આ ઘાસ છે આયુર્વેદની ખુબ જ કિંમતી જડીબુટ્ટી. 8 ગંભીર બીમારીઓને જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો તમે ઘણા પ્રકારની ઔષધી વિશે જાણતા હશો, દરેક ઔષધીના પોતાના અલગ અલગ ગુણ હોય છે તેમજ આ ઔષધિઓ અનેક રોગોના ઈલાજમાં ખુબ મદદ કરે છે. તેથી સદીઓથી આપણે ત્યારે આર્યુર્વેદનો એક પૌરાણિક વિષય રહ્યો છે. આયુર્વેદમાં ધીમી ગતિએ પણ કોઈ પણ રોગનો ઈલાજ જડમૂળથી થાય છે. તો આજે અમે તમને બ્રાહ્મી નામના ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.

બ્રાહ્મી એક પ્રકારનું ઘાસ છે. તેના અનેક નામ છે જેમ કે બકોપા મોનીઅર, બ્રામ, ભારતીય શીસ્ટોલીસ્ટીક. તે 3000 થી વધુ વર્ષોથી જાણીતું છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ એક છોડ રૂપે કરવામાં આવ્યો છે. જે એકને ‘જ્ઞાન પ્રાપ્ત કરવા’ અથવા ‘બ્રાહ્મણના જ્ઞાનને પ્રોત્સાહિત કરવા’ આપે છે. આજે આ છોડનો ઉપયોગ ભારતીય દવાઓમાં પરંપરાગત રીતે વિપુલ પ્રમાણમાં થાય છે.

બ્રાહ્મીનો ઉપયોગ આપણે ત્યાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. જડીબુટ્ટીના રૂપે સૌથી વધુ બ્રાહ્મીના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તે મસ્તિષ્ક માટે ખુબ ફાયદાકારક છે. તેથી તેને બ્રેઈન બુસ્ટર પણ કહેવાય છે. પણ બ્રાહ્મીમાં ઘણા ગુણો રહેલા છે. જેનાથી શરીરની બીમારીનો ઈલાજ થઈ શકે છે.

લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે : બ્રાહ્મીની અંદર નાઈટ્રીક ઓક્સાઈડ મળી આવે છે. જેનાથી બીપીનો ખતરો દુર થાય છે. બ્રાહ્મી લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે. જેનાથી નસમાં લોહીનો પ્રવાહ સહેલાઈથી થઈ શકે છે.
તણાવને ઓછો કરે છે : બ્રાહ્મીમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. એ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. તેને એક એડાપ્ટોજેન જડીબુટ્ટી માનવામાં આવે છે.

કેન્સર માટે બ્રાહ્મીના ગુણ : બ્રાહ્મી જડીબુટ્ટી કેન્સરને રોકવામાં મદદ કરે છે. તેમાં કેન્સર પ્રતિરોધક ગુણ હોવાથી તે મસ્તિષ્કના ટ્યૂમરની કોશિકાઓને મારવાની સાથે સ્તન કેન્સર અને કોલન કેન્સરની હાનિકારક કોશિકાઓના વિકાસને રોકવામાં મદદ કરે છે. તેથી જો કેન્સર શરૂઆતી સ્ટેજ પર હોય તો બ્રાહ્મીનું નિયમિત સેવન કરવું જોઈએ.

અલ્જાઈમરમાં થાય છે ફાયદો : અલ્જાઈમર એ મસ્તિષ્ક સંબંધી બીમારી છે. જેમાં વ્યક્તિની યાદશક્તિ કમજોર થઈ જાય છે. તેવામાં બ્રાહ્મીનું સેવન ઘણા ફાયદો કરે છે. કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-ઇફ્લેમેટરી અને એન્ટી કોન્વેલસેન્ટના ગુણ રહેલા છે. આ ગુણ મસ્તિષ્કની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. સાથે જ અનિદ્રા અને ચિંતાને પણ દુર કરે છે.

ટાઈપ 2 ના ડાયાબિટીસમાં ફાયદો કરે છે : બ્રાહ્મીમાં એન્ટી ડાયબિટીક ગુણ રહેલા છે. તેના નિયમિત સેવનથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ સિવાય બ્રાહ્મીમાં એન્ટી હાઇપરગ્લાઈસેમીક ગુણ હોવાથી ટાઈપ 2 ના ડાયાબિટીસમાં ફાયદો કરે છે.

મીર્ગી માટે ફાયદાકારક છે : આયુર્વેદ અનુસાર બ્રાહ્મીની મદદથી શરીરની બધી જ નસો અને બધા જ વિકારોને દુર કરી શકાય છે. મીર્ગીના ઈલાજ માટે એક આયુર્વેદિક દવા મેટટનો ઉપયોગ કરવામાં આવે છે. મેટટમાં એન્ટીલેપ્ટીક ગુણ રહેલા છે. જેનાથી મીર્ગીની સમસ્યા દુર થાય છે.

દુઃખાવો માટે બ્રાહ્મીનું તેલ ઉપયોગી છે : બ્રાહ્મીના તેલનો ઉપયોગ દુઃખાવાને દુર કરવા માટે થાય છે. તેમાં મળતો એન્ટી નોસીસેપ્ટીવ ગુણ તેને દર્દ નિવારક દવા બનાવે છે. શરીરમાં સાંધા અને માંસપેશીઓથી સંબંધિત બધા જ દર્દમાં આ ઔષધી તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

બાળકોના મગજનો વિકાસ કરે છે : બ્રાહ્મીથી બાળકોનો મગજ વિકસિત થાય છે. બાળકોને તેના ખોરાકમાં આપવામાં આવે છે. તેનાથી બાળકો પર તેનો સારો પ્રભાવ પડે છે અને બાળકોનો મગજ તેજ બને છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *