આધાશીશી કે માઈનગ્રેનની સમસ્યા નો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, જાણો એક ક્લિક માં વધુ માહિતી…

આધાશીશીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. આ એક પ્રકારનો માથાનો દુખાવો છે. જેને માઈગ્રેન પણ કહેવામાં આવે છે. આ સમસ્યાથી ઘણા બધા લોકો પીડાતા હોય છે. ખાસ કરીને 25 વર્ષથી માંડીને 55 વર્ષ સુધીની ઉમરના લોકોમાં આ સમસ્યા મોટા ભાગે જોવા મળે છે. આધાશીશીની સમસ્યામાં માથાનો ભાગ દુખે છે. આ સમસ્યામાં ઘણા લોકોને જમણી બાજુ દુખતું હોય છે, તો ઘણા લોકોને ડાબી બાજુ દુખતું હોય છે. ઘણા લોકોને માથાની બંને બાજુ દુઃખાવો થતો હોય છે.

ઘણા લોકોને આ મ્સ્યામાં કાનની ઉપર કે કાનની આજુબાજુ દુખાવો થતો હોય છે. ઘણા લોકોને આંખો ઉપર પણ દુખાવો થતો હોય છે તો કોઈક ને આખા કપાળમાં પણ દુઃખાવો થતો હોય છે. ક્યારેક આ આધાશીશીની સમસ્યામાં દુખાવો વધી જતો હોય છે. ખાસ કરીને આ દુખાવો શરુ થાય ત્યારે શરીરનું હલનચલન થાય કે માથું હલાવવાથી તીવ્ર દુખાવો થઈ જાય છે.

ઘણા લોકોને આ આધાશીશીની સમસ્યા સૂર્યની ગતિ સાથે સંબંધિત રહે છે. એટલે કે જયારે સૂર્યોદય થાય, સૂર્ય ઉગે ત્યારે ધીમે ધીમે દુઃખાવો શરુ થાય છે અને સૂર્ય એકદમ માથા ઉપર આવે ત્યારે દુખાવો એકદમ તીવ્ર થઈ જાય છે અને સૂર્ય ઢળતો જાય તેમ દુખાવો પણ ઘટતો જાય છે. સૂર્ય આથમી જવાની સાથે દુખાવો પણ બંધ થઈ જાય છે.

આવી રીતે ઘણા પ્રકારે આધાશીશી માથાનો દુખાવો થાય છે. આ સમસ્યા જે લોકો ઉજાગરા કરતા હોય, જે લોકો વધારે પ્રમાણમાં એકટાણા કરતા હય તેવા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે.

જે લોકો ઘોંઘાટ વાળા વાતાવરણમાં કે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય. આવા વ્યક્તિઓને પણ આ સમસ્યા થઈ શકે છે. આ સિવાય ઋતુમાં જયારે ફેરફાર થાય, ત્યારે પણ ઘણા લોકોને આ સમસ્યા થતી હોય છે. ખાસ કરીને તૈલી પદાર્થ વધારે પ્રમાણમાં ખાતા હોય તેમને પણ આ સમસ્યા થાય છે. આથાવાળો ખોરાક ખાતા હોય તેવા લોકોને પણ આ સમસ્યા થાય છે. જે લોકો આલ્કોહોલનું વધારે સેવન કરતા હોય અથવા વ્યસન વાળા લોકો હોય તેવા લોકોમાં આ સમસ્યા મોટા ભાગે જોવા મળતી હોય છે.

આ જે કોઇપણ કારણો હોય પરંતુ આધા શીશીનો ઉપચાર ચાલુ કરી દેવો જોઈએ. કારણ કે આ સમસ્યાથી બ્રેન હેમરેજ થવાની શક્યતાઓ રહેલી છે. આ આધાશીશીના ઈલાજ માટે તુલસીના પાન અને મધ લેવું. તુલસીના છોડ પરથી પાન તોડીને તેમાંથી એક ચમચી જેટલો રસ કાઢવો. આ રસમાં એક ચમચી દેશી શુદ્ધ મધ નાખવું. આ બંનેને બરાબર મિક્સ કરવું. આ બંને વસ્તુ મિક્સ થઈને એકરસ થઈ જાય ત્યારે તેને ચાટીને સેવન કરવું.

જયારે આધાશીશીનો દુખાવો શરુ થાય એટલે તરત આ ઉપાય શરુ કરી દેવો. આ ઉપાય દિવસમાં બે વખત કરવો. આ સિવાય રાતે સુતી વખતે દેસી ગાયનું ઘી સહેજ ગરમ કરીને બંને નાકની અંદર બબ્બે ટીપા નાખી દેવા. આ ઉપાય કર્યા બાદ જ રાત્રે સુવું. આ પ્રયોગને નસ્ય ક્રિયા કર્મ કહેવામાં આવે છે. આ ક્રિયા 5 થી 7 દિવસ કરવાથી કાયમ માટે આધાશીશીનો દુખાવો મટી જશે. ઉપાય એકદમ સરળ અને અસરકારક તેમજ રામબાણ ઈલાજ છે.

આ સિવાય શરદ ઋતુમાં ભાદરવો આસોમાં આ માથાનો દુખાવો થતો હોય તો તેના માટે આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી લેવા. આ ત્રણેય વસ્તુઓ એક એક ચમચી લેવી. તેને મિક્સ કરી દેવું. આ મિશ્રણ બરાબર મિક્સ થયા બાદ તેને ધીમે ધીમે ચાંટી જવું. આવી રીતે આ ઉપાય દિવસમાં બે વખત સવારે અને સાંજે કરવો.

રાત્રે 8 થી 10 દ્રાક્ષના દાણા લેવા અને એક ચમચી ધાણાનો પાવડર લેવો. આ પાવડર એક વાટકી પાણીમાં મિક્સ કરી દેવો તેમાં આ દ્રાક્ષ નાખવી. આખી રાત આ મિશ્રણ પલળવા દેવું.

સવારે આ મિશ્રણને હાથથી ચોળી નાખવું અને આ મિશ્રણ વાળું પાણી ગાળી લેવું અને નરણા કોઠે પી જવું. આ પાણી પીધા બાદ એક કલાક સુધી કંઈપણ ખાવું પીવુ નહિ.

ત્રીજા પ્રયોગમાં ઠંડું દૂધ લેવું. આ દુધમાં સુંઠ ઘસવી. આ સુંઠ ઘસીને જે લેપ તૈયાર થાય તેને માથામાં કપાળ પર લગાવવો. સુંઠ ગરમ છે છતાં દુધમાં મિક્સ કરતા ઠંડું સ્વરૂપ ધારણ કરી લે છે. જેનાથી માથાનો દુખાવો મટે છે.

આ સિવાય રાત્રે થોડું હુંફાળું પાણી લેવું. જેમાં થોડું એક બે ચમચી મીઠું નાખવું. આ નાખ્યા બાદ તેને બરાબર મિક્સ કરી લેવું. આ બરાબર મિક્સ થયા બાદ 15 મીનીટ સુધી આ પાણીમાં પગ બોળી રાખવા. પગની આ પદ્ધતિ માથાના દુખાવાને એક્યુપ્રેસર પદ્ધતિ પ્રમાણે માથાનો દુખાવો મટાડે છે.

આધાશીશીના ઈલાજ માટે ચોખ્ખું અને શુદ્ધ કેસર લેવું. આ કેસરને ઘીની અનાદર બરાબર સારી રીતે મિક્સ કરવું. તેને સહેજ ગરમ કરી નાખવું. આ પછી એકરસ થયા બાદ દર્દીને ખાટલા ઉપર સુવરાવી દેવો. નીચે તકીયો રાખીને નીચે ઢળતું માથું રાખવું. આને બંને નસકોરાની અંદર નાકમાં બબ્બે ટીપા નાખવા. આ ટીપા કપાળ સુધી પહોંચે તેવા પ્રયાસ દર્દીએ કરવો. આ પ્રયોગ સવારે કરવો જેનાથી તત્કાળ ફાયદો થાય છે અને આધાશીશી ચોક્કસ મટી જાય છે.

આકડો માઈગ્રેનની અને માથાની સમસ્યાનું ખુબ જ સરળ અને ઘરેલું ઉપચાર તરીકે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવતું ઔષધ છે. આ આધાશીશીના કાયમી ઈલાજ માટે આકડાના મૂળને છાયડે સુકાવી લેંવા અને તે બરાબર સુકાઈને કડક બની જાય પછી તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણમાંથી 10 ગ્રામ ચૂર્ણમાં 7 ઈલાયચી અને કપૂર તેમજ ફુદીનો અડધો અડધો ગ્રામ ભેળવીને ખુબ જ ખરલ કરીને શીશીમાં ભરીને રાખી લેવું. આ ચૂર્ણને સુંઘવાથી છીંકો આવીને કફ દુર થાય છે અને તેનાથી માઈગ્રેનનો દુખાવો મટે છે.

જામફળને પણ આધાશીશીના ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. લીલા કાચા જામફળને લઈને તેને પથ્થર પર ઘસવા. આ ઘસતી વખતે જરૂર પ્રમાણે થોડું પાણીનો પણ ઉપયોગ કરવો. આ ઘસાવાથી થોડા લેપ કે ચટણી જેવું તૈયાર થશે.

હવે આ લેપને માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં લેપ કરી દેવો. આ લેપને માથા પર જ થોડા સમય 1 થી 2 કલાક સુધી સુકાવા દેવું. તેને સુકાવા દેવાથી 2 થી 3 કલાકમાં જ માથાનો દુખાવો મટી જશે અને તમે આધાશીશીની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

આ ઉપરોક્ત ઉપચારો ખુબ જ પ્રચલિત છે અને આધાશીશી કે માઈગ્રેનની સમસ્યાને દુર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય કરવાથી ચોક્કસ અમે જડમૂળમાંથી આધાશીશીની સમસ્યા દૂર થાય છે. અમે આશા રાખીએ કે તમને જયારે આ સમસ્યા થાય ત્યારે આ ઉપાયો ખુબ જ ઉપયોગી થશે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *