લોહી પાતળું કરવા 100% ઉપયોગી છે આ વૃક્ષ, જાણો એક ક્લિક માં વધુ માહિતી…

ઘણા લોકોને હાલમાં ચાલી રહેલી કોરોના બીમારીને કારણે લોહી જાડું થઈ જાય છે, અને લોહી જાડું થઈ જવાથી હ્રદય રોગ એટલે કે હાર્ટએટેકનું જોખમ રહે છે. આપણા શરીરમાં રહેલું લોહી અને હવા ફેફસામાં શુદ્ધ થાય છે. આ બાદ જ તે આખા શરીરમાં જાય છે. હવે કોરોના કે ન્યુમોનિયા રોગના કારણે આપણા ફેફસાંમાં કફનું પ્રમાણ વધે છે. સાથે જ વાયરસનું સંક્રમણ પણ વધે છે.

આ વાયરસ અને કફને પરિણામે ફેફસાં ખરાબ થાય છે, ફેફસા પોતાનું કાર્ય કરવાનું ધીમું કરે છે. જેના લીધે લોહીનું ગાળણ થતું નથી. આવું દરરોજ થવાથી શરીરમાં રહેલું લોહી જાડુ થાય છે. આ લોહી જાડું થવાથી શરીરમાં હાર્ટ એટેકનો ખતરો વધે છે. સાથે બ્રેન હેમરેજ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેસર, નળીઓ બ્લોકેજ થવી જેવી સમસ્યાઓ થાય છે.

આ સિવાય તમને છાતીમાં દુખાવો કે ફેફસામાં દુખાવો થતો હોય, એસીડીટી જેવી તકલીફો થતી હોય તો તમારે લેબોરેટરીમાં જઈને લોહીનો રીપોર્ટ કરાવી લેવો. જેને D-DIMER રીપોર્ટ કહેવામાં આવે છે. આ લેબોરેટરી રીપોર્ટ પ્રમાણે લોહી 00 mg/L થી 0.5 mg/L પાતળું હોવું જરૂરી છે. આનાથી વધારે જાડું હોય તો આ માટે લોહીને પાતળું કરવાના પણ ઉપચારો ચાલુ કરી દેવા જોઈએ. લોહી પાતળું કરવા માટે આયુર્વેદિક ઉપચારો પણ ઉપલબ્ધ છે. જેનાથી હ્રદય રોગના જોખમને ટાળી શકાય છે.

કોરોના કે ન્યુમોનિયા જેવા ફેફસાને લગતા સંક્રમણના રોગની ઝપેટમાં આવ્યા બાદ તમે તંદુરસ્ત હો તો પણ તમારે લોહીનો રીપોર્ટ કરાવી લેવો જોઈએ. કારણ કે આ સારવાર લીધા બાદ તમારું લોહી જાડું થઇ ગયું હોય છે જેનાથી હાર્ટએટેકનો ખતરો રહેલો છે.

આ માટે આ ચાર વસ્તુઓ લેવી. જેમાં આદૂ, ફુદીનો, દાડમના દાણા અને લીલા મરચા લેવા. આ બધી ક ચારેય વસ્તુઓને મિક્સરમાં નાખીને તેનો પેસ્ટ બનાવી લેવો. આમાં જરૂરીયાત મુજબ થોડું મીઠું નાખવું. આ પેસ્ટનો દરરોજ ભોજન સાથે સવારે, બપોર અને સાંજે ભોજનમાં ઉપયોગ કરવો. આ ઉપાય કરવાથી લોહી કુદરતી રીતે જ પાતળું થશે.

માછલીનું તેલ લોહીને પાતળું કરવામાં ઉપયોગી થાય છે. માછલીના તેલમાં ઓમેગા 3 ફેટી એસીડ હોય છે, જેમાં EPA અને DHA ગુણ હોય છે જે લોહીને પાતળું કરવામાં મદદગાર છે. માટે માછલીના તેલને ખાવામાં શામેલ કરો.

લસણમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. આ જેનાથી લોહીને પાતળું કરવામાં લસણ મદદ કરે છે. માટે દરરોજ લસણનો પેસ્ટ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. આ સિવાય લસણની એક કળી સવારે ખાલી પેટ ખાઈ જવી જોઈએ. આ કળીને મધ સાથે પણ ખાઈ શકાય છે. જેના લીધે લોહી પાતળું કરવામાં મદદ મળે છે.

ડુંગળી લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે. માટે ડુંગળી લાવીને તેના ટુકડા કરીને મીક્સરમાં નાખીને તેનો રસ કાઢી લેવો. આ રસમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને તેનું સેવન કરવું. જેના લીધે લોહી પાતળું થવા લાગશે. ડુંગળી અને લસણનો રસ કાઢીને તેમાં મધ અને આદું ભેળવીને પીવાથી પણ લોહી પાતળું થાય છે.

કેયન મરચામાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. જેમાં કુદરતી રીતે જ એસ્પીરીન આવેલું હોય છે. આ એસ્પીરીન તત્વ લોહીને પાતળું કરવાનું કાર્ય કરે છે. માટે લોહીને પાતળું કરવા માટે મરચાને લાવીને આ કેયન મરચાની ચટણી કે મરચાને અથાણામાં સેવન કરવાથી લોહી પાતળું કરવામાં મદદ મળે છે.

લોહીને સાફ કરવા માટે બીટ ખુબ જ ફાયદાકારક હોય છે. આ બીટ લોહીને સાફ કરે છે અને લોહીની ઉણપને પણ દુર કરે છે. આ માટે બે બીટ લઈને તેને સાફ કરીને તેના ટુકડા કરીને તેને કોઈ એક વાસણ બે ગ્લાસ પાણી ઉકાળીને તેમાં આ કાપેલા બીટના ટુકડાને નાખો.

હવે આ ટુકડા વાળા પાણીને 10 મિનીટ સુધી ઉકળવા દો. આ પછી તેમાં જીરું અને કાળામરીનો પાવડર બરાબર માત્રામાં એક ચમચી ભેળવો. 10 મીનીટ પછી આ ઉકળતા પાણીને ગાળી લો. આ પછી આ હુંફાળા પાણીને પી લેવું. આં મિશ્રણને તમે 21 દિવસ સુધી દરરોજ કરીને પીવું. આ પ્રયોગથી લોહી પાતળું અને શુદ્ધ થાય છે.

શરીરમાં કસરતો કરવાથી પરસેવો થાય છે. જેનાથી શરીરની અશુદ્ધિઓ બહાર નીકળે છે. આ સમયે યોગથી પણ ફાયદો થાય છે. યોગથી તન અને મન સ્વસ્થ રહેશે. યોગ કરતી વખતે વધારે પરસેવો આવે છે અને આપણે વધારે ઓક્સીજન લઈ શકીએ છીએ. જેનાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને જેથી લોહી પાતળું થાય છે.

દુધીમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. માટે દુધીને કાપીને તેના ટુકડા કરી લેવા. આ ટુકડાને મિક્સરમાં નાખીને તેમાંથી રસ કાઢી લેવો. આ રસમાં આદુ, હળદર, મીઠું, લસણ, મધ વગેરે નાખીને તેનું જ્યુસ બનાવી લેવું. આ જ્યુસનું નિયમિત સવારે અને સાંજે સેવન કરવાથી લોહી પાતળું થાય છે. આ બધી જ વસ્તુઓ લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે.

અર્જુન વૃક્ષ લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે, જ્યારે તજનું વૃક્ષ પણ લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે. અર્જુનની છાલ અને તજની છાલ બંનેને લઈને તેનો ઉકાળો બનાવવો. દેશી ઓસડીયા વાળાની દુકાને કે ગાંધીની તેમજ કરીયાણા વાળાની દુકાને આ વસ્તુઓ મળી રહે છે. આ બંનેને કોઈ પાણી ઉકાળી શકાય તેવા વાસણમાં લઈને તેમાં 400 ગ્રામ પાણી નાખવું. જ્યારે આ પાણીમાંથી ઉકળતા માત્ર 100 ગ્રામ પાણી વધે ત્યારે ઉતારીને તેનું હુંફાળું ગરમ રહે ત્યારે સેવન કરવું. આ ઉકાળો નિયમિત પીવાથી લોહી પાતળું થાય છે.

લોહીને પાતળું કરવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું. પાણી શરીરને શુદ્ધ રાખવાનું અને ડીટોક્સ કરવાનું કાર્ય કરે છે. લોહીને પાતળું કરવા માટે સતત પાણી પીતા રહેવાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધે છે. જેના લીધે લોહી પાતળું રહે છે.

સુકી દ્રાક્ષ એ લોહીને શુદ્ધ કરવામાં ઉપયોગી છે. આ માટે 25 ગ્રામ સુકી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી દેવું. સવારે આ દ્રાક્ષને પાણીમાં જ પીસી નાખવી અને પછી આ દ્રવ્યને પી જવું. આ દરરોજ પીતું રહેવાથી લોહી સાફ થાય છે.

કારેલાનું જ્યુસ પણ લોહીને શુદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ માટે કારેલાને લાવીને તેના ટુકડા કરવા અને તેને મિક્સરમાં નાખીને તેનો રસ કે જ્યુસ બનાવી લેવો. આ રસનું દરરોજ સેવન કરવું જેનાથી લોહી શુદ્ધ થાય છે.

લોહીને શુદ્ધ કરવા માટે પાલખ ખુબ જ ઉપયોગી છે. આ માટે એક ગ્લાસ પાણી લેવું અને તેમાં થોડાક ફુદીનાના પાંદડા ને કોથમીરના પાન્દ્ડળ સારી રીતે ધોઈને નાખી દેવા. આ પછી 10 મિનીટ સુધી આ પાણીને ઉકાળવું. બાદમાં આ પાણીને ફાલીને હુંફાળું પીવું. આ પ્રયોગ સવારે કરવાથી લોહીને શુદ્ધ કેવા ખુબ જ ઉપયોગી થાય છે.

તુલસીના પાંદડા શરીરને કુદરતી રીતે શુદ્ધ કરવામાં ઉપયોગી છે. તુલસી એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણ ધરાવે છે. માટે દરરોજ તુલસીના 10 થી 12 પાંદડા ચાવીને ખાવામાં આવે તો લોહી શુદ્ધ થાય છે. આ સિવાય ચામાં તુલસીના પાંદડા નાખીને પણ પીવાથી લોહી સાફ રહે છે. તુલસીના પાંદડાનું ચૂર્ણ કરીને પીવાથી લોહીને સાફ કરવામાં ઉપયોગી થાય છે.

લીંબુ એન્ટી એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ધરાવે છે. તે વિટામીન સી થી ભરપુર હોય છે. લીંબુના એસીડીક ગુંથી લોહીની ગંદકી સાફ થાય છે. આ માટે દરરોજ એક ગ્લાસ પાણીમાં લીંબુ નાખીને પીવાથી લોહી સાફ થાય છે. લોહીમાં ખરાબ ટોક્સીન્સ હોય છે તે સંડાસ સાથે નીકળી જાય છે.

ગોળ અને આદુના ઘણા ફાયદા છે. ગોળ પેટને સાફ કરવા સિવાય લોહીને પણ સાફ કરે છે. ગોળ અને પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે. આ સિવાય ભોજન બાદ ગોળ ખાવાથી ભોજન પચે છે અને શરીરમાંથી ટોક્સીન્સ બહાર આવે છે. શરીરમાં રહેલા લોહીને સાફ કરવા માટે ગોળ અને આદુની ચા પીવી જોઈએ. આ માટે 1 મોટા કપ પાણીમાં થોડીક હળદર અને ઘસીને કે કુચળીને નાખવી અને તેમાં એક ગોળનો ટુકડો નાખીને ગરમ કરવું. લગભગ 5 થી 7 મિનીટ ગરમ કરીને પછી તેને ગાળીને પી જવું.

આ સિવાય કોથમીરની એક જુડી લઈને તેને બે ગ્લાસ જેટલા પાણીમાં લગભગ 10 મિનીટ સુધી ઉકાળવી. ઉકળ્યા બાદ વધેલા પાણીને ગાળીને રાખી લો. આ પાણીને એક મહિના સુધી ફ્રીજમાં રાખીને ઉપયોગ કરી શકાય છે. સવારે ખાલી પેટ આ સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે.

આ રીતે કુદરતી રીતે લોહીને પાતળું કરી શકાય છે, જેનાથી શરીરને ગંભીર સ્થિતિમાં આવતું બચાવી શકાય છે. આ ઉપાય કરવાથી લોહી પાતળું રહે છે અને શુદ્ધ રહે છે. અમે આશા રાખીએ કે લોહીને પાતળું કરવાના આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને લોહીને કુદરતી રીતે તમે પાતળું કરી શકશો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *