બધા જ રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો તેને બનાવવાની રીત…

રસાયણ આયુર્વેદમાં ખુબ જ ઉપયોગી ચૂર્ણ છે. જે શરીરની અનેક બીમારીઓનો નાશ કરે છે. જો તમે કોઈ બીમારીથી પરેશાન હો તો આ રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરીને આ બીમારીથી છુટકારો મેળવી શકો છો. “યદ્ જરાવ્યાધિનાશનં તદ્ રસાયનમ્” ઘડપણ અને રોગોનો નાશ કરે છે તેને રસાયન ગુણવાળું ઔષધ સમજવું.

આ ખુબ જ શરીર માટે ઉપયોગી ચૂર્ણ હોવાથી તેના વિશેની સંપૂર્ણ માહિતી અમે આ લેખના માધ્યમથી આપના સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. જેમાં અમે આ ચૂર્ણ કેવી રીતે બનાવી શકાય અને કઈ ઔષધીઓ દ્વારા બને તેમજ તૈયાર મળી રહે છે જે વિશે સમ્પૂર્ણ માહિતી આ લેખ દ્વારા આપીશું.

રસાયણ ચૂર્ણ વાત રોગ અને પિત્ત રોગમાં રામબાણની જેમ ઉપયોગમાં આવે છે. આ રસાયણ ચૂર્ણ આપણા શરીરમાં કુદરતી કફ બનાવવાનું કાર્ય કરે છે. આ રસાયણ ચૂર્ણના લીધે ઉત્પન્ન થતો કફ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે. રસાયણ ચૂર્ણ ચામડીની એલર્જી હોય તો તેમાં પણ ખુબ જ ઉપયોગી છે. જેનાથી ઈમ્યુનીટી વધે છે.

રસાયણ ચૂર્ણ વાળને ગ્રોથ કરે છે તેમજ તે કફ વર્ધક છે, જે વાત અને પિત્તના વિકારોને દુર કરે છે. વાળ સફેદ હોવાનું મુખ્ય કારણ પિત્ત વિકાર હોય છે જયારે આ સમસ્યામાં રસાયણ ચૂર્ણનું સેવન કરવામાં આવે તો વાળ સફેદ થતા અટકે છે. રસાયણ ચૂર્ણ શરીરના રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ બધી જ ધાતુને કાબુમાં કરીને શરીરને બોડી કંટ્રોલ કરે છે.

જોપ તમને હાઈબ્લડ પ્રેસરની બીમારી, કીડની સંબંધીત બધા જ પ્રકારની બીમારી, પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યા અને પથરીની સમસ્યા વગેરેમાં આ રસાયણ ચૂર્ણ એક એવી દવા છે જે આ બધા જ પ્રકારની બીમારીને મૂળમાંથી નાબુદ કરે છે. તે એક શ્રેષ્ઠ એન્ટીઓક્સીડેંટની જેમ કાર્ય કરે છે.

આ રસાયણ ચૂર્ણ શરીરમાં બનનારા ઝેરીલા પદાર્થો અ જેવા કે આમનું પાચન કરીને તે એને શરીરની બહાર કાઢે છે. અને આ શરીરના દરેક અંગમાં લોહીનું પરિભ્રમણ થાય છે. જેની અંદર જે પણ ટોકસીન હોય છે તેને યુરીન સાથે શરીરની બહાર કાઢવાનું કાર્ય કરે છે. અમે અહિયાં આ રસાયણ ચૂર્ણ બનાવવાની રીત બતાવીએ છીએ. જેથી તમે ઓછા ખર્ચે રસાયણ ચૂર્ણ બનાવી શકો.

જરૂરી સામગ્રી: સુકા આમળા 50 ગ્રામ, સુકા ગોખરું 50 ગ્રામ, સુકી ગળો 50 ગ્રામ અને મિશ્રી 150 ગ્રામ જેટલી એકત્રિત કરી લેવી. આમળા એટલે કે સૂકાં આમળાં, ગોખરુંના ફૂલ આવે છે જેનો ઉપયોગ કરી શકાય છે. તેમજ ગળો જે વૃક્ષ પર મળી રહે છે. ખાસ કરીને લીમડાના ઝાડ પરથી લીધેલો ખુબ જ ઉપયોગી છે. આ બધી જ વસ્તુ તૈયાર પંસારીની દુકાન પર મળી રહે છે.

રસાયણ ચૂર્ણ બનાવવાની રીત: આ ત્રણેય આમળા, ગોખરું અને ગળો જેવી ઔષધિને લઈને તેનું ખાંડી નાખો. અને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ બનાવ્યા બાદ તેને યોગ્ય મોટા સાફ સુકા કપડાથી કે ચારણીથી ચાળી લો. તેને ચાળવાથી વધારાનો કચરો અલગ તરી જાય છે. જેથી આ પાતળું ચૂર્ણ હોય તો પચવામાં પણ સરળતા રહે છે.

આ રીતે બધી જ વસ્તુને તમે ખાંડીને કે દળીને ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણ બનાવેલી બધી જ ઔષધીના ચૂર્ણને સરખા ભેગા કરતી વખતે બધાનું પ્રમાણ સરખું રહેવું જોઈએ. જેમ અમે બતાવ્યા પ્રમાણે તમે 50-50-50 ગ્રામની માત્રામાં ત્રણેય ચૂર્ણ લઈને તેને મિક્સ કરી લો. આ મિક્સ કરેલા ચૂર્ણથી જેટલું ચૂર્ણ બને તેટલા જ પ્રમાણમાં તેમાં મિશ્રી ઉમેરો. એટલે કે આપણે બધી જ ઔષધી 50-50-50 ગ્રામની માત્રામાં લઈને 150 ગ્રામ જેટલું ચૂર્ણ બનાવ્યું તો તેમાં 150 જેટલી મિશ્રી ઉમેરો. આ તૈયાર થયું રસાયણ ચૂર્ણ.

સેવન કરવાની માત્રા અને રીત: 1 ચમચી જેટલું ચૂર્ણ સાંજે સુતા પહેલા સુધ સાથે અને ૧ ચમચી સવારે ખાલી પેટ પાણી સાથે લઈ શકો છો. આ પ્રમાણમાં જો રસાયણ ચૂર્ણ લેવામાં આવે તો શરીરમાં અનેક ફાયદાઓ કરે છે અને રોગોને મટાડે છે.

પેશાબ સંબંધી સમસ્યા: આ ચૂર્ણને લાંબા સમય સુધી સેવન કરતા રહેવાથી મૂત્રમાર્ગના તમામ રોગને નાબુદ કરે છે. આ ચૂર્ણ મૂત્ર સમયે બળતરા થવી, લોહી નીકળવું, સોજો આવવો, પેશાબ રોકાઈ રોકાઈને આવવું, મૂત્ર માર્ગની સમસ્યામાં નુકશાન થવુ જેવી તમામ પ્રકારની સમસ્યાનો ઈલાજ રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી થાય છે.

મૂત્રકૃછ: આ સમસ્યામાં પેશાબ કરવામાં ઘણા લોકોને તકલીફ પડે છે. પેશાબ રોકાઈ રોકાઈને આવે છે. માટે વારંવાર પેશાબની જરૂર પડે છે. વ્યક્તિમાં આ સમસ્યાને પરિણામે કીડનીમાં અને મૂત્રાશયમાં દુખાવો થાય છે. વ્યક્તિના પ્રજનન અંગોને પણ આ સમસ્યાથી ઈજા થાય છે. જેના લીધે પેશાબ કરતા સમયે બળે છે. આ સમસ્યામાં રસાયણ ચૂર્ણની સેવન કરવાથી રાહત મળે છે.

વીર્ય વિકાર: પુરુષોમાં વીર્ય વિકારની સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. આ સમસ્યાને લીધે તેવો શારીરિક સુખ આનંદથી નથી માણી શકતા અને સંભોગ કરવામાં તકલીફ પડે છે. વ્યક્તિની આ સમસ્યાથી નપુંસતાની સમસ્યા પણ રહે છે. આ પ્રોબ્લેમના કારણે વ્યક્તિ મૂંઝવણમાં રહે છે. જ્યારે વીર્ય જલ્દી છૂટી જવું અને વીર્ય સ્ખલન થઇ જવું જેવી સમસ્યા પણ થાય છે. ઘણા યુવાનોને રાત્રે શીઘ્રપતન થવાની સમસ્યા પણ રહેતી હોય છે તેમાં આ રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી આ સમસ્યા મટે છે. સાથે વીર્યમાં પણ વધારો થાય છે.

શરીર બળવું કે દાઝી જવું: ઘણી વખત કોઈ કાર્ય કરતી વખતે આગથી શરીરનું કોઈ અંગ દાઝી જવાની સમસ્યા થાય છે. જ્યારે ક્યારેક ગરમ પાણી અડી જવાથી કે શરીરના અંગ પર ભૂલથી પડવાથી પણ અંગ દાઝી જાય છે. આ દાઝી જવાની સમસ્યામાં રસાયણ ચૂર્ણનું સેવન કરવામાં આવે અને સાથે તેનો પેસ્ટ બનાવીને દાઝેલા ભાગ પર લગાવવામાં આવે તો આ અંગ પર જલ્દી રૂઝ વાળે છે અને જલ્દી ઠીક થાય છે. સાથે જો શરીર કળતું હોય તો પણ આ રસાયણ ચૂર્ણ ઉપયોગી થઈ શકે છે.

નબળાઈ: રસાયણ ચૂર્ણ શક્તિ વર્ષક તરીકે કાર્ય કરે છે. આ ચૂર્ણનું જો નિયમિત સેવન કરવામાં આવે તો તે શક્તિ વધારવાનું કાર્ય કરે છે. શરીરમાં શક્તિ વધારવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા તેમજ શરીરમાં તાકાત વધારવાનું કાર્ય આ રસાયણ ચૂર્ણ કરે છે. શક્તિવર્ધક ગુણ રસાયણ ચૂર્ણમાં હોય છે.

લોહી વધારે: રસાયણ ચૂર્ણ રક્તવર્ધક છે. રસાયણ ચૂર્ણ લોહીમાં વધારો કરે છે… જેનું યોગ્ય માત્રામાં નિયમિત સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે. જેના લીધે એનીમિયા અને થેલેસેમિયાની બીમારીથી પરેશાન લોકો માટે આ રસાયણ ચૂર્ણ ખુબ જ ઉપયોગી છે. એનીમિયાની બીમારી ગર્ભાવસ્થામાં રહેલી સ્ત્રીઓને વધારે થાય છે. જયારે તેમાં આ ચૂર્ણનું સેવન કરવામાં આવે તો લોહીની ઉણપ સર્જાતી નથી.

ડાયાબીટીસ: ડાયાબીટીસની સમસ્યાથી પીડિત દર્દીઓ માટે આ રસાયણ ચૂર્ણ રામબાણ ઔષધી છે. ડાયાબીટીસના દર્દીઓને આ રસાયણ ચૂર્ણ આપવામાં આવે તો શરીરમાં રહેલા લોહીમાં તે સુગરનું પ્રમાણ વધી જાય છે તેને ઘટાડે છે. લોહીમાં ગળપણ વધતા ડાયાબીટીસ થતી હોય છે. રસાયણ ચૂર્ણ સુગરના સ્તરને જાળવી રાખે છે અને ડાયાબીટીસમાં કાબુ નિયંત્રણ રાખે છે.

તાવ: તાવ માટે પણ આ બધી જ ઔષધી ઉપયોગી છે. માટે તેમાંથી બનેલા આ ચૂર્ણથી બધા જ પ્રકારના તાવ પર કાબુ મેળવી શકાય છે. તાવ પર કંટ્રોલ કરવામાં આ ચૂર્ણનું પાણી સાથે કે દૂધ સાથે સેવન કરવાથી શરીરમાં જીવાણું મરે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે શરીરનું તાપમાન ઘટે છે માટે તાવ ઉતરે છે.

સોજા ઉતારે: શરીરમાં કોઈ મુંઢ ઘા કે એકસીડન્ટ તેમજ કોઈ ઈજા થવાથી સોજા આવે છે. જ્યારે વાના લીધે અને જીવજંતુના ડંખના કારણે તે ચામડીના રોગના કારણે શરીર પર સોજા આવે છે. આવા સોજાને મટાડવા માટે રસાયણ ચૂર્ણ ખુબ જ ઉપયોગી છે. દૂધ સાથે ખાલી પેટ રસાયણ ચૂર્ણનું સેવન કરવામાં આવે તો સોજા જલ્દી ઉતરી જાય છે.

વૃદ્ધત્વ ઘટાડે: રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી આયુષ્યમાં વધારો થાય છે. તેમજ સ્વાસ્થ્યમાં પણ સુધારો રહે છે. શરીરમાં આવતા રોગો અટકી જાય છે. આ ચૂર્ણનું સેવન કરનાર વ્યક્તિ લાંબુ આયુષ્ય ભોગવે છે. આ ચૂર્ણ વૃદ્ધાવસ્થાના લક્ષણોને ઘટાડે છે. જે ચહેરા પરની કરચલીઓને દુર કરે છે તેમજ ચામડીમાં ઘડી પડી જતી અટકાવે છે. માટે યુવાન ચહેરો રાખવા માટે આ ચૂર્ણનું સેવન કરું જોઈએ.

બ્લડપ્રેસર: શરીરમાં આ રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી ફાયદો રહે છે. જે વધેલા બ્લડ પ્રેસરના પ્રમાણને નિયંત્રિત કરીને લોહીના દબાણને ધીમું કરે છે. તેમજ તે લોહીના વહાવાને નિયંત્રિત કરે છે. જેના લીધે હાર્ટએટેક જેવી સમસ્યાથી બચી શકાય છે. તેમજ ધીમા પડેલા બ્લડપ્રેસરને વધારીને સામાન્ય કરે છે. આમ, બ્લડપ્રેસર વધવાને કારણે હાર્ટએટેક થઈને દર્દીનું મૃત્યુ થવાના જોખમને ઓછું કરે છે.

કીડનીની સમસ્યા: કિડનીમાં દુખાવો થવો અને પથરી જેવી સમસ્યા તકલીફને મટાડવાનું કાર્ય રસાયણ ચૂર્ણ કરે છે. રસાયણ કિડનીમાં પથરીને આ ચૂર્ણનું સેવન ઓગળી નાખે છે. અને તેને પેશાબના માર્ગેથી બહાર કાઢે છે. જે પથરીને દુર કરીને તેમજ કીડનીમાં સમસ્યા થતી હોય તે બધી જ સમસ્યાને અટકાવે છે.

હાડકા મજબુત: રસાયણ ચૂર્ણ શરીરમાં કેલ્શિયમ ઉમેરે છે. કેલ્શિયમ રસાયણ ચૂર્ણમાં રહેલું હોવાથી હાડકા મજબુત થાય છે. તેમજ જલ્દી ભાંગતોડ થતી નથી. માટે હાડકા સુરક્ષિત રહે છે. જયારે મુંઢ ઘા કે બીજી કોઈ શરીરમાં ઈજા થાય તેમજ સાંધાનો વા જેવી સમસ્યામાં જો રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી દુખાવો મટે છે અને હાડકા સ્વસ્થ થાય છે. આ ચૂર્ણ દાંત મજબુત કરે છે. આ રસાયણ હાડકામાં થતા રોગોને દુર કરે છે.

લોહી શુદ્ધ કરે: આ રસાયણ ચૂર્ણ શરીરમાં રહેલા લોહીને શુદ્ધ કરે છે. તે શરીરને ડીટોકસીફાઈ કરે છે. જેના લીધે ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળે છે. આ ઝેરી તત્વો બહાર નીકળે છે જેના પરિણામે ચામડીના રોગો તેમજ કમળો, કોલેરા અને ઉલટી મટે છે. લોહીમાં ઝેરી તત્વ નહિ રહેવાથી તે ચામડીના રોગોને પણ મટાડે છે.

વંધ્યત્વ: વંધ્યત્વની સમસ્યામાં રસાયણ ચૂર્ણ ખુબ જ ફાયદો કરે છે. સ્ત્રીઓમાં ગર્ભ ન રહેવાથી આ સમસ્યા થાય છે. જેમાં આ રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી અંડપીંડ છુટા પડવાના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. જયારે પુરુષોમાં પણ આ ચૂર્ણ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ વધારીને વીર્ય અને શુક્રકોશો વધારે છે. જેના લીધે સ્ત્રીઓમાં ગર્ભ રહી શકે છે. સ્ત્રીમાં તે યોની સમસ્યા અને ગર્ભાશય સમસ્યાને પણ દુર કરે છે. ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સ વધારે છે. જેથી પ્રજનન ક્ષમતા વધે છે.

ગર્ભાવસ્થા : આમ, રસાયણ ચૂર્ણ શરીરમાં અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી છે. જે ઉપરોક્ત અમે બતાવેલા રોગો સહીત બીજા રોગોને પણ મટાડી શકે છે. માટે નિયમિત રીતે જો આ રસાયણ ચૂર્ણનું સેવન કરવામાં આવે તો શરીર નીરોગી રહે છે. શરીરમાં રોગો ઘર કરતા નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને આ માહિતીના આધાર પર ઘરે જ રસાયણ ચૂર્ણ બનાવી શકશો અને બીમારીઓથી બચી શકશો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *