બીટ જેવી દેખાતી આ વસ્તુ શરીર માટે છે વરદાન રૂપ, શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ફટાફટ વધારશે.

શિયાળાની ઋતુમાં મૂળા તમે ખુબ જ આસાનીથી મળી જાય છે, અને મૂળા સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જે આપણા દેશમાં મૂળાની ઘણી બધી વેરાઇટી ઉપલબ્ધ હોય છે. તેમાં કાળા અને લાલ મૂળા પણ સામેલ છે. લગભગ લોકો સફેદ મૂળાનું સેવન કરે છે. પરંતુ શું તમે ક્યારે લાલ મૂળાનું સેવન કર્યું છે? જો નહીતો લાલ મૂળા ના ફાયદા વિશે જાણીને તમે જરૂર છે તેનું સેવન કરશો. તે સ્વાસ્થ્યના લાભોથી ભરપૂર હોય છે. ડાયટ મંત્ર ક્લિનિકની ડાયટિશિયને જણાવ્યું છે કે આ મૂળા લીવર અને પેટને સાફ કરવામાં મદદ કરે છે. અને તે શરીરને કચરો બહાર કાઢવા માટે અસરકારક છે. આજે અમે આ લેખમાં તમને લાલ મૂળાનું સેવન કરવાના ફાયદા વિશે જણાવીશું.

1 મેટાબોલીઝ: લાલ મૂળા જડ વાળી શાકભાજી છે, જે આપણા પાચન તંત્ર માટે ખુબ જ સારી માનવામાં આવે છે, અને તે એસીડીટી, મેદસ્વિતા, ગેસની સમસ્યા અને ઉબકા ને પણ ઠીક કરવા માટે મદદરૂપ થઈ શકે છે. એવામાં તે મેટાબોલિઝમ ની ક્રિયા સુધારવા માટે પણ અસરકારક છે.

2 પોષક તત્વો: લાલ મૂળામાં વીટામીન ઈ, સી, એ અને બી6, તથા વિટામિન એથી ભરપૂર હોય છે. તેની સાથે જ તે એન્ટીઓક્સિડેન્ટ, ફાઇબર, ઝિન્ક, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગેનીઝ થી ભરપુર માનવામાં આવે છે. આ દરેક પોષક તત્વો આપણા સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે.

3 લાલ રક્તકણો: લાલ મૂળાનું સેવન લાલ રક્તકણો માટે ખૂબ જ પ્રભાવી હોય છે. તે લાલ રક્ત કોશિકાઓને નુકસાન થતાં બચાવે છે. નિયમિત રૂપે લાલ મૂળાનું સેવન કરવાથી લોહીમાં ઓક્સિજનની આપૂર્તિ વધી શકે છે.

4 હ્રદય: લાલ મૂળામાં એંથોસાયનીન નો ખૂબ જ સારો સ્ત્રોત જોવા મળે છે. જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે સિવાય તેમાં વિટામિન સી, ફોલિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ પણ અધિકતા જોવા મળે છે. જે તમારા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે.

5 બ્લડ પ્રેશર: લાલ મૂળાનું સેવન કરવાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહી શકે છે. તેનું સેવન કરવાથી તમારા શરીરને પોટેશિયમ મળે છે. જે બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે અસરકારક છે. તે સિવાય લોહીના પ્રવાહ ને નિયંત્રિત કરી શકે છે. ખાસ કરીને જો તમે બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત છો તો, લાલ મૂળાનું સેવન જરૂરથી કરો. તે તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે.

6 રોગ પ્રતિકારક શક્તિ: લાલ મૂળામાં વીટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, અને તે સામાન્ય શરદી ઉધરસની તકલીફમાં રાહત આપવા માટે અસરકારક છે. તેની સાથે જ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. જે ઘણા બધા પ્રકારના રોગો સામે તમારા શરીરને બચાવી શકે છે. એટલું જ નહીં તે હાનિકારક મુક્તનો વિકાસ રોકે છે. જે ઓછી ઉંમરમાં વૃદ્ધત્વ ના લક્ષણો નિયંત્રિત કરી શકે છે.

7 શરીરને હાઈડ્રેટ રાખે: શિયાળામાં ઘણા લોકો ઓછુ પાણીનું સેવન કરે છે, એવામાં તેમને ડીહાઇડ્રેશનની સમસ્યા ઊભી થઈ શકે છે. આ સમસ્યાથી દૂર રહેવા માટે તમે લાલ મૂળાનું સેવન કરી શકો છો. તેમાં પાણીની માત્રા વધુ હોય છે જે તમારા શરીરને હાઈડ્રેટ રાખવા માટે ખૂબ જ અસરદાર થઈ શકે છે.

8 રક્તવાહિનીને મજબૂત કરે : મૂળા કોલેજન ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જે આપણી રક્તવાહિનીને વધારો આપવા માટે અસરકારક છે. તેની સાથે જ તે એથેરોસ્ક્લેરોસીસ થવાની સંભાવનાને ઓછી કરી શકે છે. જો તમે નિયમિત રૂપે મૂળાનું સેવન કરો છો તો તે તમારી રક્તવાહિની અને મજબૂત બનાવી રાખવા માટે અસરકારક થઈ શકે છે.

9 ત્વચા માટે : જો તમે નિયમિત રૂપે લાલ મૂળાના પાનનો રસ પીવો છો તો તે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. તે ત્વચા માટે કાર્ય કરી શકે છે તેમાં વિટામિન સી અને ઝીંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો જોવા મળે છે. જે ત્વચા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. તેની સાથે જ તે ત્વચાનું રુક્ષપણાને પણ દૂર કરી શકે છે. તેની સાથે જ તમે તમારા ચહેરાને સાફ કરવા માટે મૂળાના પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. અને જો તમે તેને વાળમાં લગાવો છો તો તે ખોડાની સમસ્યા દૂર કરવા માટે વાળ ખરતા રોકવામાં મદદ કરે છે. અને વાળના જડને મજબૂત કરે છે.

10 ફાઈબરની અધિકતા: લાલ મૂળાનું સેવન કરવાથી તમારા શરીરમાં પર્યાપ્ત રૂપે ફાયબર મળતું રહે છે. તેનાથી તમારા પાચનતંત્રમાં સુધારો આવી શકે છે, અને તેની સાથે જ પિત્તના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં અસરકારક છે. એટલું જ નહીં શરીરમાં ફાઈબરની પર્યાપ્ત માત્રા હોવાથી તમને વારંવાર ભૂખ લાગતી નથી. જેનાથી તમારું વજન પણ ઓછું થઈ શકે છે. અને લિવર તથા પિત્તાશય માટે પણ મૂળા ખૂબ જ ફાયદાકારક છે.

11 ડાયાબિટીસના જોખમને ઓછું કરે : મૂળામાં ગ્લુકોસાઈનોલેટ અને આઇસોથિયોસાઈનેટ જેવા રાસાયણિક તત્વો હોય છે. જે લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, મૂળાનું સેવન કરવાથી તમારા શરીરને પ્રાકૃતિક રૂપે એડીપોનેક્ટિન ઉત્પાદન વધે છે. આ હોર્મોનનો ઉચ્ચતર ઈન્સ્યૂલિન પ્રતિરોધક થી બચાવ કરી શકે છે તથા લાલ મૂળામાં ઉપસ્થિત એન્ટિ-ઓક્સિડન્ટ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

લાલ મૂળાના નુકસાન અને સાવધાની

લાલ મૂળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુની અધિકતાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જ્યારે તમે લાલ મૂળાનું વધુ માત્રામાં સેવન કરો છો તો તે તમારા શરીરમાં ઘણી બધી પ્રકારની તકલીફ ઉભી કરી શકે છે. જેમ કે ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો, ખેંચાણ, શરીરમાં પાણીની અધિકતા ઉત્પન્ન કરી શકે છે. તેથી તેનું સીમિત માત્રામાં સેવન કરો.

તે સિવાય મૂળાને હંમેશા સારી રીતે ધોઈને જ સેવન કરો, જો તેના છાલમાં માટી અથવા અન્ય પ્રકારનું કેમિકલ લગાવેલું છે તો તેને યોગ્ય રીતે છોલીને તેનું સેવન કરો, જેથી મૂળાના ઉત્પાદનને વધારતા કેમિકલથી તમને કોઈ પણ પ્રકાર ની સાઇડ ઇફેક્ટ ન થાય.

લાલ મૂળા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, જેમ કે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો, મેટાબોલિઝમ મજબૂત કરવામાં સહાયક થાય છે પરંતુ ધ્યાન રાખો કે વધુ માત્રામાં લાલ મૂળાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઇ શકે છે. તેથી સીમિત માત્રામાં લાલ મૂળાનું સેવન કરો. અને જો શરીરમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ પહેલેથી જ છે. તો ડોક્ટરની સલાહ લઈને જ તેનું સેવન કરો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *