આ કારણે વારંવાર આવે છે હેડકી જાણો શું છે તેને રોકવાનો અસરકારક ઉપાય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક લોકોને હેડકી નો ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ થાય જ છે. જ્યારે પણ કોઇને હેડકી આવે તો એ એમ કહે કે કોઇ મને યાદ કરે છે. અમે તમને જણાવી દઇએ કે કોઇના યાદ કરવાથી હેડકી નથી આવતી. આ એક વાયુવિકાર પ્રકાર નો રોગ કહી શકાય.ઘણી વાર સામાન્ય હેડકી અમુક વાર આવે અને તે જાતે જ થોડા સમયમાં પાણી પી લઇએ એટલે બંધ થઇ જતી હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે હેડકી લાંબા સમય સુધી ચાલુ રહીને તકલીફ આપતી હોય છે. ત્યારે કોઈ ઉકેલ આવતો નથી.આજના આર્ટીકલ ના માધ્યથી અમે તમને હેડકી આવવાનુ કારણ તેમજ તેનો ઇલાજ વિશે વિસ્તારપુર્વક જણાવશુ, તો ચાલો જાણી લઇએ હેડકી આવવાના કારણો અને તેના ઉપાય વિશે.

હેડકી આવવાના મુખ્ય કારણો :- જ્યારે છાતી અને પેટની વચ્ચેની માંસપેશિઓ સંકોચાઇ જાય તો આપના ફેફસા તાજી હવા ખેંચવાનો પ્રયાસ વધારી છે અને આપણને શ્વાસ લેવામા થોડી તકલિફ થાય છે જેથી પેટની હવા મોઢે થી હેડકી ના રુપે બહાર આવે છે. આવી પરેશાની નિચેના કારણો થી થાય છે.ઉતાવળ મા કરેલુ ભોજન, ધુમ્રપાન ને કારણે, પેટમા થયેલા ગેસને લિધે, એસિડીટી, વધુ પડતી દારુના સેવનના કારણે, પેટ કે આંતરડાની બિમારી, અમુક દવાઓની એલર્જી.. નાના બાળકો મા વધુ પડતુ રોવાથી કે તાવ આવવાથી પણ હેડકીની સમસ્યા ઉદભવે છે. ક્યારેક વધુ પડતુ દુધ પી લેવાથી પણ હેડકી આવી શકે છે

હેડકી અટકાવવા માટે અસરકારક ઉપાયો.જીભને રુમાલથી પકડીને ત્રણેક વાર ખેંચવી. પાંચ એલચી ને છાલ સાથે પીસીને બે ગ્લાસ પાણીમા ઉકાળી લેવી પછી તેને ગાળીને તે પાણી પીવુ. છિંક આવવાથી હેડકી બંધ થઈ જાય છે, તો કોઇપણ રીતે છીંકવાની કોશિશ કરવી.તાજા આદુ ના નાના ટુકડાઓ કરીને તેને ચુસવા થી વારેવારે આવતી હેડકી મા આરામ મળે છે. ઠંડાપાણી થી નહાવાથી હિંચકી જતી રહે છે. તજનો ટુકડો મોઢામા મુકીને ચુસવાથી પણ હેડકી જતી રહે છે. ખાંડ ખાવાથી હેડકી માં આરામ મળે છે. લાંબા શ્વાસ લેવાથી હેડકી આવતી અટકી જાય છે. ઉપર અમે તમને પરંપરાગત તથ્યો જણાવ્યા છે, જો વધુ પડતી હેડકી આવે તો નજીકના ડોક્ટર નો સંપર્ક જરૂર કરવો જોઈએ.

હેડકી આવવાની શરૂ થવા પર ખાંડ ખાઈ લેવી. ખાંડ ખાવાથી હેડકી રોકાઈ જશે.હેડકી ની સમસ્યા થવા પર પોતાની જીભ બહાર કાઢી લેવી અને થોડા સમય માટે જીભને બહાર રાખો. હકીકતમાં આવું કરવાથી ગળાની વોકલ કોર્ડ પર અસર પડે છે અને હેડકી આવવાની તુરંત બંધ થઈ જાય છે.ધ્યાન ભટકાવવાથી પણ હેડકી આવવાની બંધ થઈ જાય છે. હેડકી આવવા પર પોતાનું ધ્યાન અન્ય કોઇ જગ્યાએ લગાવવું. ધ્યાન ભટકાવવા માટે પોતાની મુઠ્ઠી બંધ કરી શકો છો. આવું કરવાથી હેડકી આવવાની બંધ થઈ જશે.

ઊંડો શ્વાસ લેવાથી પણ હેડકી બંધ થઈ જાય છે. ઊંડો શ્વાસ લેતા સમયે હવા સીધા આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે અને હેડકી થી આરામ મળી જાય છે. હેડકી ના રોકાઈ રહી હોય તો પોતાનું નાક બંધ કરી લેવું. નાક બંધ કરતાની સાથે જ અટકી રોકાઈ જશે. વધારે સમય સુધી હેડકી આવવા પર પેટ પર દબાણ પડે છે. એટલા માટે હેડકીને તુરંત રોકવી જોઈએ. હેડકીની સમસ્યા થવા પર પોતાના મોઢામાં પાણી રાખી લેવું. આ ઉપાય કરવાથી હેડકી આવવાની તરત બંધ થઈ જશે.

સંચળ અને સાકરને પીસી લેવા અને તેનું મિશ્રણ તૈયાર કરી લેવું. આ મિશ્રણને હેડકી આવવા પર ખાઈ લેવું. આ મિશ્રણ ખાઈ લેવાથી હેડકી માંથી તુરંત આરામ મળી જશે.મધ ખાવાથી પણ હેડકી આવવાની બંધ થઈ જાય છે. હેડકી આવવા પર એક ચમચી મધ ખાઈ લેવું. તેનાથી હેડકી માંથી છુટકારો મળી જાય છે. લીંબુનો રસ પીવાથી પણ હેડકી પણ ફરક પડે છે. હેડકી આવવા પર લીંબુ નીચોવીને તેનો રસ કાઢી લેવો અને તેને પી લેવો.

ધ્યાન લગાવવાથી પણ હેડકી આવવાની બંધ થઈ જાય છે. હેડકી આવવા પર ધ્યાન મુદ્રામાં બેસી જવું. પહેલા ઊંડો શ્વાસ લો અને પછી ધીરે-ધીરે શ્વાસ છોડો. આવું કરવાથી હેડકી આવવાની બંધ થઈ જશે. મરચું ખાઈને પણ હેડકીને રોકી શકાય છે. હેડકી શરૂ થવા પર એક લીલું મરચું ખાઈ લેવું. મરચું ખાઈ લેવાથી હેડકી બંધ થઈ જશે.હેડકી આવવાનાં અમુક કોમન કારણો વિશે વાત કરીએ તો વધારે પડતું જમી લેવાને કારણે, વધારે તીખું ખાવાને કારણે, આલ્કોહોલ કે કોલ્ડ્રિંક્સ પીવાને કારણે આવતી હોય છે. ઘણીવાર વધારે પડતાં તણાવને કારણે, બહુ ખુશ થઇ જવાને કારણે ઉત્તેજિત થઇ જવાને કારણે પણ હેડકી આવતી હોય છે.

હેડકી આવે એટલે શ્વાસ રોકીને એક સાથે બાર ઘૂંટડા પાણી પી લેવું. તે આવે એટલે ઠંડું પાણી પી લેવું અથવા તો આઇસક્યૂબને મોઢામાં રાખીને ચૂસવા. હેડકી આવતાં તજનો એક ટુકડો મોઢામાં રાખી ચૂસવો, તેનાથી પણ બંધ થઇ જશે.તે આવે એટલે લાંબા શ્વાસ લેવાનું ચાલુ કરી દો, એક લાંબો શ્વાસ લઇને બને તેટલો તેને રોકી અને પછી તેને બહાર કાઢો. આ પ્રક્રિયા જ્યાં સુધી હેડકી બંધ ન થાય ત્યાં સુધી કરવી.

બહુ હેડકી આવતી હોય તો પેપરબેગમાં માથું રાખીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો, તેનાથી તે નોર્મલ થઇન બંધ થઇ જશે.લસણ અને કાંદાનો રસ સૂંઘવાથી પણ આરામ મળશે. મરી પાઉડરને મધમાં મિક્સ કરીને ચાટવાથી પણ રાહત થશે.જીભ નીચે ચોકલેટ કે પીપરમીંટ મૂકીને ધીરેધીરે ચૂસવાથી રાહત મળશે.જમીન ઉપર સૂઇને ઢીંચણ છાતી સુધી ખેંચો, આમ કરવાથી ડાયાફ્રામની ગડબડમાં સારું થઇ જશે અને હેડકી બંધ થઇ જશે.

આટલા ઉપાય પછી પણ તે બંધ ન થાય અને સતત ૨૪થી વધારે કલાક સુધી થોડાથોડા સમયે હેડકી આવતી હોય તો ઘરેલુ ઉપાય અજમાવવાને બદલે ડોક્ટરની સલાહ લેવી. આમ તો હેડકી એવી વસ્તુ છે કે જે ઘરેલૂ ઉપાયથી મટી જ જાય પણ જો તે ન મટે તો ચોક્કસ ડોક્ટરને બતાવવું, કેમ કે સતત આવતી હેડકી ન્યૂમોનિયા કે અસ્થમા જેવી શ્વાસને લગતી બીમારીનું કારણ બનતી હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે ગેસ, હાઇટસ ર્હિનયા, પેટનો સોજો વગેરેને કારણે પણ હેડકી આવતી હોય છે. મેટાબોલિઝમ ઘટવાને કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે, માટે વધારે પ્રમાણમાં આ સમસ્યા સતાવતી હોય તો તેનું નિદાન કરાવવું જરૂરી છે.

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *