વજન ઘટાડવા માટે આ છે સૌથી સફળ ઘરેલું ઉપચાર, આજે જ અપનાવી લો આ ઉપાય….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં જીવનશૈલીના કારણે ઉત્પન્ન બીમારીઓમાં સૌથી મોટી બીમારી છે મેદસ્વિતા. આ બીમારીના કારણે શરીરનું વજન વધે છે. જેનાથી શરીરનો દેખાવ બેડોળ લાગે છે જ્યારે વધારે વજનમાં વધારો થાય છે ત્યારે ચાલવામાં પણ તકલીફ પડે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જયારે બેઠાડું જીવન બાઈ જાય છે. આ એક પ્રકારની સમસ્યા છે જેના લીધે અનેક તકલીફો થાય છે અને શરીરમાં અનેક રોગનું આગમન થાય છે. ભારતમાં વધારે વજનની સમસ્યા અનેક લોકોને થાય છે. વજન વધતા લોકો તેને ઓછું કરવાના ઉપાયો શોધે છે પરંતુ યોગ્ય જાણકારીના અભાવે આ વજન ઘટાડી શકાતું નથી. જ્યારે શરીરનું સામાન્યથી વધી જાય છે તેને વજન વધારો અને મોટાપણું કહેવામાં આવે છે જયારે રોજ વ્યક્તિ પોતાના શરીરમાં કેલરી ભોજનમાંથી લે છે જેને શરીરમાં વપરાશ થઈ શકતો નથી.

મિત્રો જયારે વધારે પડતી કેલરી શરીરમાં ફેટના રૂપમાં જમા થાય છે. જેનાથી શરીરનું વજન વધવા લાગે છે. વધારે પડતું વજનએ જીવનશૈલીની અનિયમિતતાથી જોવા મળતો એક રોગ છે. વજન વધારો અને મેદમયતા આજે એટલી હદે વ્યાપક છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને એક સળગતી સમસ્યા તરીકે જોઈ રહ્યા છે. આપણા શરીરમાં ત્વચાની નીચે એડીપોઝ નામની એડીપોઝ નામની ખાસ પ્રકારની પેશીઓ છે. ચરબી શરીરમાં એથેરોસ્કલેરોસીસ, હાઈપરટેન્સન અને લીપીડ પ્રોફાઈલ બગાડવા માટે કારણભૂત છે.

મિત્રો વધારે પડતા વજનથી હ્રદયરોગની સમસ્યા રહે છે. વધારે પડતા વજનથી ડાયાબીટીશ, હ્રદયરોગ, બ્રેઈન સ્ટ્રોક, પેરેલીસીસ, હાડકા નબળા પડવા અને સાંધાનો ઘસારો વગેરે સમસ્યા ઉત્પન્ન કરે છે.શરીરનું વજન વધવાના કારણો: વધારે પડતા વજનના પરિણામે શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થાય છે. જેની ધીમે ધીમે અયોગ્ય દિનચર્યા,પ્રદુષણ અને અપચાની કારણે આ સમસ્યા સર્જાય છે.

વજન બે કારણોથી વધે છે. અસ્વચ્છ ભોજન ખાણીપીણી અને શારીરિક ગતિશીલતામાં ખામી. ભોજનમાં મળતી વણવપરાયેલી અને વણજોઈતી શક્તિ શરીરમાં ચરબીમાં પ્રવર્તિત થાય છે. આ ચરબી એડીપોઝ ટીશ્યુ જમા થઈ શરીરનું વજન વધારે છે. વધારે પડતા જન્ક્ફૂડ, ફાસ્ટફૂડ, ફરસાણ, મીઠાઈઓ, હાઈ- કેલરી ફેસ્ટફૂડ ખાવાથી, બેઠાડું જીવન જીવવાથી.વધારે પડતા ડિપ્રેશનથી ,વધારે પ્રમાણમાં સુતા રહેવાથી, વધારે ખાવાથી અને યોગ્ય કસરત અને પરિશ્રમના અભાવે આ રોગ થાય છે.શરીરમાં વજન વધારો થતા જોવા મળતા લક્ષણો કોઈ વ્યક્તિનો વજન તેના બી મ આઈ પર નિર્ભર હોય છે. બી એમ આઈ બે બાબતો પર આધારિત હોય છે. કદ અને વજન. બી એમ આઈ ની ફોર્મુલા પ્રમાણે થાય છે.બી એમ આઈ 18.5 થી ઓછી હોય તો ઓછુ વજન માનવામાં આવ છે,

જયારે 18.5થી 24.9 હોય તો સામાન્ય વજન માનવામાં આવે છે. જ્યારે 25 વધારે 29.9 સુધીના બી એમ આઈ ને વધારે વજન ગણવામાં આવે છે. જ્યારે બી એમ આઈ 30 થી વધારે હોય તો તેને મેદસ્વીતા કે મોટાપણું કે વધારે પડતું વજન માનવામાં આવે છે. બી એમ આઈલિંગ અને આયુષ્ય પર નિર્ભર રહે છે. સામાન્ય રીતે પુરુષનું વજન 60 કિલો અને સ્ત્રીનું વજન 50 કિલો હોય છે, આ માપદંડ કરતા વજન વધારે હોય તો વજન વધારો ગણાય છે.આં વજન કરતા 10 ટકા વજન વધે તો તકલીફો વધે છે.

વજન વધતા વ્યક્તિમાં સ્ફૂર્તિનો અભાવ, કંટાળો, હતાશા, ચીડિયાપણું, થોડુક પરિશ્રમ કરતા હાંફ ચડે, શ્વાસ ચડે, પરસેવો વધી જાય, કબજિયાત રહે છે, પાચન શક્તિ અનિયમિત થાય છે, ખાટા ઓડકાર અને એસીડીટી રહે છે, ગેસ થાય છે, જીભ પર છારી વળી જાય, પરસેવામાં દુર્ગ્ગંધ,, શરીરમાં કળતર થાય, વધારે ચાલવામાં તકલીફ પડે, સ્ત્રીઓમાં માસિક અનિયમિત થાય, લોહીનું દબાણ વધે, લોહીમાં કોલેસ્ટેરોલ વધે છે, ટ્રાયગ્લીસરાઈડ વધી જવું વગેરે વધારે પડતા વજનના લક્ષણો છે,

વધારે પડતા લક્ષણો સંતાનપ્રાપ્તિ અને પ્રસુતિમાં તકલીફ પેદા કરે છે.વધારે પડતા વજનને ઘટાડવાના અને વજનને કાબુમાં રાખવાના અનેક ઉપાયો ઉપલબ્ધ છે, જયારે વજનને કંટ્રોલ કરવામાં અનેક દવાઓ પણ મળે છે જે બીજી અનેક આડઅસર કરે છે. જે બીજી બીમારીઓને નોતરે છે અને અનેક રોગ લાવે છે. જ્યારે અમુક અયોગ્ય માહિતીના પરિણામે જરૂરી પરિણામ આવતા નથી. અમે આજે અનેક ઉપાયો વિશે બતાવીશું જેના લીધે ખુબ જ શ્રેષ્ઠ પરિણામો મળશે

તજ લગભગ 200 મિલી પાણીમાં ૩ થી 6 ગ્રામ તજનો પાવડર નાખીને 15 મિનીટ સુધી ગરમ કરો. પાણી હળવું ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો. સવારમાં ખાલી પેટે અને રાત્રે સુતા પહેલા પીવો. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ છે જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે.આદું અને મધ લગભગ 30 મિલી આદુંના રસમાં બે ચમચી મધ નાખીને પીવાથી વજન ઘટે છે. આદું અને મધ શરીરની ચયાપચયની ક્રિયાને વધારીને ચરબીને બાળવાનું કાર્ય કરે છે. આદું વધારે પડતી ભૂખ લાગવાની સમસ્યાને દુર કરે છે.

તથા પાચન ક્રિયાને યોગ્ય કરે છે. આ મિશ્રણ ખાલી પેટે તથા રાત્રે સુતા પહેલા લેવાથી વજન ઘટે છે.લીંબુ અને મધ એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ, એક ચમચી મધ અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સેવન કરવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે. કાળા મરીમાં પાઈપરીન નામનું તત્વ હોય છે. જે ચરબીની કોશિકાઓને શરીરમાં જમા થવા થતું અટકાવે છે. લીંબુમાં ઉપસ્થિત એસ્કોર્બીક એસિડ શરીરમાં જમા ચરબી અને ફેટને તોડે ચેહ અને શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

સફરજનનો વિનેગાર એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજનનું વિનેગાર અને એક ચમચી લીંબુનો રસ મેળવીને તેનું સેવન કરવાથી વજન ઉતરે છે. જેમાં રહેલું પેપટીન ફાઈબર શરીરને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી અને ભરેલું મહેસૂસ કરાવે છે. તે લીવરમાં રહેલા ફેટને ઘટાડવામાં મદદ કરે છે.કોબીજ ભોજનમાં વધારેમાં વધારે પડતો ઉપયોગ કરવાથી વજન કાબુમાં રહે છે અને વધી ગયો હોય તો સામાન્ય થાય છે. કોબીજને પાણીમાં ઉકાળીને અથવા સલાડના રૂપમાં પ્રયોગ કરવાથી ફાયદો મળે છે.

કોબીજમાં રહેલું ટેરટેરીક એસિડ શરીરમાં મૌજુદ કાર્બોહાઈડ્રેટને ચરબીમાં રૂપાંતરિત થવા દેતું નથી. જેનાથી કોબીજથી વજન ઉતારવામાં સહાયતા મળે છે.અશ્વગંધા અશ્વગંધાના બે પાંદડા લઈને તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ સવારમાં ગરમ પાણી સાથે પીવાથી વજન ઘટે છે. અશ્વગંધા તણાવના કારણે થતી ચરબી અને વજન વધતું હોય તો રોકે છે. વધારે તણાવમાં કોર્સીટોલ નામના હોર્મોન્સની વધારે પડતી માત્રાને કારણે બને છે.

જેના લીધે ભૂખ લાગે છે. શોધ અનુસાર અશ્વગંધા કાર્સીટોલના સ્તરને ઓછું કરે છે.ઈલાયસ રાત્રે સુતા સમયે બે એલચી ખાઈને ગરમ પાણી પીવાથી વજન ઓછું કરવામાં સહાયતા મળે છે. ઈલાયસી શરીરમાં જમા ફેટને ઓછા કરે છે. તથા કાર્સીટોલ લેવલને પણ નિયંત્રિત કરે છે. જેમાં ઉપલબ્ધ પોટેશિયમ, મેગ્નેશિયમ,વિટામીન 1 અને વિટામીન બી6 અને વિટામીન સી વજન ઘટાડવામાં મદદ કરે છે સાથોસાથ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

એલચીમાં ઉપસ્થિત ગુણ પેશાબના રૂપમાં જમા વધારે પાણીને શરીરની બહાર કાઢે છે.લીંબુ નવશેકા 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ 2 ચમચી, 2 થી ૩ ચમચી ચોખ્ખું મધ મેળવીને રોજ ખાલી પેટે ખાવાથી વજન ઉતરે છે.ગૌમૂત્ર રોજ તાજું ગૌમૂત્ર 1 કપ, કપડેથી ગળી તેમાં અડધી ચમચી હરડેનું ચૂર્ણ નાખી, સવાર સાંજ પીવાથી વજન ઉતરે છે. તાજું ગૌમૂત્ર ના મળે તો ગૌ ઝરણ અર્ક લાવીને 1 થી 2 ચમચી દવામાં 1 કપ પાણી મેળવી રોજ પીવાથી ૩ માસની અંદર વજન ઉતરી જાય છે.ટમેટા પાકા ટમેટાનો સૂપ વજન ઘટાડી શકે છે.

તેમાં મરી, ચંચળ, જીરું, હળદર, સુંઠ,અને ગોળ નાખી, ઉકાળો બનાવીને રોજ સવાર સાંજ પીવાથી વજન ઘટે છે.મૂળા મૂળના બીજનું ચૂર્ણ 5 થી 6 ગ્રામ લઇ 2 થી ૩ ગ્રામ લઇ 2 થી ૩ ચમચી મધમાં મેળવી રોજ સવાર સાંજ ૨ થી ૩ માસ સુધી પીવાથી વજન ઉતરે છે.ત્રિફળા ત્રીફળાનું ચૂર્ણ 5 ગ્રામ, અધેદાનો ક્ષાર 1 ગ્રામ તથા હળદર ચૂર્ણ 2 ગ્રામ ગરમ પાણીમાં કે મધ સાથે રોજ ૩ થી 4 માસ સુધી પીવાથી વજન ઘટે ઘટે છે.એક ચમચી ત્રીફળાનું ચૂર્ણ લઇ રાત્રે 200 મિલી પાણીમાં પલાળી ડો. સવારે પાણી અડધું થાય ત્યાં સુધી ગરમ કરો.

આ ગરમ પાણીમાં બે ચમચી મધ નાખી પીવાથી થોડાક જ દિવસોમાં વજન ઓછું થાય છે.તજ તજનો પાવડર ૩ થી 5 ગ્રામ લઇ રોજ 1 થી 2 ચમચી ચોખ્ખા મધ સાથે મેળવી 2 થી ૩ માસ સુધી લેવાથી વજન ઉતરે છે.કરિયાતું ત્રિફળા, હળદર, લીમડાની છાલ, ગળો, કરિયાતું અને મેથી સરખા ભાગે લઇ તેનું ચૂર્ણ બનાવી રોજ 5 ગ્રામ ચૂર્ણ પીવાથી વજન ઘટે છે.

ગરમળ ગરમળના મૂળ. કોકમ, ગુડમાર, અધેડાનો છોડ, હળદર,વાવડીયા, મેથી અને સુંઠ સમભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવી, રોજ 5 ગ્રામ પીવાથી ૩ મહિનામાં વજન ઉતરી જાય છે.વરિયાળી 6 થી 8 વરિયાળીના દાણા એક કપ પાણી,અ 5 મિનીટ સુધી ગરમ કરો. તેને ગાળીને સ્વરમાં ખાલીપેટે ગરમાગરમ પીવાથી વજન ઉતરે છે. જેનાથી વધારે ભૂખ લાગવાની સમસ્યા દુર થાય છે અને જેથી ખાવાની ઈચ્છા થતી નથી અને વજન ઉતરે છે.ફુદીનો ફુદીનાના પાંદડાના રસના થોડા ટીપા ગરમ ઉકાળેલા પાણીમાં નાખો.

આ દ્રાવણ ભોજનના અડધા કલાક પહેલા પીવો, જેનાથી પાચન ક્રીયામાં સહાયતા મળશે અને ચયાપચયક્રિયા વધશે અને જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી ખુબ જ ફાયદો થાય છે.ગુગળ ત્રિફળા, ગુગળ અને મેદોહર વાટીની 2-2 ગોળી લઈને પીસી નાખો. આ મિશ્રણને મધમાં મેળવીને ચાટવાથી અને ત્યારપછી ગરમ ઉકાળેલું પાણી પીવાથી વજન ઉતરે છે. આ ઉપાય દિવસમાં ત્રણ વખત દરરોજ કરવાથી વજન ઉતરે છે. ત્રિફળાના ઝેરને નષ કરતા તત્વો હોય છે અને જે આંતરડામાં ફસાયેલા જૂના મળને બહાર કાઢે છે. જેનાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *