પગની મચકોડ અને પગના સોજાને દૂર કરવા અપનાવો આ ઉપાય ,થશે માત્ર ૫ મિનિટમાં રાહત,એક્વાર અવશ્ય અપનાવી જુઓ 

ઘણી વખત કોઈક કામ  કરતા ઘણીવાર આપણા હાથ પગ પર વાગી જાય છે. અને તેના લીધે સોજો આવી જાય છે. અથવા ઘણી વખત તો પગ કે હાથ મચકોડાઈ જાય છે. અને ઘણી વખત તો વધારે પડતો સોજો ચઢી જવાને કારણે ખૂબ જ દુખાવો થાય છે. અને તરતજ આપણે ડોક્ટરની સલાહ લેવા માટે જતા હોય છે. પરંતુ આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવવાના છીએ. જેના દ્વારા તમારે ક્યારેય ડોક્ટરની દવા લેવાની જરૂર પણ નહીં પડે. અને માત્ર તેને ઘરે જ કરવાથી સોજો કે મચકોડ તરત જ સારો થઈ જશે.

આ નુસખા આપના ઘરમાં લગભગ મોટા ભાગે બધા અજમાવતા હશે. પરંતુ ઘણા એવા પણ લોકો લોકો છે. જેને આ નુસખા વિશે ખબર નથી તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ.ઘણી વખત મચકોડ ને કારણે શરીર ના અંગ પર સોજો ચડવા લાગે છે. અને અસહ્ય દુખાવો થાય છે. અને આપણે તરત જ ગભરાઇને ડોકટર પાસે જઈએ છીએ.

ઘણી વખત તો હાથ પગ સારી રીતે ચાલી પણ નથી શકતા. અને કામ કરવામાં પણ ખૂબ જ તકલીફ થાય છે. તો તેના માટે કાચી રોટલી તે ખૂબ જ ઉપયોગી છે. આ સાંભળીને ઘણું નવીન લાગે કે કાચી રોટલી બાંધવાથી કઈ મચકોડ મટી જતો હશે. પરંતુ હા આજે અમે તમને કાચી રોટલી નો ઉપયોગ મટાડવા માટે કેવી રીતે થાય તેના વિશે જણાવશું.

સૌપ્રથમ રોટલીના લોટ નું એક લૂઓ બનાવી ને એને બાજુ જેવી તેવી શેકી લો અને જે બાજુ કાચી છે તે બાજુ થોડી હળદર અને થોડું મીઠું નાખો અને સરસવનું તેલ પણ ઉમેરો. ત્યારબાદ જ્યાં મચકોડ લાગ્યો છે ત્યાં તે રોટલી બાંધી અને ઉપર કોટન ની મદદથી પાટો બાંધી દેવો.

મચકોડવાળી જગ્યા પર ત્રણથી ચાર દિવસ સુધી આ રોટલી બાંધવાથી મચકોડમાં તરત જ આરામ મળી જશે. અને મચકોડ વાળી જગ્યાએ થોડી ગરમી મળશે. અને દુખાવો ધીમે ધીમે ઓછો થઈ જશે. હળદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. તે દુખાવા અને સોજા માટે ખૂબ જ કારગર ઉપાય છે. હાડકાની મજબૂતી માટે હળદર તે ખૂબ જ ઉપયોગી થાય છે. આ સિવાય મીઠું અને સરસવ પણ ખુબ જ ઉપયોગી છે.

અને ઘઉંના લોટમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા તત્વો આવેલા હોય છે. જે સોજામાં અને દુખાવામાં રાહત આપે છે.રોટલી લગાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે રોટલી ખૂબ વધારે ગરમ ન હોય. કારણ કે પહેલાં એક તો અસહ્ય દુખાવો થતો હોય છે. અને ઉપરથી જો આપણે ગરમ-ગરમ રોટલી લગાવી દેશો તો વધારે ગરમી થાય છે. અને વધારે દુખાવો થશે. એટલે નવશેકુ ગરમ હોય તેવી રોટલી ને જ મચકોડ વાળા ભાગ પર લગાવો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.