આ વસ્તુને માઈક્રોવેવમાં ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ… જાણો કઈ કઈ વસ્તુઓ?

મિત્રો આમ તો આપણા આયુર્વેદમાં વધારે ગરમાગરમ ખોરાક લેવાના ના છે. પરંતુ તેમ છતાં આપણે ગરમ ખોરાકનું સેવન વધારે પસંદ કરીએ છીએ. પરંતુ ઘણા લોકો વાસી ખોરાકને ફરી વાર ગરમ કરીને ખાવાનું પસંદ કરતા હોય છે. એક વાર ગરમ બનાવેલ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક નથી હોતો. પરંતુ અમુક ખોરાક એવા હોય કે જેને બીજી વાર ગરમ કરવામાં આવે તો આપણા માટે તે નુકશાનકારક પણ બની શકે છે.

અમુક લોકો થોડો ખોરાક પણ ઠંડો ખાવા માટે રાજી નથી હોતા. ઘણી વાર રસોઈ ઠંડી થઇ ગઈ હોય તો અમુક લોકો માઈક્રોવેવમાં ફરીવાર ગરમ કરીને ત્યાર બાદ તેનું સેવન કરતા હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવેલ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થાય છે. જેવી રીતે પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમમાં રાખેલો ખોરાક આપણા માટે હાનિકારક હોય છે તેમ જ માઈક્રોવેવમાં ગરમ કરેલ ખોરાક પણ નુકશાનકારક હોય છે. તો આજે અમે બે એવી વસ્તુઓ વિશે જણાવશું કે, માઈક્રોવેવ તેને બીજી વાર ગરમ કરીને ક્યારેય તેનું સેવન ન કરવું જોઈએ.

મિત્રો માઈક્રોવેવમાં બટેટા અને ચોખાને બીજી વાર ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું તે અનુસાર, જો માઈક્રોવેવમાં ચોખાને બીજી વાર ગરમ કરવામાં આવે તો ફૂડ પોઇઝનિંગ થવાની શક્યતા રહે છે. ચોખાને માઈક્રોવેવમાં ગરમ કરવાથી બેસિલસ સેરેસ નામના બેક્ટેરિયા રિલીઝ થવા લાગે છે. તેના પર એક રીચર્સ કરવામાં આવ્યું હતું અને તે જર્નલ ઓફ ફૂડ માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયું હતું.

આ અભ્યાસ અનુસાર એવું જાણવા મળ્યું કે, માઈક્રોવેવની હીટ આ બેક્ટેરિયાને મારે છે, પરંતુ તેનાથી સ્પોર્સ ઉભા થાય છે, જે ઝેરી પ્રકારના હોય છે. તેના સિવાય પણ ઘણા અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે, જો ચોખાને એક વાર માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવે અને તેને રૂમ ટેમ્પરેચર પર મૂકી દેવામાં આવે, તો તેમાં રહેલ સ્પોર્સના કારણે ફૂડ પોઇઝનિંગ થવાની શક્યતા વધી જાય છે.

બટેટા : એક વાર બટેટાની કોઈ પણ વસ્તુ રંધાઈ ગઈ હોય, ત્યાર બાદ તેને બીજી વાર માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવે તો તેમાં રહેલ બેક્ટેરિયા મરતા નથી, જે આપણા સ્વાસ્થ્યને નુકશાન કરે છે. એલ્યુમિનિયમ ફોઈલમાં બટેટા રાંધવામાં આવે, તો બેક્ટેરિયા સી. બોટુલિનમને ગરમીથી બચાવે છે. ટૂંકમાં સામાન્ય રીતે એક વાર જ બટેટાને રાંધીને તેનું સેવન કરી લેવું જોઈએ.

લીલા શાકભાજી : કોથમીર, કેળા અથવા પાલકને માઈક્રોવેવમાં ગરમ કરવાને બદલે કન્વેન્શનલ ઓવનમાં ગરમ કરો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, જો લીલા શાકભાજીને માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવે તો બદલાય જાય છે. જેનું પરિણામ કેન્સર પણ થઇ શકે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *