કપાસી મટાડવા માટે છે આ ઘરેલું ઉપચાર, જાણો વધુ માહિતી…
પગના તળિયામાં વ્હારે ચાલવાથી, રગડા વાળો ખોરાક ખાવાથી અથવા દબાવના કારણે ચામડીમાં મોટા બોર સમાન ગાંઠો બની જાય છે. તે ગાંઠોને કપાસી કહેવામાં આવે છે. જ્યારે સ્થાનિક ભાષામાં તેને જામરો પણ કહેતા હોય છે. જેને સામાન્ય રીતે મેડીકલ ભાષામાં Foot Corn કહેવામાં આવે છે. આ સમસ્યા ઘણા લોકોને થતી હોય છે. ઘણા દિવસો સુધી ઈલાજ ન કરવામાં આવે તો આ ગાંઠો મોટી થતી જાય છે. આ પછી ચાલવા-ફરવામાં મુશ્કેલીઓ થાય છે. આમાં કપાસીની કની 1 થી 4-5 થઈ શકે છે.
બહાર સમાન જેવા લાકડાની ખાંચ થવા કાંટા વાગવાથી, ઉંચી એડીના ચપ્પલ પહેરવાથી, અયોગ્ય ફીટ નહિ હોય તો બુટ પહેરવાથી, ઉઘાડા પગે ચાલવાથી, પગની કોઈ ઈજા, જન્મજાત વિકૃતિ હોવાથી પણ કપાસી થાય, ખેતર અથવા ગાર્ડનમાં કામ કરવાથી, વૃદ્ધાવસ્થા શરીરમાં ચરબી ઓછી થઈ જવાથી, અલગ ડીઝાઈન વાળા ચપ્પલ પહેરવાથી, ગરમ જગ્યાએ ચાલવાથી વગેરે કારણોસર આ રોગ થાય છે.
કપાસીના લક્ષણો: પગના તળિયામાં સફેદ મોતી-દાણા જેવી કપાસીની કણી 1 થી માંડી 4થી 5 થઈ શકે છે, ગાંઠમાં ખુબ જ દર્દ થાય, ગ્રંથીમાં ખુબ જ ચારો તરફ ઓછો ઉઠાવ આવે પરંતુ મધ્યભાગમાં વધારે ઉઠાવ આવે, બોરના સમાન આકારની ગાંઠ થાય. અમે અહિયાં આ રોગને દુર કરવાના ઉપચારો વિશે જણાવીએ છીએ તેનાથી ક્પાસીને મટાડી પણ શકાય છે અને રોકી પણ શકાય છે.
કપાસીનો ઘરેલું ઉપચાર: કપાસીને ઘરેલું ઉપચાર દ્વારા પણ મટાડી શકાય છે. અહી તમને ઘણી બધી ઔષધી વિષે જણાવામાં આવેલું છે.
મોરથુથું: 25 ગ્રામ ગરમ મીન કે વેસેલીનમાં 1 ગ્રામ મોરથુથુપાવડર, 2 ગ્રામ ખાવાનો સોડા બાયકાર્બ, 1.5 ગ્રામ ફુલાવેલ ટંકણખાર કે બારીક પાવડરને ખુબ સારી રીતે મિશ્ર કરી માલમ કરી, તેની પટ્ટી બનાવી, કપાસી પર મુકવાથી તે ઉપસી આવે, ત્યારે કાપી નાંખી ઈલાજ કરવાથી કપાસી મટે છે.
એરંડી દીવેલ: દરરોજ રાત્રે સુતી વખતે ચા અથવા સુંઠવાળા દુધમાં 1 થી 2 ચમચી દીવેલ (કેસ્ટર ઓઈલ) પીવું. તથા દીવેલમાં ફુલાવેલ ટંકણખારની ભૂકી મિલાવી, કપાસી પર માલીસ કરવું. આ ઉપાય માત્ર થોડા દિવસો સુધી કરવાથી કપાસી મટે છે.
સરસવ તેલ: પગે પાણીનો ભીનો પાટો 2 થી ૩ દિવસ સતત રાખવાથી અથવા પીલુડીના પાંદડા વાટી તેમાં મીઠું અથવા ટંકણખાર મિલાવી, તેની થેપલી કણી પર મૂકી પાટો બાંધવાથી કણી એકદમ સખતમાંથી નરમ થઇ ફોગાઇ જશે. ત્યારે તેને પતરી વડે ખોતરી ઉપરની જાડી, સફેદ ચામડી કાપી નાંખી અંદર રહેલ મરી જેવો નાનો સફેદ દાણો કાઢી નાખવો. તે પછી સરસીયું તેલ ખુબ ગરમ કરી તેના ગરમ ચપકા તે ખાડાની જગ્યાએ મુક્યા પછી, તના પર ફુલાવેલ ટંકણખારની ભૂકી મુકીને પાટો બાંધી દેવાથી કણીનું મૂળ બળી જશેને ત્યાં ફ્રી કણી નહિ થાય.
ઝાવા પથ્થર: પાંચથી સાત મિનીટ મિનીટ સુધી પગમાં જ્યાં કપાસી થઇ હોય તે ભાગ હળવા ગરમ પાણીમાં ડુબાડીને રાખો. હવે પ્યુમિક સ્ટોન એટલે કે ઝાવા પથ્થરની સહાયતાથી કપાસી ઉપર ચામડીમાં 2 થી ૩ મિનીટ સુધી ધીરે ધીરે રગડવાથી આ ભાગ પરથી પરું કે પાણી નીકળી જાય છે.
સફરજનનો વિનેગાર: ગરમ પાણીમાં પગને જ્યાં કપાસી છે તે ભાગ પાણીમાં ડુબાડીને રાખો અને 5 થી 7 મિનીટ બાદ પગને સારી રીતે સુ કાવીને સફરજનનો સિરકો 1 ચમચી લો, પછી તેને રૂના પૂમડામાં ડુબાવીને કપાસીવાળા જગ્યા પર લગાવી દો. સફરજનનો સરકો સુકાઈ જાય પછી રૂને હટાવી છે અને તે પછી ટીટ્રી ઓઈલની એકથી બે ટીપા કપાસી ઉપર લગાવ્યા બાદ આખા દિવસ માટે રાખો. સફરજનનો વિનેગાર એન્ટીબેક્ટેરિયલ હોય છે જેના કારણે તે બેક્ટેરિયા પ્રાકૃતિક રૂપથી નાશ પામે છે અને ચામડી મુલાયમ થઇ જાય છે.
સિંધવ મીઠું: ટબ અથવા બાલ્ટીમાં ગરમ પાણી ભરી દો અને સિંધવ મીઠું ભેળવીને કપાસી જે જગ્યાએ હોય તે જગ્યાએ 10 થી 15 મિનીટને માટે ડુબાડીને રાખો. સિંધવ મીઠામાં આવેલા એન્ટીબેક્ટેરીયલ ગુણ કપાસીને મટાડવા માટે ઉપયોગી છે.
ખાવાનો સોડા: પેસ્ટ તૈયાર કરવા માતાએ સૌપ્રથમ એક પેકેટ ખાવાના સોડાને થોડા પાણીમાં ભેળવીને તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી દો. આ પછી આ પેસ્ટને કપાસી વાળી જગ્યા પર આખીરાત માટે રાખી દો. ખાવાના સોડાના એન્ટીસેપ્ટિક ગુણ કપાસીને મટાડે છે. આ ઉપાય 7 દિવસ સુધી કરવાથી કપાસી સુકાઈ જાય છે.
લસણ: સૌપ્રથમ લસણની કળીને છોલીને તેને બે ભાગમાં કાપી નાખો. આ પછી તેનો કાપેલો ભાગ કપાસી વાળી જગ્યા પર 10 મિનીટ સુધી ઘસો અને વધેલા ભાગને કપાસીની જગ્યા પર રાખીને સુકાયેલા કાપડ વડે અથવા તો પટ્ટી વડે બાંધી દો. આ લસણ આખી રાત્રી અહિયાં જ રહેવા દો. સવારે ઉઠીને ગરમ પાણીથી પગને સાફ કરો. આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાથી કપાસી મટી જાય છે.
હળદર: 1 ચમચી હળદર અને 1 થી 2 ચમચી મધ ભેળવીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કપાસીની જગ્યા પર લગાવીને સુકાવા દો. આ પછી આ પેસ્ટને ગરમ ગરમ પાણી વડે ધોઈ લો. આ પેસ્ટનો ઉપાય 15 દિવસ સુધી કરવાથી કપાસીનો પ્રશ્ન કાયમી નાબુદ થાય છે.
જેઠીમધ: જ્યારે કપાસી થાય ત્યારે જેઠીમધ આ દર્દને ઓછું કરવામાં અસરકારક રીતે કાર્ય કરે છે. જેથીમધમાં ગ્લીસેરઈજેન નામનું તત્વ હોય છે જે દુખાવાને ઓછો કરવામાં અને કડક ચામડીને મુલાયમ બનાવવામાં ઉપયોગી છે. જેઠીમધના ૩ થી 4 સ્ટીક લો અને તેને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં તલનું તેલ અથવા સરસવનું તેલ ભેળવી દો. આ પેસ્ટને સુતા પહેલા કપાસીવાળી જગ્યા પર ધીરે ધીરે રગડો. રાત્રિભર આ પેસ્ટને અહિયાં રહેવા દો અને તેનાથી ચામડી નરમ થઇ જશે અને આક્ર ધીમે ધીમે ઓછો થઇ જશે.
જંગલી ડુંગળી: ડુંગળીનો પેસ્ટ અથવા કંદને પેસ્ટને કપાસી વાળી જગ્યામાં લગાવવાથી ચામડી ઢીલી અને નરમ થઇ જાય છે, કપાસીમાં થયેલા સોજો અને કડક ગાંઠને ઓછી કરવામાં અસરકારક રૂપે કાર્ય કરે છે જંગલી ડુંગળીમાં એન્ટીફંગલ ગુણ હોય છે જે ઈન્ફેકશનથી બચાવે છે અને ક્પસીને ઓછી કરવામાં અમદ્દ કરે છે. આ ઉપાય, માટે પ્રથમ જંગલી ડુંગળીને તળી લો. અને કપાસી પર રાખીને ઉપર પાટો બાંધી દો અને આખી રાત્રી ત્યાજ રહેવા દો.
આમ, આ ઉપરોક્ત તમામ ઉપચાર કરીને ક્પસીને મટાડી શકાય છે. આ ઉપાયો કરવાથી ગાંઠ પાકે છે અને ફૂટી જાય છે જેથી તેનો પસ કાઢવામાં સરળતા રહે છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી થાય અને જો તમને આ સમસ્યા થઈ હોય તો રાહત રહે અને ભવિષ્યમાં થાય તો તેને મટાડી શકો.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.