ક્રિસ્પી પફ ઘરે બનાવવા માટે ફોટા પર ક્લિક કરો રેસીપી જાણો

દરેક લોકોને પફ બહુ જ ભાવતા હોય છે જો તમને પણ બજારમાં મળતા પફ ભાવતા હોય તો હવે બજારમાંથી પફ લેવાની જરૂર નથી તમે ઘરે પફ બનાવવાની રેસીપી નોંધી ઘરે જ બનાવો બજાર જેવા ક્રિસ્પી વેજટેરીયન પફ

ક્રિસ્પી પફ બનાવવા જરૂરી સામગ્રી :
• પફ પેસ્ટ્રી શીટ,
• બાફેલાં બટેકા, બાફેલાં વટાણાં,
• મીઠું, લીંબુનો રસ, • ગરમ મસાલો, તેલ, રાઇ, જીરૂ, હીંગ,
• મીઠો લીમડો, લીલાં મરચાં, જીણી સમારેલી ડુંગળી, હળદર, લાલ મરચું પાવડર,
• કોથમીર,
• બટર

પફ બનાવવાની રીત :

• પેન માં તેલ લઇ રાઇ જીરૂ, સમારેલો મીઠો લીમડો, લીલાં મરચાં, હીંગ, ડુંગળી વઘારી થોડી બ્રાઉન થવા આવે એટલે હળદર, લાલ મરચું, ગરમ
મસાલો ઉમેરી બાફીને મૅશ કરેલાં બટેકા અને વટાણાં ઉમેરો. તેમાં મીઠુ, લીંબુનો રસ, કોથમીર મિક્સ કરી પ્લેટમાં કાઢી ઠંડુ કરી લો.
• ઓવન ને ૨૦૦-૨૨૦ સેલ્સિયસ પર પ્રિ-હીટ કરવા મકો.
• બેકીંગ ટ્રે પર બટર પેપર મૂકી તેલ લગાવી દો.
• પેસ્ટ્રી શીટ લઇ જરૂર મૂજબ લંબચોરસ શેપમાં કટ કરી એકબાજૂ મસાલો મૂકી શીટ ની કિનાર પર થોડું પાણી લગાવી ફોલ્ડ કરી બેકીંગ ટ્રે માં ગોઠવો. બધાં પફ રેડી થાય પછી તેનાં
ઉપર બટર લગાવી ઓવન માં ૩૦-૪૦ મિનિટ માટે બેક કરવાં મૂકો. છેલ્લી ૫-૭ મિનિટ ૧૮૦ સેલ્સિયસ પર રાખી બેક કરવું.
• દરેક ઓવનનું ટેમ્પ્રેચર અલગ હોય છે એટલે ધ્યાન રાખવું પફ બર્ન ના થઇ જાય.

પફ પેસ્ટ્રી શીટ બનાવવાની રીત :-

• એક બાઉલમાં મેંદા નો લોટ લઇ તેમાં માખણ નાખી મિક્સ કરવું.
• માખણ એકદમ ઠંડુ હોવું જરૂરી છે અને તેના ટુકડા કરીને લોટમાં નાખવા.
• માખણના ટુકડા લોટ સાથે એકદમ મિક્સ કરવાની જરૂર નથી.
• લોટ અને માખણના ટુકડાને હાથમાં લઈ ચોળવાનું છે.
• ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો.
• લોટ એકદમ સ્મૂથ ન બને તો કશો વધો નહીં પણ સોફ્ટ હોવો જરૂરી છે.
• હવે તેને થોડો દબાવી ચોરસ આકાર આપી એક પ્લાસ્ટિકમાં પેક કરી ફ્રીજમાં 1 કલાક માટે રાખવો.
• 1 કલાક બાદ ફ્રીજમાંથી કાઢી તેના પર કોરો મેંદાનો લોટ છાંટી તેને વણીને લંબચોરસ આકાર આપવો.
• હવે તેને 3 ફોલ્ડ કરવો કહેતા લાંબી સાઈડની એક કિનારીને વચ્ચે સુધી વાળવી અને બીજી સાઈડની કિનારીને વાળીને તેના પર મૂકવી.
• ફરીને લોટ પર કોરો લોટ છાંટીને ઉપર મુજબ ફોલ્ડ કરવું.
• વચ્ચે ફ્રીજમાં મૂકવાની જરૂર નથી પરંતુ જો લોટ ચોટવા માંડે તો 15 મિનિટ ફ્રીજમાં મૂકવો.
• આવી રીતે કુલ 5 વાર ફોલ્ડ કરવું, અને પછી ફ્રીજમાં મૂકી દેવો.
• પફ પેસ્ટ્રી સીટ તૈયાર છે, જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે કિનારીઓ કટ કરવાનું ભૂલવું નહીં.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *