સાંધાના દુઃખાવાની બેજોડ દવા છે આ વસ્તુ. આ રીતે ઘરે મફત બની જશે.. 100% રાહત મળશે…
સાંધામાં દુઃખાવો અનેક કારણોથી થઈ શકે છે. લગભગ લોકોને હાડકાંમાં નબળાઈ, ગાંઠ, અર્થરાઈટિસ, માંસપેશીઓમાં સોજો અથવા તો વધતું યુરિક એસિડ વગેરે અનેક કારણોથી પણ સાંધામાં દુઃખાવો થાય છે. લગભગ આ સમસ્યા 40 થી 50 વર્ષ પછીના લોકોમાં વધારે જોવા મળે છે. પરંતુ આજે ઓછી ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા એટલે કે હાડકાંમાં નબળાઈ અને યુરિક એસિડ વધવાના કારણે આ સમસ્યા જોવા મળે છે. આ દુઃખાવો લગભગ, ગોઠણ, કોણી, પંજા, એડી અને પીઠમાં વધારે અસર કરે છે.
આ દુઃખાવાથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણી પ્રકારની દવાઓનું સેવન કરે છે, પરંતુ આમ, છતાં પણ તે પ્રભાવિત સાબિત થતી નથી. સાંધાના દુઃખાવાને દૂર કરવા માટે, તમે ઘર પર જ એક સહેલી ટિપ્સને અજમાવી શકો છો. આ ઘરેલુ ટિપ્સથી તમારી માસપેશિયોમાં સોજો ઓછો થઈ જશે અને સાંધાના દુઃખાવામાં તમને જલ્દી આરામ મળશે. આવો તમને જણાવીએ શું છે એ ટિપ્સ.
ઓલિવ ઓઈલ અને મીઠાથી બનાવો દુઃખાવા નિવારક તેલ : સાંધાના દુઃખાવાને દૂર કરવા માટે, તમે ઘર પર જ દર્દ નિવારક તેલ બનાવી શકો છો. તેને બનાવવા માટે તમારે માત્ર 3 વસ્તુઓની જરૂર પડી શકે છે. જેમાં 20 ચમચી ઓલિવ ઓઈલ, 10 ચમચી સમુદ્રી મીઠું, 1 કપ પાણી.
કેવી રીતે બનાવાય છે સાંધાનું દુઃખાવા નિવારક તેલ ? : આ તેલને બનાવવા માટે, એક મોટા બાઉલમાં 20 ચમચી ઓલિવ ઓઈલ અને 10 ચમચી સમુદ્રી મીઠું લો. હવે તેમાં 1 કપ પાણી નાખી દો અને પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. જેથી ઓલિવ ઓઈલ અને પાણી સારી રીતે મિક્સ થઈ જાય. આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી, તેને એક બોટલમાં ભરી લો.
કેવી રીતે કરવાનો છે ઉપયોગ : આ તેલને તમારે ત્યાં લગાવવાનું છે, કે જ્યાં તમને દુઃખાવો થતો હોય છે. તેને લગાવ્યા પછી 3 થી 4 મિનિટ સુધી માલિશ કરો. તમે દિવસમાં 1 થી 2 વાર માલિશ કરી શકો છો. દરરોજ માલિશ કરતાં-કરતાં સમય વધારી શકો છો. મસાજ કરવાથી તમને અનેક ફાયદા થઈ શકે છે.
8 થી 10 દિવસ સુધી દરરોજ મસાજ કરતાં, ટાઈમિંગને તમે 15 થી 20 મિનિટ જેટલો કરી શકો છો, અથવા જેટલો સમય હોય, તેટલા સમય સુધી માલિશ કરી શકાય છે. આ તેલની અસર તમને પહેલા અઠવાડીયામાં જ જોવા મળશે. સમુદ્રી મીઠું અને ઓલિવ ઓઈલથી બનાવાયેલા આ દુઃખાવા નિવારક તેલને પહેલાના લોકો આ જ રીતને ફોલો કરતા હતા.સાંધાના દુઃખાવામાં શું કામ ફાયદાકારક છે?
ઓલિવ ઓઈલ અને સમુદ્રી મીઠું ? : ઓલિવ ઓઈલ અને મીઠાથી બનાવાયેલ આ તેલના મસાજથી તમને સાંધાની આસપાસના સ્થાનમાં લોહીનું સર્ક્યુલેશન થાય છે અને ડેમેઝ થઈ ચૂકેલી સેલ્સ રીપેર થાય છે. આ તેલ લાભકારી છે, કારણ કે તેમાં ઓલિવ ઓઈલ હોય છે, જે પાવરફૂલ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે. ઓલિવ ઓઈલથી હાડકાં મજબૂત થાય છે અને આ તેલની અંદર એક ખાસ એન્ટી-ઇમ્ફલેમેટરી તત્વ હોય છે, જેને ઓલોયકૈંથલ કહેવામાં આવે છે. આ તત્વ અંદરના સોજાને દૂર કરે છે, જેથી દુઃખાવો ઓછો થાય છે.
આ સિવાય આ તેલમાં રહેલ સમુદ્રી મીઠું મિનરલ્સનો ભંડાર છે. આ મીઠામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ અને જિંક તત્વ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને દુઃખાવાને ઓછો કરે છે. ઘણા લોકોને આ તેલથી મસાજ કરવાથી ત્વચા પર લાલાશ પણ આવી શકે છે. જો આવું થાય તો માલિશ બંધ કરી દો અને ગરમ પાણીમાં પલાળેલ ટુવાલની મદદથી તેલને સાફ કરી લો.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.