ટુથપેસ્ટ માત્ર દાત માટે જ નથી આવી રીતે અન્ય ઉપયોગ પણ કરી શકો છો…
દરરોજ સવારમાં ઉઠીને આપણે બ્રશ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ટૂથપેસ્ટ ફક્ત દાંત સાફ કરવાના ઉપોગમાં જ નહીં પરંતુ તમારા ડ્રેસ પર સહી અથવા લિપસ્ટિકના ડાઘને પણ ગુમ કરી દે છે.– કદાચ દૂધના વાસણોની સુગંધ અથવા બાળકોના દૂધની બોટલને સાફ કરવું હોય તો તમે એ વાસણમાં થોડી ટૂથપેસ્ટ પાણીમાં નાંખીને સાફ કરી દો. તેનાથી વાસણ અથવા બોટલામાં આવતી સ્મેલથી છુટકારો મળશે.
મોઢા પર થતા ખીલ પર થોડી ટૂથપેસ્ટ લગાવી દો, જ્યારે તમે સવારે ઊઠીને જોશો તો ડાઘ સાફ જોવા મળશે.ઘરમાં નાના છોકરાઓ મોટાભાગે દીવાલ પર અનેક પ્રકારની કલાકારી કરી દેતા હોય છે. ત્યારે તમે દીવાલ પર ટૂથપેસ્ટ લગાવીને તે ડાઘાને સાફ કરી શકો છો. આવું કરવાથી દીવાલ પરનો કલર પણ જતો નથી.
– ડ્રેસ પર સહી અથવા લિપસ્ટિકના ડાઘા લાગી જવાથી તેને સાફ કરવામાં પરેશાની થાય છે. તો ડાઘ પડ્યા હોય તે જગ્યા પર ટૂથપેસ્ટ લગાવીને રાખો અને ચોખ્ખા પાણીથી ઘોઇ નાંખો. આવું કરવાથી કપડાં પરના ડાઘા જતાં પહેશે.– આપણે મિરર અથવા કાચના ટેબલ પર ચાના કપ મુકતા હોઇએ છીએ અને તેના પર નિશાન પડી જતા હોય છે ત્યારે તેને દૂર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. ડાઘા પડ્યા હોય એ જગ્યા પર થોડી ટૂથપેસ્ટ લગાવી દો તરત જ ડાઘા જતાં રહેશે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર