શિયાળામાં શરીરને ગરમ અને તંદુરસ્ત રાખવા, કરો આ વસ્તુથી બનેલી રોટલીનું સેવન. જાણો તેના ચાર મોટા ફાયદા.

શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા માટે આજે અમે તમને એક વસ્તુ વિશે જણાવશું,જેના ફાયદા વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. જે આપણા શરીરને અનેક બીમારીઓથી દુર રાખે છે. શિયાળાની ઋતુમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દુર કરવા માટે આપણે હેલ્દી ફૂડ્સનું સેવન કરતા હોઈએ છીએ. પણ આ સમયે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરદી-ઉધરસ, વજનમાં વધારો થવો, ગાળામાં દુઃખાવો થવો અને વધારે તો શરદીના કારણે કોલ્ડ સ્ટ્રોકનું જોખમ વધારે અસર કરે છે. ભલે તમે તમારા શરીરને કપડાથી સંપૂર્ણ રીતે ઢાંકી રાખો, પરંતુ ઠંડીની અસર કોઈ પણ રીતે શરીર પર ચોક્કસપણે પ્રભાવ કરે છે, જેથી આપણે આપણા આહારમાં એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જે શરીરને ગરમ રાખે. તો એવી જ એક ખાદ્ય વસ્તુ છે રાગી, જેને રાગલી પણ કહેવામાં આવે છે.

હા મિત્રો, તમે વિચારતા હશો કે રાગી એટલે શું ? તો તમને જણાવી દઈએ કે, રાગી એક બીજ છે. રાગીના બીજને રાઈ પણ કહેવામાં આવે છે, અને તેને ફિગર મિલેટ અને આફ્રિકન મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. રાગીના બીજમાંથી આપણે રાગીનો લોટ પણ બનાવી શકીએ છીએ. જે માર્કેટ અને કોઈ પણ ઘંટીએથી રાગીનો લોટ આસાનીથી મળી શકે છે. પણ લોકો રોજિંદા ભોજનમાં તેનો ઉપયોગ નથી કરતા, પરંતુ આજે અમે તમને જણાવશું કે રાગીથી આપણા શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે.

કેલ્શિયમથી ભરપૂર : કેલ્શિયમની વાત આવે ત્યારે દૂધ જ યાદ આવે છે, પરંતુ દૂધ વધારે પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ મળે છે, જ્યારે તેના પ્રમાણમાં રાગી ખુબ જ ઓછી ચરબી અને વધારે માત્રામાં કેલ્શિયમ ધરાવે છે. તેથી રાગીને કેલ્શિયમનો શ્રેષ્ઠ ડેરી સોર્સ માનવામાં આવે છે. એક રિસર્ચ અનુસાર 100 ગ્રામ રાગીમાં 344 મિલી ગ્રામ કેલ્શિયમ મળે છે. હાડકાને મજબુત રાખવા માટે રાગી એક સંપુર્ણ ખોરાક માનવામાં આવે છે. રાગીમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આથી શિયાળામાં રાગીથી બનેલ ખોરાક, અથવા રોટલી કે રોટલાનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે : આપણે જોઈએ કે રાગીના લોટનો ખોરાક ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. રાગીના લોટમાં ચોખા, મકાઈ અને ઘઉંની સરખામણીમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો ગુણ વધુ રહેલો છે. તેમાં વધારે પ્રમાણમાં પોલિફેનોલ્સ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેના કારણે ફૂડ ક્રેવિંગ ઓછું થાય છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે અને શુગર કંટ્રોલમાં રહે છે. રાગીને નિયમિત ખાવાથી શરીરની ચામડી ચમકદાર બને છે. રાગી ખાવાથી ઘણા પ્રકારના રોગ સામે લડવાની ક્ષમતા વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ વધારે પ્રમાણમાં રાગીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

શરીરની ચામડીને ચમકદાર બનાવે છે : તો હા મિત્રો આપણે જોઈએ કે રાગી આપણા સંપૂર્ણ જીવનમાં ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. રાગીમાં મેથીઓનાઇન અને લાઈસિન નામના એમીનો એસિડ હોય છે. તેથી રાગીના લોટની રોટલી બનાવીને ખાવાથી શરીરની ચામડીમાં પડેલી કરચલીઓ દુર થાય છે અને ચામડી પર કરચલીઓ પડતી અટકાવે છે. રાગીમાં વિટામીન ડી રહેલું હોય છે. સામાન્ય રીતે વિટામીન ડી સુર્યપ્રકાશ માંથી મળે છે. રાગીનું સેવન કરવાથી પણ વિટામીન ડી ખુબ જ પ્રમાણમાં મળે છે. વિટામીન ડી ના કારણે શરીરમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ બને છે. આ રીતે રાગી તમને લાંબા સમય યુવાન બનાવી રાખવામાં ખુબ જ મદદ કરે છે.

એનેમિયાથી બચાવે છે : રાગીમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન રહેલો હોય છે. આયર્નથી હિમોગ્લોબિન ઓછું હોય તેવા દર્દીઓ માટે રાગીને અમૃત સામાન માનવામાં આવે છે. શરીરમાં એનેમિયાની તકલીફથી બચવું હોય તો રાગીનો સવારમાં ઉપયોગ કરવાથી ખુબ જ વધારે ફાયદો થાય છે. તેથી જો રાગીને સવારના ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી શરીરમાં લોહતત્વ વધુ સહેલાઈથી લોહીમાં ભળી જાય છે. રાગીને શાકભાજી સાથે ખાવાથી શરીરને વધારે લાભ થાય છે.

શિયાળામાં રાગી ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. તો ચાલો આપણે રાગી ખાવાથી શું ફાયદા થાય તે જોઈએ. ઘઉં અને બાજરીના રોટલા કે રોટલી બનાવો એ જ રીતે તમે તેનું સેવન કરી શકો. તેનાથી ઉપર જણાવ્યા ઉપરાંત અન્ય ઘણા શારીરિક ફાયદા થાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *