ઝડપથી વજન ઘટાડવા માટેનો આ છે ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક ઘરેલું ઉપચાર, જાણો તેની વધુ માહિતી…

આજના સમયમાં જીવનશૈલીના કારણે ઉત્પન્ન બીમારીઓમાં સૌથી મોટી બીમારી છે મેદસ્વિતા. આ બીમારીના કારણે શરીરનું વજન વધે છે. જેનાથી શરીરનો દેખાવ બેડોળ લાગે છે જ્યારે વધારે વજનમાં વધારો થાય છે ત્યારે ચાલવામાં પણ તકલીફ પડે છે, જયારે બેઠાડું જીવન બાઈ જાય છે. આ એક પ્રકારની સમસ્યા છે જેના લીધે અનેક તકલીફો થાય છે અને શરીરમાં અનેક રોગનું આગમન થાય છે. ભારતમાં વધારે વજનની સમસ્યા અનેક લોકોને થાય છે. વજન વધતા લોકો તેને ઓછું કરવાના ઉપાયો શોધે છે પરંતુ યોગ્ય જાણકારીના અભાવે આ વજન ઘટાડી શકાતું નથી. જ્યારે શરીરનું સામાન્યથી વધી જાય છે તેને વજન વધારો અને મોટાપણું કહેવામાં આવે છે.

જયારે રોજ વ્યક્તિ પોતાના શરીરમાં કેલરી ભોજનમાંથી લે છે જેને શરીરમાં વપરાશ થઈ શકતો નથી. જયારે વધારે પડતી કેલરી શરીરમાં ફેટના રૂપમાં જમા થાય છે. જેનાથી શરીરનું વજન વધવા લાગે છે. વધારે પડતું વજનએ જીવનશૈલીની અનિયમિતતાથી જોવા મળતો એક રોગ છે. વજન વધારો અને મેદમયતા આજે એટલી હદે વ્યાપક છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને એક સળગતી સમસ્યા તરીકે જોઈ રહ્યા છે. આપણા શરીરમાં ત્વચાની નીચે એડીપોઝ નામની એડીપોઝ નામની ખાસ પ્રકારની પેશીઓ છે. ચરબી શરીરમાં એથેરોસ્કલેરોસીસ, હાઈપરટેન્સન અને લીપીડ પ્રોફાઈલ બગાડવા માટે કારણભૂત છે. વધારે પડતા વજનથી હ્રદયરોગની સમસ્યા રહે છે. વધારે પડતા વજનથી ડાયાબીટીશ, હ્રદયરોગ, બ્રેઈન સ્ટ્રોક, પેરેલીસીસ, હાડકા નબળા પડવા અને સાંધાનો ઘસારો વગેરે સમસ્યા ઉત્પન્ન કરે છે.

શરીરનું વજન વધવાના કારણો: વધારે પડતા વજનના પરિણામે શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થાય છે. જેની ધીમે ધીમે અયોગ્ય દિનચર્યા,પ્રદુષણ અને અપચાની કારણે આ સમસ્યા સર્જાય છે. વજન બે કારણોથી વધે છે. અસ્વચ્છ ભોજન ખાણીપીણી અને શારીરિક ગતિશીલતામાં ખામી. ભોજનમાં મળતી વણવપરાયેલી અને વણજોઈતી શક્તિ શરીરમાં ચરબીમાં પ્રવર્તિત થાય છે. આ ચરબી એડીપોઝ ટીશ્યુ જમા થઈ શરીરનું વજન વધારે છે. વધારે પડતા જન્ક્ફૂડ, ફાસ્ટફૂડ, ફરસાણ, મીઠાઈઓ, હાઈ- કેલરી ફેસ્ટફૂડ ખાવાથી, બેઠાડું જીવન જીવવાથી.વધારે પડતા ડિપ્રેશનથી ,વધારે પ્રમાણમાં સુતા રહેવાથી, વધારે ખાવાથી અને યોગ્ય કસરત અને પરિશ્રમના અભાવે આ રોગ થાય છે.

શરીરમાં વજન વધારો થતા જોવા મળતા લક્ષણો: કોઈ વ્યક્તિનો વજન તેના BMI પર નિર્ભર હોય છે. BMI બે બાબતો પર આધારિત હોય છે. કદ અને વજન. BMI ની ફોર્મુલા (વજન)/(કદX2) પ્રમાણે થાય છે. BMI 18.5 થી ઓછી હોય તો ઓછુ વજન માનવામાં આવ છે, જયારે 18.5થી 24.9 હોય તો સામાન્ય વજન માનવામાં આવે છે. જ્યારે 25 વધારે 29.9 સુધીના BMIને વધારે વજન ગણવામાં આવે છે. જ્યારે BMI 30 થી વધારે હોય તો તેને મેદસ્વીતા કે મોટાપણું કે વધારે પડતું વજન માનવામાં આવે છે. BMI લિંગ અને આયુષ્ય પર નિર્ભર રહે છે. સામાન્ય રીતે પુરુષનું વજન 60 કિલો અને સ્ત્રીનું વજન 50 કિલો હોય છે, આ માપદંડ કરતા વજન વધારે હોય તો વજન વધારો ગણાય છે.

