પગમાં થતાં વારંવાર સોજા અને દુખાવાથી છુટકારો મેળવવા માટે માત્ર એક્વાર આ ઉપાય કરો પછી જુવો ફાયદો થાય તે 

ઘણી વખત આપણા પગમાં સોજો આવી જતો હોય છે. અને સોજો આવવાને કારણે પગમાં ખુબ જ દુખાવો થતો હોય છે. અને દુખાવાના કારણે ચાલી પણ શકતા નથી. અને સોજો આવે તો આપણે ભારે વજન ઉપાડવામાં અથવા તો ઝાઝો સમય સુધી ઊભા પણ રહી શકતા નથી. અને પગમાં ખૂબ જ દુખાવો થાય છે. અને તકલીફ થાય છે. આજે અમે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવવાના છીએ, જેની મદદથી તમે તરત પગના દુખાવામાં રાહત જ મળી શકે છે.ઘણી વખત લાંબા સમય સુધી એક જગ્યાએ પગ લટકાવીને બેસી રહેવાથી પણ પગના સોજા આવ્યા હોવાની ફરિયાદ થાય છે.

ખાસ કરીને સ્ત્રીઓને વધારે પગના દુખાવાની તકલીફ જોવા મળે છે. ઘણી વખત સવારે તો એકદમ ફ્રેશ હોઈએ છીએ. પરંતુ ધીમે-ધીમે સાંજ પડતા ભાંગી જઈએ છીએ અને પગમાં સોજો અને તકલીફ થાય છે. ઘણી વખત લાંબી મુસાફરી કરવાથી પગમાં સોજો આવી જાય છે. આ તકલીફને દૂર કરવા માટે ઓલીવ ઓઈલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઓલિવ ઓઈલ અને બે ત્રણ લસણની કળીને શેકીને તેમાં નાખવાથી અને પછી તેને પગ પર માલીશ કરવાથી પગના સોજા તરત જ ઠીક થઈ જશે અને દુખાવામાં પણ રાહત થાય છે.

આ ઉપરાંત પગનો સોજો ઓછો કરવા માટે કાકડી અને લીંબુ પાણી ખૂબ જ ઉપયોગી ઔષધિ છે. આ માટે કાકડીનો રસ અને લીંબુના રસ અને પાણી સાથે મિક્સ કરીને પીવાથી પગનો સોજો કાયમ માટે દૂર થઈ જાય છે. આ ઉપરાંત ગરમ પાણીમાં સફરજનનું સિરકો ભેળવીને તેમાં એક રૂમાલ નાખી દો. રૂમાલ થોડા સમય માટે પલાળવા દો. પછી તેને પગ પર મુકો. આમ કરવાથી પગનો સોજો તરત જ ઓછો થઈ જશે.

શિયાળામાં જો કોઈ પગમાં દુખાવો કે સોજો થયો હોય તો સિંધાલૂણ મીઠું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે સિંધુ મીઠામાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. બે ચમચી પાણીમાં મીઠું નાખીને સુતરાઉ કપડામાં પલાળીને તેનો શેક કરવામાં આવે તો તરત જ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત કોથમરી પણ સોજા માટે ખૂબ જ ફાયદાકારક છે. કોથમરી ના તાજા પાંદડા અને સુકાયેલા ધાણાના બીજની એક પેસ્ટ બનાવીને થોડો સમય પાણીમાં ઉકાળવા દો. ત્યાર બાદ  ઠંડુ થાય એટલે એક ચમચી મધ નાખીને પીવાથી પણ પગ નો સોજો તરત જ ઠીક થઈ જાય છે.

આ ઉપરાંત પગનો સોજો ઓછો કરવા માટે આદુને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ માટે આદુની ચા બનાવીને પીવાથી પણ સોડિયમ શરીરમાં પાતળું થઈ જાય છે. અને પગ નો સોજો ઓછો થઈ જાય છે. બેકિંગ સોડા અને ભાતનું પાણી એ પણ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે સોજો આવી ગયો હોય ત્યારે ભાતને સારી રીતે ઉકાળીને તેનું પાણી કાઢી તેમાં બે ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 10 થી 15 મિનિટ સુધી પાણીમાં રાખવાથી આ ઉપરાંત તલ અને મૂળા ખાવાથી પણ પગ નો સોજો મટી જાય છે.

આ ઉપરાંત તાંદલજાના પાનને જ્યાં સોજો આવ્યો હોય ત્યાં લેપ કરવાથી પણ સોજો મટે છે. આ ઉપરાંત એક ચમચી અળસી ને એક ગ્લાસ ગરમ પાણીમાં નાખીને પીસી લો ત્યારબાદ બનાવીને પી જવું આમ કરવાથી પગ નો સોજો કાયમ માટે દૂર થઈ જશે. જો પગમાં સોજો આવ્યો હોય અને સાથે સાથે ખૂબ જ દુખાવો થતો હોય તો સરસવ તેલ અથવા તો તલના તેલમાં થોડો અજમો નાખી ગરમ કરીને તેલથી માલિશ કરવામાં આવે તો પણ તરત જ આરામ મળે છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *