શિયાળામાં મળતું આ સામાન્ય ફળ, મફતમાં જ મટાડી દેશે શરીરની અનેક બીમારીઓ, લોહીને સાફ કરી વધારી દેશે પુરુષોની યૌનશક્તિ…

આજે અમે તમને જણાવશું આમળાના સેવનથી થતા ફાયદા. આમળા એક એવું ફળ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. આયુર્વેદમાં આમળાને કફ કંટ્રોલ કરવા માટે લાભદાયી ગણવામાં આવે છે. તેના સેવનથી ઘણા ફાયદા થાય છે, ચાલો તો જાણીએ આમળાના અલગ અલગ ફાયદાઓ વિષે.

આમળા માંથી મળતા પોષકતત્વો : આમળા વિટામીન સી, આયર્ન, વિટામીન બી કોમ્લેક્ષ, કેરોટેસ અને ઝીંક જેવા પોષકતત્વોથી ભરપૂર છે. તે તમારી રોગપ્રતિકારક શકિતને મજબૂત બનાવે છે.

આમળાના ફાયદા : 1) ડાયાબીટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે : આયુર્વેદિક ડોક્ટર મુલ્તાની કહે છે કે આમળામાં ભરપૂર માત્રામાં પોલીફેનોલ હોય છે, તેમાં રહેલા એન્ટી-ઓક્સીડન્ટ ગુણ હાઈ બ્લડશુગરથી બચાવે છે. તેનું સેવન ડાયાબીટીસના દર્દીઓ માટે લાભદાયક છે.

2) હદયને સ્વસ્થ રાખે છે : આમળા ફાઈબર અને આયર્નથી ભરપૂર છે, તે લિપોપ્રોટીનના ઓક્સીકરણને નિયંત્રિત કરે છે જેના કારણે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલમાં ઘટાડો કે નિયંત્રણના કારણે હદયરોગની સંભાવના ઘટે છે.

3) ત્વચાને મુલાયમ બનાવે છે : આમળાનું જયારે ખાલી પેટ સેવન કરવામાં આવે છે, ત્યારે તે કોલેજનના ઉત્પાદનમાં વધારો કરે છે. તે વિટામીન ઈ થી ભરપૂર હોય છે જે ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવે છે.

4) પુરુષોમાં શકિતમાં વધારો કરે છે : આયુર્વેદિક ડોક્ટરના કહ્યા મુજબ આમળામાં રહેલું વિટામીન સી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે છે અને યૌનશકિત વધારે છે. આમળા આયર્ન અને ઝીંકનો સારો સ્ત્રોત છે જે સ્પર્મ ક્વોલીટીને પણ સુધારે છે.

5) રોગપ્રતિકારક શકિત વધારે છે : આમળામાં પોલીફેનોલ અને વિટામીન સી ભરપૂર માત્રામાં રહેલું છે, જે તમારી રોગપ્રતિકારક શકિત વધારે છે. તે શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે, સાથે સાથે તમારી પાચનશકિત પણ વધારે છે.

6) લોહીની સફાઈ કરે છે : આમળાના સેવનને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે, અને બિનજરૂરી ટોક્સીન શરીરમાંથી દૂર થાય છે. આમળા ખાવાથી શરીરમાંથી ટોક્સીનનું સ્તર ઘટે છે અને હદય સ્વસ્થ રહે છે.

7) વાળના વિકાસમાં મદદ કરે છે : આમળામાં રહેલા એમીનો એસિડ, વિટામીન સી જેવા પોષકતત્વો વાળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે.આમળાના તેલનું મસાજ કરવાથી વાળને સફેદ થતા અટકાવી શકાય છે અને વાળ કુદરતી રીતે કાળા રહે છે.

8) માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે : આમળામાં રહેલા ફાઈટોન્યૂટ્રીઅન્ટસ તમારે બ્રેન સેલ્સને ડેમેજ કરતા રેડિકલ્સથી રક્ષણ કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલા એન્ટી-ઓક્સીડન્ટ ગુણ યાદશકિત વધારે છે અને સ્ટ્રેસ દૂર કરી મનને પ્રફુલ્લિત રાખે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *