાઢવો. આ રસ સવારે નરણા કોઠે પી જવો. આ રસને દરરોજ જ તાજો બનાવી લેવો. આ રસને લેતા પહેલા કે પછી એક કલાક સુધી કાંઈ જ ખાવું કે પીવું નહિ. આ પ્રયોગ કરવાથી પણ કૃમિ મરી જાય છે.

ઈન્દ્રજવ અને હિંગથી પણ કૃમિને મટાડી શકાય છે. આમાંથી હિંગ અને ઇન્દ્રજવનો પાવડર કરી નાખવો. આ પાવડર માંથી 5 ગ્રામ ઇન્દ્રજવ પાવડર અને 1 ગ્રામ જેટલો હિંગનો પાવડર લેવો. હિંગનો ઉપયોગ કરતા પહેલા થોડા અમથા ઘીમાં તળી નાખવી. હિંગને શેકી નાખ્યા બાદ કે તળી લીધા બાદ આ ઇન્દ્રજવના પાવડર ભેગી મિશ્ર કરી દેવી. આ પાવડર સવારે નરણા કોઠે પાણી સાથે ફાકી જવો. આ પાવડરથી પણ કૃમિ મરી જાય છે.

કપૂર અને કેસર પણ કૃમિના ઇલાજમાં ઉપયોગી થાય છે. આ માટે કપૂર એક ગ્રામ અને તેમાં થોડું કેસર ભેળવી દેવું. આને સાંજે સૂતી વખતે બરાબર પાણી સાથે લેવું. આ પ્રયોગથી સવારે સંડાશ સાથે કૃમી નીકળી જાય છે.

આમ, આ રીતે ઉપરોક્ત ઉપચારો કરવાથી નાના બાળકોથી મોટા લોકો સુધીના કૃમિ, કરમિયા અને પેટના કીડા મટાડવા માટે ઉપયોગી થાય છે. આ ઈલાજથી શરીરના આંતરડામાં પણ ફાયદો થાય છે અને આંતરડામાં રહેલા કૃમિ અને મળદ્વાર અને મળાશયમાં રહેલા કૃમિનો નાશ કરી શકીએ છીએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *