ગરમીમાં લાગવીલો આ ઘરે બનાવેલી વસ્તુ ભયંકરમાં ભયંકર ચામડીના રોગમાંથી મળશે તુરંત છુટકારો જાણો તેનો સરળ ઉપાય

મિત્રો આ સમયમાં ઘણા લોકોને ડાઘ, ખંજવાળ કે ખરજવા જેવી ચામડીની સમસ્યા થતી હોય છે. કોઈને શિયાળામાં શુષ્ક ત્વચા થવાને કારણે આ સમસ્યા થતી હોય છે. તો કોઈને ઉનાળામાં પરસેવો અને ગરમીના કારણે પણ ચામડીના રોગોની સમસ્યાઓ થતી હોય છે અને ચામડીની આ સમસ્યા એટલી જીદ્દી હોય છે કે ક્યારેક દવા પણ તેના પર કોઈ અસર કરતી નથી. આ સમસ્યાને સંપૂર્ણ રીતે ઠીક થતા ખુબ જ લાંબો સમય લાગે છે. તો ક્યારેક મિત્રો જો આ સમસ્યા લાંબો સમય રહે તો તેનો ઈલાજ કરાવવો ખુબ જ મુશ્કેલ થઇ જાય છે.

પરંતુ આજે અમે એક એવો સરળ ઉપાય લઈને આવ્યા છીએ કે જેના ઉપયોગથી માત્ર પહેલા દિવસથી જ તમને સમસ્યામાં રાહત લાગશે અને થોડા દિવસો બાદ તો સમસ્યા જ ગાયબ થઇ જશે. મિત્રો તમે ચામડીના સ્પેશિયાલિસ્ટને બતાવો તો તે ઘણો બધો ચાર્જ લેતા હોય છે. જ્યારે આ આયુર્વેદિક ઉપચારમાં માત્ર ચાર સામગ્રીથી જ સમસ્યાને જડમૂળમાંથી ખતમ કરી શકો છો. તો ચાલો જાણીએ ડાઘ, ખરજવું અને ખંજવાળ જેવી ચામડીની સમસ્યા માટેનો આયુર્વેદિક ઉપચાર.

આ ઉપચાર માટે તમારે એક કાચું કેળું, બે ચમચી દહીં, અડધી ચમચી હળદર અને અડધું લીંબુ જોઈશે. મિત્રો આ ઉપચાર કંઈ રીતે કરવો તે પણ જાણી લઈએ. સૌપ્રથમ તમારે કાચા કેળાની છાલ ઉતારી લેવાની છે. ત્યાર બાદ કેળાને પીસીને તેની પેસ્ટ બનાવી લેવાની છે.

હવે એક પાત્રમાં બે ચમચી કેળાની પેસ્ટ લેવાની છે. તેમાં બે ચમચી દહીં નાખવાનું છે અને ત્યાર બાદ તેમાં અડધી ચમચી હળદર ઉમેરી તેને બરાબર હલાવીને મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટ લગાવવા માટે તૈયાર છે. મિત્રો જો તમારા શરીરમાં વધારે ભાગમાં સમસ્યા હોય તો તમે બધી સામગ્રીની માત્રા વધારી શકો છો.

હવે તેને કંઈ રીતે ઉપયોગમાં લેવું તે ખુબ જ મહત્વનું છે. સૌપ્રથમ તો શરીરના જે ભાગમાં ડાઘ, ખરજવું કે ખંજવાળની સમસ્યા હોય તે અસરકારક ભાગને સ્વસ્છ પાણીથી ધોઈને સાફ કરી લેવો.

ત્યાર બાદ એક લીંબુનો અડધો કટકો લેવો અને અસરકારક જગ્યા પર થોડી વાર હળવા હાથે ઘસવો. લગભગ બે થી ત્રણ મિનીટ સુધી ઘસવું. મિત્રો જ્યારે તમે લીંબુનો ઉપયોગ કરશો ત્યારે તમને થોડી બળતરા થશે તે સ્વાભાવિક છે. પરંતુ તેનાથી સમસ્યા જડમૂળમાંથી ખતમ પણ થઇ જશે. માટે પહેલા લીંબુ અવશ્ય ઘસવું. લીંબુ વડે ઘસ્યા બાદ અસરકારક ભાગને ફરીથી સ્વચ્છ પાણી વડે ધોઈને સાફ કરી લેવો. ત્યાર બાદ આપણે અગાઉ જે પેસ્ટ બનાવી તે લગાવી દેવી.

મિત્રો સામાન્ય રીતે રાત્રે આ પ્રયોગ કરવો જેથી આખી રાત તે પેસ્ટ ત્વચા પર રહે અને પોતાનું કાર્ય કરે. તમે આ પેસ્ટ લગાવશો ત્યાર બાદ માત્ર એક જ વારના ઉપાયથી તમને થોડી રાહત થશે. પરંતુ તમે એક અઠવાડિયા સુધી જો સતત આ ઉપાયને અપનાવશો તો એક અઠવાડિયામાં તમારી સમસ્યા જડમૂળમાંથી ખતમ થઇ જશે. કારણ કે અહીં આપણે લીંબુ અને દહીંનો ઉપયોગ કર્યો છે. જેમાં એવા તત્વો રહેલા છે જે ચામડીની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત હળદરમાં એન્ટીઓક્સીડન્ટ, એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીફ્ન્ગશ જેવા ગુણો રહેલા છે. જે સમસ્યાથી છુટકારો અપાવે છે તો કેળું ત્વચાને ઉપાય દરમિયાન ઠંડક પ્રદાન કરવાનું કાર્ય કરશે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *