કોઈ પણ વગર રહોળી અને ચરબીની ગાઠ દૂર કરવા અપનાવો આ આયુર્વેદિક ઘરેલુ ઉપાય

ઘણી વખત આપણે જોયું હશે કે ઘણા લોકોને હાથના કાંડા પાસે અથવા પગની ઘુંટી પાસે કે કોણી પાસે ચરબી ની ગાંઠ બની હોય એવું દેખાય છે. પહેલા તો આ ચરબી ની ગાંઠ થી દુખાવો થતો નથી પરંતુ પછી ક્યારેક ક્યારેક દુખાવો થવાનું શરૂ થઇ જાય છે. ચરબી ની ગાંઠ શરીરની અંદર અને બહાર બંને  બાજુ થઈ શકે છે. આ ગાંઠને આપણે દબાવીએ તો તે ઓછી દેખાય છે અને આપણને કાંઈ થતું પણ નથી. પરંતુ આ સામાન્ય ઓપરેશનથી દૂર થઈ જાય છે

પરંતુ આજે અમે તમને જણાવાના છીએ કે આ ચરબીની ગાંઠ ને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય. જ્યારે આપણા શરીરની અંદર વાત પિત્ત કે કફ વધી જાય છે. ત્યારે આ પ્રકારની ગાંઠ બને છે. સામાન્ય રીતે ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર લોકોને ચરબી ની ગાંઠ થવાના ચાન્સીસ વધારે હોય છે. જે લોકોને ચરબી ની ગાંઠ થઈ હોય તે લોકોએ સફેદ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઇએ. જેમ કે સફેદ ખાંડ, મીઠું, મેંદો કે મેંદાની કોઈપણ બનાવટ.

આયુર્વેદમાં કહ્યું છે કે જે લોકોને ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, પેટમાં ગેસ હોય, રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોને ચરબી ની ગાંઠ જોવા મળે છે. અને જે લોકોને શરીરમાં વાયુ પ્રકોપ થયો હોય તે લોકોને પણ આ ગાંઠ જોવા મળે છે. જે લોકોને ચરબી ની ગાંઠ થાય તે લોકોએ પોતાના ખોરાકમાં પરિવર્તન લાવવું જોઈએ. રીફાઈન તેલ ન વાપરવું જોઈએ. જે લોકોને ચરબીનું પ્રમાણ વધારે હોય તે લોકોને આ ચરબીની ગાંઠ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

પહેલાના સમયમાં નાના બાળકને અઠવાડિયે એક વખત  દીવેલ પીવરાવવા માં આવતુ હતું. કારણ કે જો દીવેલ પીવામાં આવે તો પેટ સ્વચ્છ રહે અને ગંદકી દૂર થાય. અને ચરબી ની ગાંઠ પણ થતી અટકે છે. આ ઉપરાંત પેટ સાફ થવાથી  પણ ચરબીની ગાંઠ આપમેળે જ ઓછી થઈ જાય છે. ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે. જો આપણે એક દિવસ માટે ભૂખ્યા રહીએ તો શરીરમાં રહેલો કચરો આપમેળે જ દૂર થઇ જાય છે. અને આ ચરબીની ગાંઠ માંથી પણ રાહત મળે છે.

રોજ સવારે ૧૦ થી ૧૫ મિનિટ સુધી પ્રાણાયામ કરવાથી પણ રાહત મળે છે. પ્રાણાયામમાં કપાલભાતિ એ ખૂબ જ અસરકારક ઉપાય છે. આ સિવાય રોજ સવારે એક ચમચી દેશી ગાયનું ઘી પીવાથી પણ પાચન શક્તિ સારી થાય છે. અને ગાંઠથી રાહત મળે છે. જે ખાઈએ છીએ તેનો ડાયજેશન બરાબર ન થાય તો ચરબી ની ગાંઠ નિકળવાની સમસ્યા વધારે જોવા મળે છે. જો નાનું આંતરડું કે મોટું આંતરડું ચોખ્ખું છે તો ક્યારેય પણ ચરબીની ગાંઠ નહિ પડે. અને એટલે જ ક્યારેય શરીરમાં કબજિયાત ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તે માટે ત્રિફળા ચૂર્ણ કે હરડેનો પાવડર નો ઉપયોગ કરવો જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.