કેન્સર, અસ્થમા અને પેટની તકલીફ દૂર કરવા એકવાર અજમાવી જુવો આ લીલી બદામ, પછી જુવો જાદુ તમામ રોગ ગાયબ થઈ જસે
ભગવાને દરેક વસ્તુમાં કંઈક ને કંઈક મહત્વ આપેલું હોય છે. આયુર્વેદમાં પણ કહેલું છે કે દરેક વનસ્પતિ ને ઔષધિ જ ગણવી. દરેક વનસ્પતિ ખૂબ જ મૂલ્યવાન હોય છે. બદામ ખાવાથી બુદ્ધિ વધે એવું દરેક લોકો કહેતા હોય છે. અને દરેક વ્યક્તિને લગભગ બદામનું સેવન કરવું ગમતું હોય છે. પરંતુ શું તમે જાણો છો લીલી બદામ ના ફાયદા વિશે. લીલી બદામ ના ફાયદા સુકી બદામ ખાવાથી કરતા પણ વધારે ફાયદા છે ચાલો આજે આપણે જાણીએ આના ફાયદા વિશે.
દેખાવમાં લીલી બદામ સુખી બદામ જેવી જ હોય છે. પરંતુ તેનું મહત્વ શરીર માટે ખૂબ જ વધારે હોય છે લીલી બદામ માં વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને ફ્લેવોનોડોઈસ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે પેટ, હાડકા અને હાડકાને લગતી બીમારીમાં ખૂબ જ રાહત આપે છે. લીલી બદામ ની અંદર ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એટલે શરીરને ડિહાઇડ્રેશન થતાં રોકે છે.
લીલી બધામાં કેલ્શિયમની માત્રા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે એટલે હાડકાના વિકાસ માટે લીલી બદામ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. લીલી બદામનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. અને જો કોઈ દુખાવો થતો હોય તો તે તરત જ મટી જાય છે.ખાસ કરીને નાના બાળકોને લીલી બદામનું સેવન કરાવવું જોઈએ. જેનાથી તેના હાડકા ખૂબ જ મજબૂત બની જાય. લીલી બદામ ની અંદર વિટામિન ઈ આવેલું હોય છે. એટલે બાળકોને અસ્થમા રોગથી બચાવે છે. લીલી બદામ ખાવાથી હાડકાઓ સ્વસ્થ રહેશે.
જો તમારા વાળ ખૂબ જ ખરતા હોય અથવા સફેદ કે ખોડો હોય તો તેની માટે લીલી બદામ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. કારણ કે લીલી બદામમાં વિટામિન, મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે વાળને લાંબા અને સુંદર બનાવે છે. અને ખરતા અટકાવે છે. આ ઉપરાંત ત્વચાને સુંદર અને મુલાયમ બનાવવા માટે પણ લીલી બદામ ખૂબ જ ફાયદાકારક ગણાય છે.
શરીરમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય તો ચહેરો સુંદર દેખાય છે. જ્યારે લીલી બદામમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે સાથે સાથે તેની અંદર એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે ત્વચામાં રહેલા ઝેરી પદાર્થોને બહાર નીકળવાનું કામ કરે છે. બદામનું સેવન કરવાથી ખીલ ડાર્ક સર્કલ અને કાળાશ દૂર થાય છે.
આ ઉપરાંત લીલી બદામ પેટ માટે પણ ખૂબ જ સારી હોય છે. જે લોકોને પાચન શક્તિ ખૂબ જ ખરાબ હોય તે લોકો માટે તો તે રામબાણ ઈલાજ છે. લીલી બદામ સેવન કરવાથી કબજિયાતમાંથી પણ કાયમ માટે મુક્તિ મળે છે.લીલી બદામ ખાવાથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેના કારણે લોહી પણ શુદ્ધ બને છે લોહી શુદ્ધ થાય એટલે સ્કિન હેલ્દી બને છે.
જે લોકોને યાદશક્તિ ઓછી હોય અથવા જે લોકો યાદ શક્તિ વધારવા માંગતા હોય તે લોકોએ સુકી બદામ કરતાં લીલી બદામનું સેવન કરવું જોઈએ. કારણ કે સુકી બદામ કરતા લીલી બદામ વધારે લાભદાયી હોય છે. નાના બાળકોને નાનપણથી જ બદામનું સેવન કરવામાં આવે તો તેની મગજનો વિકાસ ખૂબ જ થાય છે. અને યાદશક્તિ પણ ખૂબ જ વધી જાય છે.
જે લોકોને સુંદર દેખાવું હોય તે લોકો માટે તો મદદરૂપ થાય છે.ઘણા લોકોને કાયમી માટે માથાનો દુખાવો રહેતો હોય છે. તે લોકો એ લીલી બદામના તેલથી માથામાં માલીશ કરવો જોઈએ. બદામના તેલથી તમે હળવા હાથે પાંચથી સાત મિનિટ સુધી માલિશ કરશો તો માથાનો દુખાવો ગાયબ થઈ જશે. આ ઉપરાંત લીલી બદામના સેવનથી રોગપ્રતિકારક ક્ષમતામાં પણ ખૂબ જ વધારો થાય છે.
લીલી બદામમાં ફ્લેવોનોઈડ હોય છે. જે હૃદય ની રક્તવાહિનીઓને નુકસાન કરતા બચાવે છે. બ્લોકેજ નળી માટે ખૂબ જ ઉપયોગી છે. નિયમિત રૂપથી લીલી બદામનું સેવન કરવાથી હાર્ટ એટેક જેવી ગંભીર બીમારી થી બચાવી શકાય છે. લીલી બદામ ની અંદર પોટેશિયમ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે એટલે કિડનીને લગતી પરેશાનીઓ હોય તો ડોક્ટરની સલાહ પછી જ તેનું સેવન કરવું જોઈએ.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.