આં વજન કરતા 10 ટકા વજન વધે તો તકલીફો વધે છે. વજન વધતા વ્યક્તિમાં સ્ફૂર્તિનો અભાવ, કંટાળો, હતાશા, ચીડિયાપણું, થોડુક પરિશ્રમ કરતા હાંફ ચડે, શ્વાસ ચડે, પરસેવો વધી જાય, કબજિયાત રહે છે, પાચન શક્તિ અનિયમિત થાય છે, ખાટા ઓડકાર અને એસીડીટી રહે છે, ગેસ થાય છે, જીભ પર છારી વળી જાય, પરસેવામાં દુર્ગ્ગંધ,, શરીરમાં કળતર થાય, વધારે ચાલવામાં તકલીફ પડે, સ્ત્રીઓમાં માસિક અનિયમિત થાય, લોહીનું દબાણ વધે, લોહીમાં કોલેસ્ટેરોલ વધે છે, ટ્રાયગ્લીસરાઈડ વધી જવું વગેરે વધારે પડતા વજનના લક્ષણો છે, વધારે પડતા લક્ષણો સંતાનપ્રાપ્તિ અને પ્રસુતિમાં તકલીફ પેદા કરે છે.

વધારે પડતા વજનને ઘટાડવાના અને વજનને કાબુમાં રાખવાના અનેક ઉપાયો ઉપલબ્ધ છે, જયારે વજનને કંટ્રોલ કરવામાં અનેક દવાઓ પણ મળે છે જે બીજી અનેક આડઅસર કરે છે. જે બીજી બીમારીઓને નોતરે છે અને અનેક રોગ લાવે છે. જ્યારે અમુક અયોગ્ય માહિતીના પરિણામે જરૂરી પરિણામ આવતા નથી. અમે આજે અનેક ઉપાયો વિશે બતાવીશું જેના લીધે ખુબ જ શ્રેષ્ઠ પરિણામો મળશે.

તજ : લગભગ 200 મિલી પાણીમાં ૩ થી 6 ગ્રામ તજનો પાવડર નાખીને 15 મિનીટ સુધી ગરમ કરો. પાણી હળવું ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો. સવારમાં ખાલી પેટે અને રાત્રે સુતા પહેલા પીવો. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ છે જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે.

આદું અને મધ: લગભગ 30 મિલી આદુંના રસમાં બે ચમચી મધ નાખીને પીવાથી વજન ઘટે છે. આદું અને મધ શરીરની ચયાપચયની ક્રિયાને વધારીને ચરબીને બાળવાનું કાર્ય કરે છે. આદું વધારે પડતી ભૂખ લાગવાની સમસ્યાને દુર કરે છે. તથા પાચન ક્રિયાને યોગ્ય કરે છે. આ મિશ્રણ ખાલી પેટે તથા રાત્રે સુતા પહેલા લેવાથી વજન ઘટે છે.

લીંબુ અને મધ: એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ, એક ચમચી મધ અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સેવન કરવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે. કાળા મરીમાં પાઈપરીન નામનું તત્વ હોય છે. જે ચરબીની કોશિકાઓને શરીરમાં જમા થવા થતું અટકાવે છે. લીંબુમાં ઉપસ્થિત એસ્કોર્બીક એસિડ શરીરમાં જમા ચરબી અને ફેટને તોડે ચેહ અને શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

સફરજનનો વિનેગાર: એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજનનું વિનેગાર અને એક ચમચી લીંબુનો રસ મેળવીને તેનું સેવન કરવાથી વજન ઉતરે છે. જેમાં રહેલું પેપટીન ફાઈબર શરીરને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી અને ભરેલું મહેસૂસ કરાવે છે. તે લીવરમાં રહેલા ફેટને ઘટાડવામાં મદદ કરે છે.

કોબીજ: ભોજનમાં વધારેમાં વધારે પડતો ઉપયોગ કરવાથી વજન કાબુમાં રહે છે અને વધી ગયો હોય તો સામાન્ય થાય છે. કોબીજને પાણીમાં ઉકાળીને અથવા સલાડના રૂપમાં પ્રયોગ કરવાથી ફાયદો મળે છે. કોબીજમાં રહેલું ટેરટેરીક એસિડ શરીરમાં મૌજુદ કાર્બોહાઈડ્રેટને ચરબીમાં રૂપાંતરિત થવા દેતું નથી. જેનાથી કોબીજથી વજન ઉતારવામાં સહાયતા મળે છે.

અશ્વગંધા: અશ્વગંધાના બે પાંદડા લઈને તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ સવારમાં ગરમ પાણી સાથે પીવાથી વજન ઘટે છે. અશ્વગંધા તણાવના કારણે થતી ચરબી અને વજન વધતું હોય તો રોકે છે. વધારે તણાવમાં કોર્સીટોલ નામના હોર્મોન્સની વધારે પડતી માત્રાને કારણે બને છે. જેના લીધે ભૂખ લાગે છે. શોધ અનુસાર અશ્વગંધા કાર્સીટોલના સ્તરને ઓછું કરે છે.

ઈલાયસી: રાત્રે સુતા સમયે બે એલચી ખાઈને ગરમ પાણી પીવાથી વજન ઓછું કરવામાં સહાયતા મળે છે. ઈલાયસી શરીરમાં જમા ફેટને ઓછા કરે છે. તથા કાર્સીટોલ લેવલને પણ નિયંત્રિત કરે છે. જેમાં ઉપલબ્ધ પોટેશિયમ, મેગ્નેશિયમ,વિટામીન 1 અને વિટામીન બી6 અને વિટામીન સી વજન ઘટાડવામાં મદદ કરે છે સાથોસાથ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. એલચીમાં ઉપસ્થિત ગુણ પેશાબના રૂપમાં જમા વધારે પાણીને શરીરની બહાર કાઢે છે.

લીંબુ: નવશેકા 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ 2 ચમચી, 2 થી ૩ ચમચી ચોખ્ખું મધ મેળવીને રોજ ખાલી પેટે ખાવાથી વજન ઉતરે છે.

ગૌમૂત્ર: રોજ તાજું ગૌમૂત્ર 1 કપ, કપડેથી ગળી તેમાં અડધી ચમચી હરડેનું ચૂર્ણ નાખી, સવાર સાંજ પીવાથી વજન ઉતરે છે. તાજું ગૌમૂત્ર ના મળે તો ગૌ ઝરણ અર્ક લાવીને 1 થી 2 ચમચી દવામાં 1 કપ પાણી મેળવી રોજ પીવાથી ૩ માસની અંદર વજન ઉતરી જાય છે.

ટમેટા: પાકા ટમેટાનો સૂપ વજન ઘટાડી શકે છે. તેમાં મરી, ચંચળ, જીરું, હળદર, સુંઠ,અને ગોળ નાખી, ઉકાળો બનાવીને રોજ સવાર સાંજ પીવાથી વજન ઘટે છે.

મૂળા: મૂળના બીજનું ચૂર્ણ 5 થી 6 ગ્રામ લઇ 2 થી ૩ ગ્રામ લઇ 2 થી ૩ ચમચી મધમાં મેળવી રોજ સવાર સાંજ ૨ થી ૩ માસ સુધી પીવાથી વજન ઉતરે છે.

ત્રિફળા: ત્રીફળાનું ચૂર્ણ 5 ગ્રામ, અધેદાનો ક્ષાર 1 ગ્રામ તથા હળદર ચૂર્ણ 2 ગ્રામ ગરમ પાણીમાં કે મધ સાથે રોજ ૩ થી 4 માસ સુધી પીવાથી વજન ઘટે ઘટે છે.

એક ચમચી ત્રીફળાનું ચૂર્ણ લઇ રાત્રે 200 મિલી પાણીમાં પલાળી ડો. સવારે પાણી અડધું થાય ત્યાં સુધી ગરમ કરો. આ ગરમ પાણીમાં બે ચમચી મધ નાખી પીવાથી થોડાક જ દિવસોમાં વજન ઓછું થાય છે.

તજ: તજનો પાવડર ૩ થી 5 ગ્રામ લઇ રોજ 1 થી 2 ચમચી ચોખ્ખા મધ સાથે મેળવી 2 થી ૩ માસ સુધી લેવાથી વજન ઉતરે છે.

કરિયાતું: ત્રિફળા, હળદર, લીમડાની છાલ, ગળો, કરિયાતું અને મેથી સરખા ભાગે લઇ તેનું ચૂર્ણ બનાવી રોજ 5 ગ્રામ ચૂર્ણ પીવાથી વજન ઘટે છે.

