ઉધરસ કફવાળી હોય કે સુકી આ છે તેના માટે અકસીર દેશી ઉપચાર, જાણો વધુ માહિતી…

ઉધરસએ તમામ લોકોને થતી સમસ્યા છે. આ રોગ શરદી થાય ત્યારે મોટા ભાગે થતો રોગ છે. આ સિવાય અમુક કારણોસર શરીરમાં કફ રહેવાથી કે અન્ય કારણોસર ઉધરસની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા રહેવાથી ઘણા બધાને તકલીફ થાય છે. ઉધરસ આવતી હોય તે દર્દીને પણ ઊંઘ લેવામાં તકલીફ થાય છે. ઉધરસ થવી ખુબ જ સામાન્ય સમસ્યા છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખાંસી થઈ શકે છે. ઋતુમાં થોડોક બદલાવ આવે કે અન્ય કારણો હોય તેનાથી લોકોને ઉધરસ થઈ જાય છે. ઉધરસ થવા પર ગળામાં ખરાશ અને દર્દ થવા લાગે છે. કોઇપણ વ્યક્તિને જયારે ઉધરસ થાય છે. ત્યારે આ વ્યક્તિ ખુબ જ પરેશાન રહે છે.ખાસ કરીને ઉધરસ થવા પર વાયુ માર્ગથી ધૂળ, ધુમાડા અને કફ વગેરે બહાર નીકળવા લાગે છે. જો ઉધરસનો ઈલાજ ન કરવામાં આવે તો વ્યક્તિને છાતીમાં દુખાવો થવા લાગે છે. આયુર્વેદ અનુસાર ઉધરસ વાત, પિત્ત અને કફના અસંતુલનને કારણે થાય છે.

અસ્વસ્થ ભોજન અને જીવનશૈલીને કારણે શરીરમાં વાત અને કફ દોષ થવા લાગે છે. જેનાથી ઉધરસ થવા લાગે છે. ઉધરસ મુખ્યત્વે કફ દોષના કારણે થાય છે. આ ઉધરસ પણ બે પ્રકારની હોય છે. એક સુકી ઉધરસ અને બીજી કફયુક્ત ઉધરસ.

આ સિવાય ઉધરસના અન્ય પ્રકાર પણ હોય છે જેમાં તેજ ઉધરસ અને જૂની ઉધરસ એમ બે પ્રકારની ઉધરસ થાય છે. આ ઝડપી ઉધરસ થોડા સમય માટે કે વધારે પ્રમાણમાં ઉપરની શ્વાસનળીના સંક્રમણના કારણે થાય છે. આ એક પ્રકારે ફ્લુ અને સામાન્ય કફને કારણે થાય છે. જૂની ખાંસી 6 થી 8 અઠવાડિયા સુધી રહી શકે છે. આ સમસ્યા એલેર્જીક, ટીબી કે ફેફસાના ઈન્ફેકશનને કારણે થાય છે.

ઉધરસ થવાના ઘણા કારણો હોય છે. જેમાં વાયરલ સંક્રમણના કારણે, શરદી અને ફ્લુના કારણે, પ્રદુષણ અને ધૂળ માટી યુક્ત વાતાવરણને કારણે, વધારે પ્રમાણમાં ધુમ્રપાન કરવાના કારણે કે ટીબીના કારણે કે દમ-અસ્થમાના રોગને કારણે ઉધરસ થાય છે.

સુકી ઉધરસ નાક અને ગળામાં કોઈ બહારનો પદાર્થના કારણે એલર્જી હોવાના કારણે સુકી ઉધરસ થાય છે, પ્રદુષણ યુક્ત વાતાવરણમાં ધૂળ અને માટીને કારણે સુકી ઉધરસ થાય છે. ટીબી અને દમ જેવી બીમારીને કારણે સુકી ઉધરસ થાય છે. ફેફસાના કેન્સરને લીધે પણ સુકી ઉધરસ થાય છે.

જ્યારે શરીરમાં ઉધરસ થાય છે ત્યારે શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. જેમાં નાકમાંથી પાણી આવવું, તાવ આવવો, સાઈનસમાં દર્દ થવું, શરીરમાં દર્દ અને ઠંડી લાગવી, ઉધરસ ખાતા ખાતા ઉલટી કરવાની ઈચ્છા થવી.

ઉપાય: આ ઉધરસ માટે લીંડી પીપર નામની ઔષધી ખુબ જ ઉપયોગી છે. આ આજુબાજુમાં મળતી ઘરઘરાવ વસ્તુ છે કે જેના દ્વારા ઉધરસને જડમૂળથી દૂર કરી શકાય છે. આ ઔષધીમાંથી તેના મૂળ ઉધરસ માટે ખુબ જ ઉપયોગી છે. તેથી આ વનસ્પતિને પીપરીમૂળના ગંઠોડા પણ કહેવામાં આવે છે. ગાંધીની દુકાને જઈને પીપરીમૂળના ગંઠોડા લાવી શકાય છે.

લીંડી પીપર એક જડીબુટ્ટી છે. જેનું વાનસ્પતિક નામ Piper longum છે. આયુર્વેદમાં આ લીંડી પીપરની પ્રજાતિઓ વિશે બતાવવામાં આવ્યું છે. પરંતુ વ્યવહારમાં નાની અને મોટી બે પ્રજાતિ આવે છે. લીંડી પીપરની વેલ જમીન પર ફેલાય છે. એ સુગંધિત હોય છે. જેના મૂળ લલાકડી જેવા, વાંકડી અને ભારે તેમ બદામી રંગની હોય છે. જેને તોડતા અંદરથી સફેદ રંગની નીકળે છે. તેમજ તે સ્વાદે તીખી હોય છે. લીંડી પીપરના છોડમાં ફૂલ ચોમાચાની ઋતુમાં આવે છે અને શિયાળામાં તેમાં ફળ આવે છે. આયુર્વેદમાં તેના ફળ અને મૂળનું મહત્વ ખુબ જ રહેલું છે. જેનું મૂળ જેટલું વજનદાર અને મોટું હોય છે એટલા વધારે ગુણકારી માનવામાં આવે છે.

જ્યારે ઉધરસ થઈ હોય ત્યારે આ ગંઠોડા ઉપયોગી છે. ઉધરસએ કફ કાઢવા માટેની એક પદ્ધતિ છે. જ્યારે આપણા શરીરમાં કફ હોય ત્યારે ઉધરસ આવે છે. જયારે આપણને કોઈ ડોક્ટર એન્ટી બાયોટીક દવા આપે અને કફ સુકાઈ જાય ત્યારે પણ ઉધરસ આવે છે.

આ સમસ્યાનો ઈલાજ કરવા માટે આ પીપરીમૂળના ગંઠોડાનો પાવડર કરી લેવો. આ પછી આ પાવડરમાં હળદર નાખવી. આ બંનેનું મિશ્રણ સરખા પ્રમાણમાં લેવું. આ મિશ્રણમાં થોડું મધ નાખવું. આ બધું બરાબર નાખીને તેનું પેસ્ટ જેવું બનાવવું. આ પેસ્ટ બનાવીને આ પેસ્ટને આંગળી જેટલું ચાટવું. આ પેસ્ટને એક આંગળીમાં આવે તેટલું ચાટવું.

આ પેસ્ટ દર કલાકે-કલાકે ચાટતા રહેવું. આ ઉપાય કરતા રહેવાથી માત્ર એક જ દિવસમાં તેનું સમ્પૂર્ણ રીઝલ્ટ મળી જશે. માટે આ પ્રયોગથી માત્ર એક જ દિવસમાં ઉધરસમાં રાહત મળી જાય છે અને ઉધરસ મટે છે. આ ઉધરસ માટે રામબાણ ઔષધી છે. આ ઔષધીનો પ્રયોગ કરવાથી શરીરમાં ખુબ જ ઝડપથી ઉધરસ મટાડવામાં ઉપયોગી થાય છે.

આમ, લીંડી પીપરના આ મૂળ ગંઠોડા ખુબ જ ઉપયોગી થાય છે. તેનો ઉપયોગ ઉધરસની સમસ્યામાં કરવાથી ઉધરસની બીમારી મટે છે. આ રીતે પીપરીમૂળના ગંઠોડા શરીરમાં ખુબ જ સારી અસર કરીને કફ વગેરે કચરાને દૂર કરીને ઉધરસનો ઈલાજ કરે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *