એસીડીટી, શ્વાસ, પાચનતંત્ર, તાવ જેવા 20 થી વધુ રોગો માટે 100% અસરકારક છે આ વનસ્પતિ…

અરલુનું વૃક્ષ વાડીઓ, બાગ બગીચા કે સડકના કિનારા પર જોવા મળે છે. આ વૃક્ષને મોટો અરડૂસો પણ કહેવામાં આવે છે. આ એક જડીબુટ્ટી વૃક્ષ છે. જેનો આયુર્વેદ અનુસાર ડાળી, છાલ અને પાંદડાનો બીમારીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જેનું વાનસ્પતિક Ailanthus Excelsa Roxb. છે. આ વૃક્ષ અનેક રોગોમાં ઉપયોગી છે. અરલુની બે પ્રજાતિ જોવા મળે છે. એક અરલું અને બીજી મહારલુ છે.

સામાન્ય રીતે અરલુના વૃક્ષ બહુ મોટા થતા નથી.તેના પાંદડા મરીના પાન જેવા હોય છે. જે પપૈયાના પાન જેવા પોચા હોય છે,, તેના પર થતી શીંગો ચાર આંગળી જેટલી પહોળી તેમજ બે હાથ જેટલી લાંબી હોય છે. જેમાં લગભગ 250 જેટલા બીજ હોય છે. તેની શીંગો તલવાર જેવી વક્રાકાર હોય છે. જેના મૂળની આંતર છાલ, લીલા રંગની હોય છે.

તે પાચનશક્તિના ઉપચારમાં મદદ રૂપ છે, અને તે પેટના કીડા અને રક્તપિત્ત મટાડે છે. તેની છાલ તાવ અને તૃષ્ણાને મટાડે છે, તે ભૂખ મટાડે છે, એન્થેલમિન્ટીક અને અતિસાર અને ચામડીના રોગોમાં વધારો કરે છે. તેના કુમળા ફળ પાચક અને અગ્નિદીપક ઉષ્ણ તથા કફનાશક છે. જ્યારે રક્તસાર થયો હોય ત્યારે અરલુના પાન, છાલ અને મૂળએ ત્રણેનો રસ પીવાથી રક્તાતિસારમાં સારી રાહત થાય છે.

પ્રમેહમાં પણ તેની છાલ વાટીને ઉત્તમ અસર કરે છે. આ ઉપરાંત તેની શીંગોના બીજને પાપડખાર તથા ગોળમાં મિક્સ કરી નાના મરી જેવડી ગોળી કરી આપવાથી પથરી મટે છે. તે પથરીને ગાળીને ઓગાળીને દુર કરે છે. લીલી સુકી અરલુની છાલ વિસ્ફોટકમાં ચાંદામ તથા દહીંમાં વાટીને માથાની ઊંદરીમાં લગાવતા ઊંદરી મટે છે.

કાનના ઈલાજ: કાનના દર્દથી આરામ મેળવવા માટે અરલુની છાલ અને પાંદડાને વાટીને તેલમાં પકાવીને લેવા. અ તેલને ગાળીને સાચવી લેવી. આ તેલને કાનના રોગમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ તેલને ગાળીને તેના 1 થી 2 ટીપા કાનમાં નાખવાથી કાનના દર્દ ઠીક થાય છે.

અરલુના મૂળની છાલ અડધો કિલો, મીઠું તેલ 2 લીટર તથા પાણી 8 લીટર લેવું અને પાણી બળી જાય ત્યાં સુધી તેને બરાબર ઉકાળવું. જયારે બરાબર ઉકળી જાય ત્યારે ત્યાર બાદ તેને ઉતારી ઠંડુ કરી લેવું. આ રીતે બનાવેલ તેલ કાનની તકલીફમાં ઉપયોગી થાય છે.

મોઢાની ચાંદી: અરલુ મોઢામાં પડેલી ચાંદીના ઈલાજ તરીકે અરલુ ઉપયોગી છે. મોઢામાં પડેલી ચાંદીના ઈલાજ માટે આ ઉપચાર કરી શકાય છે. લોકો વારંવાર આ સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. આ ઉપાય માટે અરલુનું સેવન કરી શકાય છે. અરલુની છાલનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી મોઢાની ચાંદી દુર થાય છે.

શ્વાસની બીમારી: શ્વસન તંત્રથી સંબંધિત બીમારીમાં અરલુનો ઉપયોગ લાભદાયક છે. 1 થી 2 ગ્રામ અરલુની છાલનું ચૂર્ણમાં બરાબર માત્રામાં અરલુ રસ અને મધ ભેળવી દો. તેનું સેવન કરવાથી શ્વાસના રોગો ઠીક થાય છે.