ગરમળ: ગરમળના મૂળ. કોકમ, ગુડમાર, અધેડાનો છોડ, હળદર,વાવડીયા, મેથી અને સુંઠ સમભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવી, રોજ 5 ગ્રામ પીવાથી ૩ મહિનામાં વજન ઉતરી જાય છે.

વરિયાળી: 6 થી 8 વરિયાળીના દાણા એક કપ પાણી,અ 5 મિનીટ સુધી ગરમ કરો. તેને ગાળીને સ્વરમાં ખાલીપેટે ગરમાગરમ પીવાથી વજન ઉતરે છે. જેનાથી વધારે ભૂખ લાગવાની સમસ્યા દુર થાય છે અને જેથી ખાવાની ઈચ્છા થતી નથી અને વજન ઉતરે છે.

ફુદીનો: ફુદીનાના પાંદડાના રસના થોડા ટીપા ગરમ ઉકાળેલા પાણીમાં નાખો. આ દ્રાવણ ભોજનના અડધા કલાક પહેલા પીવો, જેનાથી પાચન ક્રીયામાં સહાયતા મળશે અને ચયાપચયક્રિયા વધશે અને જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

ગુગળ: ત્રિફળા, ગુગળ અને મેદોહર વાટીની 2-2 ગોળી લઈને પીસી નાખો. આ મિશ્રણને મધમાં મેળવીને ચાટવાથી અને ત્યારપછી ગરમ ઉકાળેલું પાણી પીવાથી વજન ઉતરે છે. આ ઉપાય દિવસમાં ત્રણ વખત દરરોજ કરવાથી વજન ઉતરે છે. ત્રિફળાના ઝેરને નષ કરતા તત્વો હોય છે અને જે આંતરડામાં ફસાયેલા જૂના મળને બહાર કાઢે છે. જેનાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.

હળદર: હળદરમાં વિટામીન બી, સી, પોટેશિયમ, આયર્ન, ઓમેગા-૩ ફેટી એસિડ, આલ્ફા લીન, લોયિક એસિડ તથા ફાયબર વધારે માત્રામાં હોય છે. તે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે થતા અતિરિક્ત ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

ધાણા, જીરું અને અજમા: જીરું, ધાણા અને અજમા અને વરીયાળીનું મિશ્રણ કરીને તેની ચા બનાવીને પીવો. આ ને ભોજન પછી પાણીમાં ઉકાળીને ઘુંટડા ઘુંટડા કરીને પીવાથી વજન ઉતરે છે. તુલસી, લીંબુ અને આદુંની બનાવેલી દૂધ વગરની ચા પીવાથી વજન ઉતરે છે.

આમળા: આમળામાં ભરપુર માત્રામાં વિટામીન સી હોય છે. જે એક શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડેન્ટ છે. જે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. જે એક મેટાબોલીઝમ વધારવામાં અને કેલરી ઓગાળવામાં મદદ કરે છે. સાથોસાથ આમળા શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

અજમા: જયારે પણ પેટની સાથે જોડાયેલી રોગોના ઈલાજ માટે અજમાનો ઉપયોગ શ્રેષ્ઠ છે. અજમા શરીરમાં શરીરમાં પાચન ક્રિયાને વધારે છે. જેનો ઉપયોગ વજન ઘટાડવામાં ઉપયોગી છે. અજમાને ખાલીપેટે સવાર સવારમાં પીવાથી શરીરમાં મેટાબોલીજમ તેજ બને છે સાથે તેનાથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે. 25 થી 50 ગ્રામ સુધી અજમા અને 1 ગ્લાસ પાણીમાં પલાળીને પીવાથી રાતભર પલાળ્યા બાદ સવારમાં તેમાં મધ નાખીને ખાલી પેટ પીવાથી વજન ઘટે છે. 15 થી 20 સુધી આ ઉપાય કરવાથી વજન ઘટે છે, 40 દિવસ સુધી ઉપાય કરવાથી વજન ઘટી જાય છે.

જીરાનું પાણી: એક ચમચી જીરું એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રાખ્યા બાદ સવારમાં પાણીમાંથી ઝીરું ગાળી લો. આ જીરું ખાલી પેટે ખાવાથી અને પાણીને ગરમ કરીને જેમાં લીંબુ નાખીને પીવાથી વજન ઘટે છે. આ ઉપાય જીરું પેટની જમા થયેલી ચરબીને કાપે છે. જેથી ઝડપથી વજન ઉતારવામાં ફાયદો મળે છે. સવાર, બપોર અને સાંજે ખાધા પછી આ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી ઝડપથી વજન ઉતરે છે.

ગ્રીન ટી: કાળી ચા, લીંબુ વાળી ચા અને ગ્રીન ટી વગેરે પીવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે. આ ચામાં દુધનો ઉપયોગ કરવામાં આવતો નથી. વજન ઘટાડવામાં આ હર્બલ ચા ખુબ જ ફાયદાકારક છે. આ દરેક ચા શરીરમાં મેટાબોલીઝ્મ તેજ કરીને પાચનક્રિયામાં સુધારો લાવે છે. આ પ્રકારની ચાનો ઉપયોગ કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

કાકડી: કાકડી ઘણા પ્રકારે વજન ઘટાડવામાં મદદ કરે છે. જેમાં ઓછી કેલરી હોય છે. જે ફેટ વધારતા નથી. કાકડીમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે. અને આ પાણી શરીરમાં વજનને નિયંત્રિત કરે છે.

ગાજર: વધારે વજનને ઓછુ કરવામાં ગાજર ઉપયોગી થાય છે. ગાજરમાં કેલરી હોય છે એ વજનને નિયંત્રિત કરે છે. જ્યારે ગાજરમાં ફાયબર પણ હોય છે જે વજન ઘટાડે છે. ગાજર પાચન ક્રિયા મજબુત કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગાજરને સીધા ધોઈને ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. અથવા તેનો સલાડ બનાવીને ખાવાથી ફાયદો થાય છે જેમાં જેની ઉપરની છાલ ઉખાડયા વગર ઉપયોગમાં લેવાથી લાભ મળે છે અને વજન ઘટે છે.

દુધી: શરીરમાં વજનને નિયંત્રણ કરવાનું કાર્ય દુધી કરે છે. જેમાં દુધીની જ્યુસ પીવાથી વજન ઘટે છે. દુધીમાં વિટામીન એ, વિટામીન સી અને આયર્ન હોય છે. સાથે ઉચ્ચ પ્રમાણમાં ફાયબર પણ હોય છે જેનાથી વજન ઘટાડવામાં ફાયદો મળે છે.

મીઠો લીમડો: વજન ઘટાડવામાં મીઠો લીમડો ખુબજ ફાયદાકારક છે. મીઠા લીમડામાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. સિવાય મીઠો લીમડો પાચન ક્રિયામાં મદદ કરે છે. અને ભોજન પચાવવામાં સહાયતા કરે છે. વજન વધતા સમયે લીમડાનો ઉપયોગ કરવાથી વજન ઘટે છે.

કારેલા: કારેલામાં વિટામીન બી 1, બી 2, બી ૩, અને સી તથા મેગ્નેશિયમ તેમજ, ફોલેટ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને ફાયબર હોય છે. જે શરીરના અનેક સમસ્યા સામે રક્ષણ આપે છે. વજન ઘટાડવા માટે કારેલાનું સેવન કરવું જોઈએ. કારેલા શરીરમાં વધારે ચરબી ઘટાડે છે અને પાચન સ્વાસ્થ્ય અને ઈમ્યુન સીસ્ટમ વધારે છે. કારેલાનો અઠવાડિયામાં ચારથી પાંચ કપ જ્યુસ પીવાથી અને તેની શાકભાજી તરીકે ઉપયોગ કરવાથી લાભ મળે છે.

તલ: તલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સલાડ અને રોટલીમાં મેળવીને ખાવાથી અથવા એક મુઠ્ઠી તલ થોડા દિવસો સુધી ખાવાથી વજન ઉતરે છે.

લસણ: રોજ સવારમાં ઉઠીને ખાલી પેટે લસણની બે કળીઓ ચાવીને અને પછી એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઉતરે છે. આમ માત્ર થોડા દિવસો કરવાથી વજન યોગ્ય પરિણામ મળે છે.

રાતા મરી: લાલ મરચાની ચા રોજ પીવાથી ચરબી ઓછી થાય છે. જેના પરિણામે વજન ઘટે છે. લાલ મરીમાં ઉચ્ચ ગુણવત્તા વાળા તત્વો હોય છે જે ચરબી બાળી નાખે છે.

આમ, આ ઔષધિઓના ઉપયોગ નિયમિત રીતે કરીને તમે વજન ઉતારી શકશો, આ વજન ઉતારવા માટે માત્ર ઔષધીઓનો જ ઉપયોગ થતો હોવાથી કોઈ આડઅસર વિના બીજી બીમારીને પણ નાબુદ કરી શકશો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારી વજન ઘટાડવાની સમસ્યા આ જડીબુટ્ટીના ઉપયોગ દ્વારા વહેલી નાબુદ થાય અને તમે એક નીરોગી અને યોગ્ય શરીર બનાવીને રહી શકો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *