રસોડામાં મળી આવતી આ એક જ ચપટી… બનાવશે તમને ખુબજ સુંદર…. જાણો તે વસ્તુને…
આ એક જ વસ્તુની માત્રા એક જ ચપટી… બનાવશે તમને ખુબ જ સુંદર…. જાણો તે વસ્તુને…
મિત્રો આપણે ખાવા-પીવાની દરેક વસ્તુમાં મીઠાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે મીઠાનો ઉપયોગ કરીને ખુબસુરત પણ બની શકાય છે. હા મિત્રો, મીઠું એ ખૂબસૂરતી અને ચામડીના રોગોના નિવારણ માટે ખુબ જ ઉપયોગી બની શકે છે અને તમારું બ્યુટી સિક્રેટ પણ બની શકે છે.
મીઠું એ એવી સામાન્ય વસ્તુ છે કે સરળતાથી આપણા ઘરમાં જ મળી જાય છે અને તેની કિંમત પણ મામુલી હોય છે. મીઠાનો ઉપયોગ કરવાથી ચામડી મુલાયમ, ચમકદાર થઈ જાય છે અને ખુબ જ સુંદર પણ દેખાવા લાગીએ છીએ અને વાળની સમસ્યાઓનું નિવારણ પણ મીઠું કરી શકે છે.
તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે મીઠાના એવા પાંચ ઉપાયો જેનો ઉપયોગ કરીને તમે ખુબસુરત બની શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે મીઠાથી બની શકાય સુંદર…..
Dead skin cells માટે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તમારા કોઈપણ અંગ પર dead skin થઈ ગઈ હોય તો મીઠાનો ઉપયોગ કરી તેને તમે દૂર કરી શકો છો. તે માટે તમારે માત્ર મીઠામાં ઓલિવ ઓઈલ, રોઝમેરી ઓઇલ અથવા બદામના તેલને મિશ્રિત કરી મોં પરની ડેડ સ્કિન પર ઘસો. મીઠું ત્વચાને ચમકદાર કરે છે અને તેલ તમારી ચામડીને લચીલી બનાવે છે અને વિટામિન આપવાનું કાર્ય કરે છે.(આ ઉપાય ઠંડીના કારણે ગાલ પર સ્કીન ફાટી ગઈ હોય ત્યારે ના કરવો )
ત્યારબાદ મીઠું કાળા ધબ્બા દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. ઘૂંટણ અને કોણીના કાળા ધબ્બા દૂર કરવા માટે મીઠું ઉપયોગી બને છે. આ કાળા ધબ્બાને દૂર કરવા માટે સફેદ મીઠું લઇ તેમાં ઓલિવ ઓઈલ ઉમેરી પેસ્ટ બનાવી ઘૂંટણ અને કોણીની કાળી પડી ગયેલી ચામડી પર ધીમે-ધીમે માલિશ કરો અને દર અઠવાડિયે બે વાર માલિશ કરવાથી ધીમે ધીમે કાળાપણું દૂર થાય છે.
નખ ચમકદાર બનાવવા માટે. કમજોરી આવવાના કારણે અમુકવાર નખની ચમક ચાલી જાય છે. પરંતુ મીઠાનો ઉપયોગ કરી તેની ચમક પાછી આવી શકાય છે. તે માટે મીઠામાં એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ખાવાનો સોડા, અડધો કપ હુંફાળુ પાણી એક કટોરીમાં મિશ્રિત કરી તેમાં દસ મિનિટ માટે નખને ડુબાડીને રાખો અને ત્યારબાદ નખને હળવેથી ઘસો અને પછી નખને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આમ તમારા નખનો ગ્રોથ પણ થશે અને ચમકદાર પણ થશે.
મીઠાથી ચહેરો પણ નીખરી શકાય છે. મીઠું અને મધનું બનેલ face mask તમારા મુખને ચમકદાર બનાવે છે. આ મિશ્રણ તમારી ત્વચાને સંતુલિત રાખે છે. કારણ કે મીઠું અને મધમાં એન્ટ્રી ઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે. આ face mask ઓઈલી સ્કીનને પણ દુર કરે છે. આ ફેસ માસ્ક બનાવવા માટે 2 ચમચી મીઠું અને ચાર ચમચી મધ મિક્સ કરી મોં પર 15 થી 20 મિનિટ માટે લગાવીને રાખો અને હળવા હાથથી મોં પર માલિશ કરો અને 15 થી 20 મિનીટ પછી મોં સાફ કરી લો તમારું મોઢું નિખરવા લાગશે.
માથામાં રહેલા ખોડાને દૂર કરવા માટે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. ખોડાને દૂર કરવા માટે માથું ધોયા પહેલા મીઠાને 15 મિનિટ માટે માથામાં લગાવો અને ત્યારબાદ શેમ્પૂથી માથું ધોઈ લો. આમ કરવાથી તમારો ખોડો દૂર થશે અને માથામાં રહેલું વધારાનું તેલ પણ દૂર થાય છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.