ખાંસી-ઉધરસ: અરલુ શરદી અને ઉધરસ તેમજ ખાંસીના ઈલાજ માટે ઉપયોગી છે. અરલુની છાલનો ઉકાળો બનાવતા સમયે નીકળતી વરાળથી નાસ લો. આવી રીતે નાક અને મોઢા દ્વારા વરાળનો શ્વાસ લેવાથી લેવાથી ખાંસી અને ઉધરસ મટે છે.

ઝાડા: 1 ગ્રામ અરલુંને દૂધ સાથે પીવાથી ઝાડા મટે છે. અરલુની છાલને ખાંડી લો. તેમાં બરાબર માત્રામાં પદ્મ કેસર ભેળવી દો. તેને પાણી દ્વારા વાટી શકાય છે. તેને પુટપાટ વિધિ દ્વારા તેનો રસ કાઢી લો. ઠંડું પડ્યા બાદ 5 મિલી રસમાં સાકર તેમજ મધ ભેળવીને પીવાથી ઝાડામાં લાભ થાય છે.

અરલુની છાલનો પેસ્ટ બનાવી લેવો. 2 ગ્રામની માત્રામાં પેસ્ટમાં ઘી ભેળવીને, ગરમ પાણીની વરાળથી ગરમ કરી લેવું. જયારે તે ઠંડું પડે ત્યારે તેને મિશ્રી કે મધ ભેળવીને પીવાથી ઝાડામાં લાભ થાય છે. અરલુની છાલનો પેસ્ટ બનાવી એને પુટપાટ વિધિ દ્વારા રસ કાઢીને લેવો. તેની 5 થી 10 મિલી માત્રામાં લેવાથી ઝાડા મટે છે. 6 ગ્રામ મોચરસ અને 10 ગ્રામ મધ સાથે 5 મિલી અરલુ રસ ભેળવીને પીવાથી ઝાડાની સમસ્યા મટે છે. અરલુની છાલ અને સુંઠને સાથે વાટી તેની 2 થી 4 ગ્રામની માત્રામાં ચોખાના ધોવરાવણ સાથે સેવન કરવાથી ઝાડા સાવ મટી જાય છે.

શ્વાસ, ઉધરસ, ક્ષય રોગ: અરલુના પાન બાફીને હાથેથી ચોળી નાખવા, તેનો રસ કાઢી તેમાં મધ અને સાકર નાખી તેની ચટણી બનાવવી. આ ચટણીમાં બહેડા તથા હરડે દળ નાખી તેનો અવલેહ બનાવી શકાય. આ રીતે બનાવેલું ચાટણ લેવાથી, શ્વાસ, ઉધરસ, ક્ષય જેવા વ્યાધિમાં આ ચટણી ખુબ ફાયદો કરે છે.

તાવ: 10 ગ્રામ અરલુની છાલને 80 મિલી પાણીમાં ઉકાળવા. આ પાણીમાંથી 20 મિલી પાણી વધે ત્યારે ઠંડું કરીને તેમાં મધ ભેળવી લેવું. તેને સવારે અને સાંજે પીવાથી તાવમાં લાભ થાય છે. 1 થી 2 ગ્રામ અરલુની છાલનું ચૂર્ણને મધ કે દહી સાથે સવારે અને સાંજે પીવાથી તાવ ઠીક થઈ જાય છે.

ઘાવ-ઈજા: ઘાવ અને ઈજાના ઈલાજમાં અરલુ દ્વારા ફાયદો મેળવી શકો છો. શરીર પર ઈજા થઇ હોય તો તેના ઈલાજ તરીકે અરલુની છાલનો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળાનો ઉપયોગ કરીને ઘાવને ધોવા. આ રીતે ઉપાય કરવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે.

વાનો રોગ: ખાસ કરીને ગાંઠો નો વા થયો હોય જેને આમવાત કહેવામાં આવે છે. આ રોગમાં અરલુના પાંદડા ઉપયોગી છે. અરલુના પાંદડાને વાટીને સાંધા પર બાંધવાથી ગાંઠોનો વા અને તેના દર્દ મટે છે. 1 થી 2 ગ્રામ અરલુની છાલનું ચૂર્ણને મધ સાથે નિયમિત રીતે સેવન કરવાથી સાંધાના દુખાવા અને સોજામાંથી છુટકારો મળે છે.

પ્રસવ પીડા: 2 થી 5 મિલી અરલુની છલના રસમાં મધ ભેળવી દો. આ મિશ્રણને પ્રસવ બાદ મહિલાને પીવડાવો. આ ઉપાય કરવાથી પ્રસવ બાદ થનારી શારીરિક કમજોરી અને દર્દમાં લાભ થશે. જે મહિલાઓ ને પ્રસવ બાદ 4 થી 5 દિવસ ખુબ જ દર્દ રહે છે તેમના માટે 5 ગ્રામની અરલુની છાલના ચૂર્ણમાં 2 ગ્રામ સુંઠ અને 5 ગ્રામ ગોળ ભેળવી દો. 1-1 ગોળી સવારે, બપોરે અને સાંજે દશમૂળ ઉકાળા સાથે લેવાથી ખુબ જ લાભ થાય છે.

પાચન તંત્ર રોગ: 5 ગ્રામ અરલુની છાલને 20 મિલી ગરમ કે ઠંડા પાણીમાં રાત્રે પલળવા મૂકી દેવું. સવારે આ છાલને પાણીમાં મસળીને અને પાણીને ગાળીને પીવું. આ ઉપાય કરવાથી પાચન તંત્ર ના રોગમાં લાભ થાય છે. આ ઉપાય દ્વારા પાચન તંત્રમાં કબજીયાત, આંતરડાનો દુખાવો વગેરે રોગ મટે છે.

હરસમસા: અરલુની છાલ, ચિત્રક મૂળ, ઈન્દ્ર જવ, કરંજ છાલ અને સિંધવ મીઠું લેવું. આ બધી ઔષધીઓને બરાબર માત્રામાં લઈને તેને વાટીને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને છાશ સાથે પીવાથી હરસ મસાનો રોગ મટે છે.

ઉપદંશ: અરલુની બારીક વાટેલી સુકી છાલને વાટી 40 થી 50 ગ્રામ ચૂર્ણ ચૂર્ણ બનાવી લેવું. આ પાણીમાં ચર કલાક સુધી તેને પલળવા દીધા બા તેને વાટી ખાંડી નાખવી તથા તે પાણીને ગાળીને સાકર ભેળવીને સાત દિવસ સુધી સવારે અને સાંજે સેવન કરવું. સાથે ખોરાક તરીકે ઘઉની રોટી, ઘી અને સાકર ખાવી. સાત દિવસ સુધી સ્નાન ન કરવું. આઠમાં દિવસે લીમડાના પાંદડાના કવાથથી સ્નાન કરવું અને કાળજી છોડી દો. આમ આ ઈલાજથી ઉપદંશ મટે છે.

મેલેરિયા તાવ: અરલુનું લાકડું લઈને તેનો નાનો પ્યાલો બનાવી લેવો. રાત્રે આમાં પાણી ભરીને રાખી દેવો, સવારે ઉઠીને તેને પી લેવું. આ ઉપાય કરવાથી કાયમી તાવમ મેલેરિયા તાવ, એકાંતરો તાવ વગેરે તાવ મટે છે.

સંધિવા: આમવાત અને વાના રોગમાં આ અરલુ ક્ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. અરલુના મૂળ અને સુંઠની ફાંટ બનાવીને દિવસમાં ત્રણ વખત 10 થી 30 મિલીની માત્રામાં પીવરાવવાથી લાભ થાય છે. 125થી 250 મિલીગ્રામ અરલુની છાલનું ચૂર્ણ દિવસમાં ત્રણ વખત નિયમિત રીતે લેવાથી અને તેના પાંદડાને ગરમ કરીને સાંધા પર બાંધવાથી સંધિવા મટે છે.

એસીડીટી: એસિડીટીના રોગમાં અરલુની 20 થી 30 ગ્રામ છાલને 200 મિલીગ્રામ પાણીમાં 4 કલાક પલાળી દેવી. ત્યારબાદ તેને મસળીને ગાળીને પી જવી. તેનું દિવસમાં બે વખત સેવન કરવાથી એસીડીટી મટે છે. એસીડીટી અને પેટના રોગમાં ઉપયોગી બીજોરું.

કમળાનો રોગ: કમળાના રોગમાં અરલુ ઉપયોગી છે. જો તમે કમળાના રોગથી પરેશાન છો તો અરલુના પાંદડાનો વાટીને પેસ્ટ બનાવવો. અ પેસ્ટને પગના તળિયા પર લગાવવાથી કમળાનો રોગ મટે છે. કમળાના રોગમાં અ અસરકારક ઔષધી માનવામાં આવે છે.

કીડની રોગ: ઘણી વખત પથરીના કારણે તેમજ વધારે ઝેરી પદાર્થોનું સેવન કરવામાં આવે તો કિડનીની તકલીફ થાય છે. આ તકલીફમાંથી થતા દુખાવામાં અરલુ વૃક્ષ ખુબ જ ઉપયોગી છે. અરલુના પાંદડાને શેકીને નાભીના નીચેના ભાગ પર લેપ કરવાથી કીડનીનું દર્દ મટે છે. આ ઈલાજ પથરી પણ ઓગળે છે.

આમ, અરલુ અનેક રીતે ઉપયોગી છે. આ ઈલાજ કરવાથી ઉપરોક્ત રોગોને અરલુ દ્વારા મટાડી શકાય છે. અરલુનો પેસ્ટ, ઉકાળો, દવા કે ચૂર્ણ બનાવીને સેવન કરવાથી કે દવા બનાવીને વાપરવાથી ખુબ જ સચોટતાથી ઈલાજ થાય છે. અમે આશા રાખીએ કે તમને આ ઈલાજ વિશેની માહિતી ખુબ જ ઉપયોગી થશે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *