દરેક રોગને કાબૂમાં લેવા એક મહિનો વાપરો આ વનસ્પતિના બે દાણા ,થશે એવા લાભ કે જેની તમે કલ્પના પણ ન કરી હોય

આયુર્વેદમાં ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે, જેનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. આયુર્વેદમાં ગોખરુનો ખૂબ જ મહત્વ રહેલું છે. ગોખરુ દ્વારા અનેક રોગોને મટાડી શકાય છે. ગોખરુ એક કંટાળી વનસ્પતિ છે. જે ગામડા માં ઘાસ તરીકે ઉગી નીકળે છે. અને ગોખરુના છોડને ઘેટા-બકરા ચરતા હોય છે. આ એક પ્રકારની દુર્લભ ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં એક અગત્યનું સ્થાન છે. તો ચાલો આજે આપણે જાણીએ તેના ફાયદા વિશે.

સાંધાનોવા, કમરનો દુખાવો, પથરી નો દુખાવો, કિડનીની સમસ્યામાં ગોખરુ એ ખૂબ જ ઉપયોગી છે. જો કમરનો દુખાવો થતો હોય તો એક ચમચી ગોખરુ પાઉડર અને એક ચમચી જેટલો આ પાવડરને એક ગ્લાસ પાણીમાં ઉકાળી જ્યારે પાણી અડધું વધે ત્યાં સુધી ઊકળવા દેવું. અને પછી તે પાણીનું સવાર અને સાંજ સેવન કરવાથી કમરનો દુખાવો અને સાંધાનો દુખાવો કાયમ માટે ગાયબ થઈ જાય છે.

મૂત્ર રોગની તકલીફ હોય તો દસ ગ્રામ ગોખરું અને ૧૫૦ ગ્રામ દૂધ લઇ તેમાં તેને ઉકાળીને જ્યારે અડધું વધે ત્યારે તે મિશ્રણને પીવડાવવાથી મૂત્રમાર્ગની બધી વિકૃતિઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત સ્ત્રી રોગમાં 15 ગ્રામ ચૂર્ણ અને ઘી અને સાકર સાથે કરવામાં આવે છે. જો કિડનીમાં પથરી થઈ હોય તો તેનો દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે. તે માટે કિડનીમાં થયેલી પથરીમાંથી છુટકારો મેળવવા માટે એ ખૂબ જ ઉપયોગી છે.

આ ઉપરાંત ગોખરુંનો નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. અને ડાયાબિટીસનો ખતરો ઘટી જાય છે. આ ઉપરાંત મહિલાઓ પીસીઓએસ ને યોગ્ય કરવા માટે પણ ગોખરુ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ આ ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત પીરિયડ્સમાં થતો દુખાવામાંથી છુટકારો મેળવવા માટે પણ ફાયદાકારક ગણાય છે. ગોખરુંની પ્રકૃતિ ખુબજ ઠંડી હોય છે.

શરીરમાં જો તાજા ગરમી થઈ હોય તો ગોખરુંનું સેવન કરવાથી શરીરની ગરમી દૂર થાય છે. ઉનાળામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અને શરીરને પૂરતી શક્તિનો સંચાર પણ કરે છે. જે વ્યક્તિને પેશાબમાં લોહી પડતું હોય તે વ્યક્તિ વધારે તીખો ખોરાક ખાતા હોય છે. આ સમસ્યા માટે ગોખરું, સાકર, દૂધ અને પાણી ઉકાળીને પીવાથી પેશાબમાં લોહી આવતું બંધ થઈ જાય છે. આ ઉપરાંત જો પેશાબને લગતી કોઈપણ સમસ્યા હોય જેમકે અટકી અટકીને આવતી હોય અથવા તો તેને અટકાવી પણ ન શકતા હોય, દુખાવો થતો હોય તે માટે પણ ગોખરુ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ગોખરુંના સેવન કરવાથી એનેમિયા જેવા રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તેની માટે ગોખરુના પાવડરને ખાલી પેટે દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે. ગોખરુ અને ચામડીના અનેક રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. જે સેવન કરવાથી ચામડી સાફ થાય છે. અને લોહી શુદ્ધ થાય છે. આ ઉપરાંત ચામડીને લગતી દરેક સમસ્યામાંથી રાહત થાય છે. જેમકે, ચામડીમાં બળતરા થતી હોય તો તેમાં રાહત થાય છે.

ઘણીવાર બાળકો કુપોષણનો શિકાર હોય તે લોકો માટે તો આ રામબાણ ઈલાજ છે. આ ઇલાજ માટે ગોખરુ, અશ્વગંધા અને શતાવરી પાવડર ને પીવાથી કુપોષણની સમસ્યા મટી જાય છે. ગોખરુ પુરુષ માટે વરદાન સમાન છે. તેના સેવનથી પુરૂષનું હોર્મોનમાં વધારો થાય છે. ગોખરુના સેવન કરવાથી પ્રજનન ક્ષમતામાં પણ વધારો થાય છે.

ગોખરુ અને આમળાં એ સમાન માત્રામાં લઈને તેનું ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. તે ચૂર્ણને રસાયન ચૂર્ણ કરવામાં આવે છે. જો શરીરમાં બળતરા થતી હોય શારીરિક નબળાઈ હોય તો અડધી ચમચી ગાયના દૂધ સાથે લેવાથી તમામ રોગો તરત જ નાબૂદ થઈ જાય છે. ગોખરુ છાતીમાં થતા દુખાવા મટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હાર્ટ અટેક ની સમસ્યા હોય અથવા તો કોઈ નળી બ્લોકેજ આવતી હોય તો એનું સેવન દૂધ કે પાણી સાથે કરવું જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *